Book Title: Yogvinshika Prakaranam Author(s): Haribhadrasuri, Yashovijay Gani, Kirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 7
________________ પપપપ આચરણા શુદ્ધ થાય શી રીતે ? આમ, આચરણા અને આચરણાને શુદ્ધ કરનાર આશયપંચક બંનેની આવશ્યકતા જણાવીને અનેકાંતશૈલીએ યોગની વ્યાખ્યા આપી છે. આમ છતાં આચરણા અને આશયમાં-ભાવમાં મુખ્ય-ગૌણનો જ્યારે અવસર આવે ત્યારે આશયની-ભાવની મુખ્યતા આંખે તરીને આવે તે રીતે તેઓશ્રીએ સ્પષ્ટ કરી છે. પૂ.આ.હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે क्रियाशून्यं च यज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया / અનયોરન્તરં સેવં માનુઉદ્યોતિરિત્ર સારા (યોગદષ્ટિ સમુચ્ચય) આ વચન દ્વારા ભાવનાત્મકજ્ઞાન વગરની ક્રિયાને ખજુઆના તેજ સાથે અને ક્રિયા વગરના ભાવનાત્મકજ્ઞાન સૂર્યના તેજ સાથે સરખાવેલ છે, જે અહીં યોગની વ્યાખ્યામાં પરિશુદ્ધ' વિશેષણ દ્વારા ભાવની મહત્તાને સ્થાપિત કરી છે, તેવું સિદ્ધ કરી આપે છે. આ પરિશુદ્ધ પદની વ્યાખ્યા કરતાં જ વૃત્તિકારશ્રીએ શ્રી ષોડશક ગ્રંથના આધારે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગરૂપ આશયપંચકનું વિશદ વર્ણન કરીને આશયપંચકથી પરિશુદ્ધ બનેલ ધર્મવ્યાપાર એ યોગ છે તેમ સિદ્ધ કરીને આવો યોગ શુદ્ધિપુષ્ટિનું કારણ બનીને સાધક આત્માનું મોક્ષ સાથે ચોક્કસ જોડાણ કરી આપે છે એમ સિદ્ધ કરી આપ્યું છે. યોગની વ્યાખ્યા કર્યા પછી યોગના ક્રિયાયોગ અને જ્ઞાનયોગ એવા બે વિભાગો બતાવ્યા અને એમાં યોગપંચકમાંથી સ્થાનયોગ અને ઉર્ણ-વર્ણયોગનો ક્રિયાયોગમાં અને અર્ધયોગ, આલંબનયોગ અને નિરાલંબનયોગનો જ્ઞાનયોગમાં સમાવેશ કરી આપ્યો છે. આ જ અનુસંધાનમાં યોગનો પ્રારંભ અને અવકાશ “ક્યાંથી કયાં સુધી ?" એ નિશ્ચયનય અને વ્યવહારનયથી સમજાવતાં યોગના અધ્યાત્મયોગ, ભાવનાયોગ, આધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષયયોગ એમ ગ્રંથકારશ્રીએ યોગબિંદુમાં દર્શાવેલ પાંચ પ્રકારના યોગ અને એ યોગનો પ્રારંભ અને પ્રગતિ નયસાપેક્ષ રીતે સ્પષ્ટ કરી આપી અને એની જ સાથોસાથ સ્થાના પાંચ પ્રકારના યોગનો અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગમાં કયાં કઈ રીતે સમવતાર થાય છે તે પણ દર્શાવ્યું છે. યોગના અધિકારીઓનું વર્ણન કરતાં તેઓશ્રીએ વ્યવહારનયથી અપુનબંધક અવસ્થામાં રહેલા અને અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ યોગના અધિકારી તરીકે વર્ણવીને નિશ્ચયનયથી તો પાંચમ, છઠ્ઠા, સાતમા વગેરે ગુણસ્થાનકે રહેલા સાધકોને યોગના અધિકારી તરીકે વર્ણવ્યા છે. આના જ અનુસંધાનમાં જેઓ અપુનબંધક અવસ્થાને પામેલા નથી એવા સકૃબંધક વગેરે અવસ્થામાં રહેલા જીવોને યોગ ન હોય, તેમનામાં દેખાતી યોગની પ્રવૃત્તિ યોગાભાસ-યોગનો માત્ર આભાસ કરાવનારી પ્રવૃત્તિ તરીકે ઓળખાવેલ છે. આગળ વધીને સ્થાનયોગ, ઊર્ણયોગ, અર્જયોગ, આલંબનયોગ અને નિરાલંબન યોગ આ પાંચેય યોગના ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, ધૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચાર-ચાર ભેદ બતાવી કુલ યોગને વીશ પ્રકારમાં વહેંચી આપ્યો. તો આગળ વધીને હેતુ અને ફળદ પણ આ વીશેય પ્રકારના યોગને સમજાવીને યોગને જોવાનીસમજવાની મૂલવવાની એક વિશિષ્ટ દષ્ટિ આપી છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 214