Book Title: Yogvinshika Prakaranam
Author(s): Haribhadrasuri, Yashovijay Gani, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ - - - - - - - - - - - - || પુરોવચન છે. / આચરણા શુદ્ધિ આચરીએ, જઈ યોગની વીશી રે ! અનાદિકાળથી અનંતના ચકરાવે ચડી દુઃખના ભાજન બનેલા જગતના તમામ જીવોના એ દુઃખનો, એ દુઃખની પરંપરાનો હંમેશ માટે ઉચ્છેદ કરી, અનંત, અક્ષય, સ્વાધીન, સંપૂર્ણ સુખનો યોગ કરાવવા માટેનું સાધન છે યોગ. માટે જ યોગાચાર્યોએ યોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, “મોક્ષની સાથે આત્માને જે જોડી આપે તેવા ધર્મવ્યાપારનું નામ યોગ છે.” મોક્ષનું કારણ યોગ છે અને એ યોગ રત્નત્રયીરૂપ છે, એમ કલિકાલસર્વજ્ઞ પ્રભુ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર - આ ત્રણે રત્નોનો સમુદાય રત્નત્રયી છે અને એ જ મોક્ષમાર્ગ છે, એમ શ્રી તત્વાર્થસૂત્રમાં પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા પણ કહે છે. એટલે ધર્મ, અધ્યાત્મ, રત્નત્રયી અને યોગ ભલે નામથી જુદા જુદા જણાય, પણ મોક્ષ સાથે જોડાણ કરાવી આપવાની તે બધાની યોગ્યતા એક જ હોઈ તાત્પર્યથી એ બધા એકાર્યક છે, એમ પણ કહી શકાય. અહીં યોગ' શબ્દની મુખ્યતાએ વાત કરવાની વિવક્ષા હોઈ અન્ય શબ્દોનો ઉપયોગ ગૌણ છે. પ્રભુશ્રી મહાવીરદેવના શાસનને પામેલ સુવિહિત શિરોમણિ સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિ પૂજ્યપાદ આચાર્યશ્રેષ્ઠ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતે રચેલા યોગવિષયક યોગશતક, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય વગેરે અનેક ગ્રંથોમાં જૈનશાસનના મોક્ષમાર્ગને જ અન્ય અન્ય દર્શનકારોને અભિમત એવી સંજ્ઞાઓનો ઉપયોગ કરી સુસ્પષ્ટ કરી આપ્યો છે. અન્યોમાં પણ “જે કાંઈ સારું દેખાય છે, તે જૈનશાસનનું જ છે', એ ન્યાયે તેઓશ્રીમદે આગમનીતિને ક્યાંય બાધ ન આવે એવી પ્રૌઢ અનુભવપૂત શૈલીથી આ સમવતાર કર્યો છે. તેઓશ્રીમદે રચેલા યોગવિષયક અનેક ગ્રંથો પૈકી “વિશતિવિંશિકા પ્રકરણ' નામના ગ્રંથની સત્તરમી વિંશિકારૂપે પણ તેઓશ્રીમદે રચેલું યોગના વિભિન્ન પ્રકારોની વિશદ છણાવટ કરતું ગાગરમાં સાગર સમાવવા તુલ્ય યોગવિંશિકા પ્રકરણ” ઊડીને આંખે વળગે છે. આ વિંશતિવિંશિકા પ્રકરણ' ગ્રંથ ઉપર ન્યાયાચાર્ય ન્યાયવિશારદ લઘુહરિભદ્ર બિરુદધારી પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવરશ્રીજીએ જેને અતિ વિશિષ્ટ કહી શકાય તેવું વિવરણ લખ્યું હતું. પરંતુ કાળનો કોળીયો બની જતાં એ સંપૂર્ણ વિવરણ આજે ઉપલબ્ધ નથી. આમ છતાંય સંઘના સૌભાગે સત્તરમી “યોગવિંશિકા' ઉપરનું તેઓશ્રીમતું રચેલ વિવરણ થોડા વર્ષો અગાઉ પરઠવવા માટે જઈ રહેલ કાગળના જથ્થામાંથી મળી આવ્યું હતું. ગ્રંથણત વિષયનો વ્યાપ : મુરખ નોયUTગો ના પદથી શરૂ થતા આ વિંશિકા ગ્રંથમાં “યોનનાર્ યોn:' એ વ્યાખ્યાને આધારે યોગનું લક્ષણ બતાવતાં કહ્યું કે, “પરિશુદ્ધ ધર્મવ્યાપાર આત્માને મોક્ષ સાથે જોડતો હોવાથી તે “પરિશુદ્ધ ધર્મવ્યાપાર’ તે યોગ છે. અહીં માત્ર ધર્મવ્યાપારને યોગ તરીકે ન ઓળખાવતાં પરિશુદ્ધ એવા વિશેષણથી વિશિષ્ટ ધર્મવ્યાપારને યોગ તરીકે ઓળખાવ્યો છે અને એ “પરિશુદ્ધિ પ્રણિધાનાદિ આશયપંચકરૂપ બતાવી છે. ધર્મવ્યાપાર સાથે જોડાયેલ પ્રણિધાનાદિ આશયપંચકરૂપ પરિશુદ્ધિ એ જ આચરણાને વિશુદ્ધ કરનાર છે, એમ ગ્રંથકારશ્રીજીનું કહેવું છે. આચાર જ ન હોય તો શુદ્ધ કરવાનો કોને ? અને આશયપંચકરૂપ પરિશુદ્ધિ ન હોય તો

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 214