Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 8
________________ યુગે યુગે પાટણની પ્રભુતા શ્રી બચુભાઈ મોહનલાલ પ્રજાપતિની જીવનઝરમર પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય : ' બચુભાઈ મોહનલાલ પ્રજાપતિ એટલે "SELF MADE MAN." બધાજ લોકો ચાંદીનો ચમચો મુખમાં લઈને જન્મતા નથી. બચુભાઇના પિતાશ્રી મોહનલાલ, બચુભાઇના શૈશવ કાળમાં ગુજરી ગયેલા. બચુભાઇને એક બીજા ભાઇ હતા. માતા બબુબેનના માથે બે દિકરાઓને ઉછેરવાની અને ભણાવવાની જવાબદારી આવી પડી. માતા બબુબેને બેય દિકરાઓની માતા અને પિતા એમ બેયની જવાબદારી અદા કરવાની હતી. માતા બબુબેને કેડ બાંધી મજુરી કરવા માંડી. બબુબેન લોકોનાં ઘરકામ કરે. મસાલાની ફેકટીમાં જીરૂ, મરચાં વગેરે દળી બન્ને ભાઈઓને મોટા કર્યા. “હે પ્રભુ ! બાલ્યાવસ્થામાં કોઇના માતા કે પિતા મરશો નહિ.” બચુભાઇ પાટણની ન્યુ હાઇસ્કુલમાં જ્યારે માધ્યમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારથી જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના “સ્વયંસેવક” તરીકે રાષ્ટ્રીય ભાવનાને વરેલા હતા. પાટણના જુના ગંજબજારમાં પાણીની પરબ ચાલે બચુભાઈ થોડાક પગારમાં તરસ્યાને પાણી પાવાની મોટી સેવા કરતા હતા. આજની માફક એ જમાનામાં પાઉચમાં પાણી વેચાતા ન હતા. ઠેર ઠેર પાટણમાં પાણીની પરબો ચાલતી “તરસ્યાને પાણી પાવાથી બહુ મોટું પૂણ્ય થાય છે'' બચુભાઈને આ સેવા ફળી. પાટણમાં મેટ્રીક સુધી અભ્યાસ કરી કિસ્મતને અજમાવવા એમણે મુંબઇ જવા નિર્ણય કર્યો. - બચુભાઈને તો આગળ અભ્યાસ કરવો હતો. પાટણથી મુંબઈ જવાના ટીકીટભાડાના પૈસાની પણ વ્યવસ્થા ન હતી. મુંબઈ જઈ ખાવું શું ? કોલેજની ફી, પાઠયપુસ્તકોનો ખર્ચ વગેરે અનેક વિટંબણાઓ હતી. બચુભાઇના હૈયામાં હામ હતી. શરીરમાં જેમ હતું. મજબુત મનોબળ હતું કદમ અસ્થિર હો એને, કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને, હિમાલય પણ નથી નડતો આખરે એમણે ઇ.સ. ૧૯૫૫માં મુંબઇમાં પદાર્પણ કર્યું. મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. બચુભાઈને તો રોટલા અને ઓટલા બન્નેની ફીકર હતી. પાટણની એક સેવાભાવી સંસ્થા પાસે કોલેજના પ્રથમ વર્ષના પાઠય પુસ્તકોની માગણી કરી, પરંતુ કોમવાદનો એરૂ સંસ્થાને આભડી ગયેલો એટલે બચુભાઈને પુસ્તકો મળી શક્યા નહિ જેનો રંજ બચુભાઈને આજે પણ છે. આખરે માસીક રૂપીયા ૨૫ (પચ્ચીસ)ની નોકરી શોધી કાઢી. શ્રીમાન વિષ્ણુભાઈ વ્યાસ સહૃદયી હતા. શ્રી વિષ્ણુભાઇના ત્યાં પચ્ચીસ રૂપીયાના પગારથી બચુભાઈએ ત્રણ વર્ષ નોકરી કરી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 582