________________
યુગે યુગે પાટણની પ્રભુતા નોકરીની સાથે સાથે બચુભાઇએ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખો. ત્રણ વર્ષ પછી બચુભાઇની નિષ્ઠા, વફાદારી, કુનેહ અને દક્ષતા જોઇ શ્રી વિષ્ણુભાઈ વ્યાસે એમનો પગાર માસીક રૂા. ૨૦૦ (બસોહ) કરી આપેલ.
બચુભાઈ ત્યાં નોકરી કરી જીવન વ્યતિત કરવા નહોતા માગતા. એમને તો એમનું આગવું વ્યકિતત્વ બનાવવાની ખેવના હતી. બચુભાઇ ભણવામાં હોંશીયાર હતા. એમણે બી.એ.,એલએલ.બી.ની ડીગ્રી મેળવી અને ઇન્કમટેક્ષ-સેલ્સટેક્ષ પ્રેક્ટીશનર તરીકેનો સ્વતંત્ર વ્યવસાય ઇ.સ. ૧૯૬૨ થી શરૂ કર્યો. મુંબઈ જેવા મહાનગરમાં અનેક ચાર્ટર એકાઉન્ટન્ટો અને જુના પ્રેક્ટીશનરો વચ્ચે પણ બચુભાઇએ એમની પ્રમાણિકતા અને પુરૂષાર્થથી વહેપારી વર્ગ તથા અમલદાર વર્ગમાં સારી નામના મેળવી.
દરેક પુરૂષની સફળતા પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ હોય જ છે. બચુભાઇના પૂણ્યનો ઉદય થતો હોય એમ શ્રીમતી ડાહીબેન દેવકરણભાઇ મોચીએ એમનું મકાન ફકત રૂા. ૧૫000 (પંદર હજાર)માં બચુભાઈને વેચાણ આપ્યું. મકાનનું નામ હતું “મેઘધનુષ.”
બચુભાઇની આવકના સ્ત્રોતમાં વધારો થયો. બચુભાઇ મકાન ખરીદતા ગયા. એમાં એમની ઘણી જ પ્રગતિ થઈ.
બચુભાઇના પત્નિ મેનાબેન પણ ખૂબજ કુનેહબાજ, બચુભાઇની આવક જ્યારે ઓછી હતી ત્યારે પણ કરકસરથી ઘરસંસાર ચલાવતા. માણસને સંત કબીરની માફક સાનુકુળ પત્નિ મળે તો ઘણી જ પ્રગતિ કરી શકે છે. બચુભાઈ અને મેનાબેનની સારસ બેલડી આવી એક આદર્શ બેલડી હતી. બચુભાઈ દેવાધિદેવ મહાદેવના પરમભકત હતા. તા. ૨૮/૧/૧૯૮૪ (વસંત પંચમી)ના શ્રેષ્ઠ દિવસે એમણે મેઘધનુષ’ બિલ્ડીંગમાં “શ્રી તારકેશ્વર મહાદેવ”ની સ્થાપના કરી. આજે તો એ મંદિરમાં ભગવાન પદ્મનાભ સહિત લગભગ વીસ જેટલા દેવી-દેવતાઓની પ્રતિમાઓ ત્યાં પ્રસ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભોલેનાથની સ્થાપના પછી બચુભાઇની આર્થિક સ્થિતીમાં અસાધારણ સુધારો થયો.
સંપત્તિના ત્રણ ઉપયોગ. સંપત્તિ (૧) વપરાય (૨) વેડફાય અને (૩) વાવેતર થાય. બચુભાઇએ પોતાની જાત કમાણીથી રળેલ સંપત્તિનું વાવેતર કરવા માંડયું. સને ૧૯૯૧માં એમણે ચારધામની યાત્રા કરી. એક શિવભક્ત તરીકે એમણે ભારતના બાર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા.
જગન્નાથપુરી, દ્વારિકા, સોમનાથ, ગંગાસાગર, વૈષ્ણોદેવી, જ્વાલામાઇ, શિવખોડી, ત્રણવખત અમરનાથ યાત્રા કરી જીવન સફળ કર્યું.
કૈલાશ માનસરોવરની યાત્રા ઘણી જ કઠણ ગણાય છે. આપણા પાટણના રત્ન જેવા બચુભાઇએ આ કૈલાશ માનસરોવરની યાત્રા એક બે વખત નહિ પણ પૂરી આઠ વખત કરી એક અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વળી તા. ૨૨-૮-૨૦૮ના રોજ બચુભાઇ નવમી વખત શ્રી કૈલાશ માનેસરોવરની