Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 10
________________ યુગે યુગે પાટણની પ્રભુતા યાત્રાએ જવાના છે. ભગવાન આશુતોષની પરમ કૃપા જ ગણાય ! બચુભાઇએ પોતાના સગાંવહાલાં તથા એમના સદ્ગુરૂ પ.પૂજ્ય શ્રી કલ્યાણગીરી બાપુને પણ સને ૧૯૯૬માં કૈલાશ માનસરોવરની યાત્રા કરાવી પૂણ્યનું ભાથુ બાંધ્યું છે. બચુભાઇનું ગૃહસ્થ જીવન પણ આદર્શ છે. એમને ચાર દિકરીઓ (૧) અનસુયાબેન (૨) રક્ષાબેન (૩) પ્રીતિબેન અને (૪) કલ્પનાબેન તથા એક આજ્ઞાંકિત શ્રવણ જેવો સુપુત્ર શ્રી રોહિતભાઈ - શ્રી રોહિતભાઈનાં પત્નિ શ્રીમતી દીપિકાબેન કુટુંબની પરંપરા મુજબ આદર્શ ગૃહસ્થ જીવન વિતાવે છે. રોહિતભાઇ અને દીપિકાબેનના કુખેથી (૧) શિવ ઉ.આ.વ. ૧૪ તથા (૨) કાર્તિકેય ઉ.આ.વ. ૭ના એમ બે પુત્રો છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે. લગભગ ૭૪ વર્ષની ઉમ્મરે પહોંચેલા બચુભાઇનો વટવૃક્ષ જેવો હર્યોભર્યો વિસ્તાર છે. સંપ ત્યાં પ. અમેરિકા જેવા માટે વિઝા મેળવવા કે અમેરિકા જવા માટે પાટણના પ્રજાપતિઓ મુંબઇ જાય તો એમના ઘેર જાય છે. કારણ કે અમેરિકા જવાનો વિઝા મેળવવાની ઓફીસ એમના ઘરથી નજીક જ છે. ચાર દિવાલનું ઘર ભલે નાનું હોય પણ ગૃહિણીઓનાં દિલ વિશાળ છે. આતિથ્ય ધર્મ એ બરાબર પાળે છે. બચુભાઇ યુવાવસ્થામાં સક્રિય રાજકારણ અને મુંબઇના જાહેર જીવન સાથે સંકળાયેલા હતા. આર.એસ.એસના વફાદાર સ્વયંસેવક, જનસંઘ જેવા રાજકીય પક્ષના સક્રિય કાર્યકર તરીકે મુંબઈ - શ્રેપોરેશનની ચૂંટણી પણ લડેલા. શ્રીમતી ઇન્દીરા ગાંધીએ લાદેલ ઇમરજન્સીમાં આપણા બચુભાઈ મોહનલાલ પ્રજાપતિએ જેલવાસ પણ ભોગવ્યો છે. આમ સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે મૂળભૂત હક્કો પર તરાપ મરાતાં બચુભાઇએ કાળા કાયદાનો વિરોધ કરી ભારે હિમ્મત દાખવી કહેવાય ! ' રાષ્ટ્રીય ખમીર ધરાવતા બચુભાઈ આજે એક આદર્શ પટણી, ભારતના વફાદાર-રાષ્ટ્રપ્રેમી નાગરિક, પ્રજાપતિ સમાજમાં કેળવણી વિષયક નોંધપાત્ર સેવા કરનાર કાર્યકર, પાટણની નાની-મોટી સેવાભાવી સંસ્થાના દાતા તરીકે સાદુ, કરકસરયુક્ત, અનુકરણીય જીવન જીવી રહ્યા છે. શ્રી બચુભાઇ વતન પ્રેમી, વિદ્યાપ્રેમી અને પ્રવાસપ્રેમી તો છે જ પણ મારા તો એક શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક પણ છે. ભગવાન ભોલેનાથ એમને દિર્ગાયુ બક્ષે એમને તથા એમના કૌટુંબિકજનોને સુંદર સ્વાસ્થ બક્ષે અને હરેક ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મારી અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે. અસ્તુ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 582