Book Title: Yogshastra Author(s): Vijaykesarsuri Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh View full book textPage 6
________________ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યની ૯ મી શતાબ્દિ વર્ષની મૃતિ રૂપે એમને ભવ્ય વંદનાંજલિ અર્પણ કરવા રૂપ મારા મનમાં એક ભાવ જાગે કે પૂજ્યશ્રીની કૃતિઓ પૈકી એક કૃતિનું પુનઃમુદ્રણ કરવું અને એ ભાવના અનુસાર પૂર્વે બહાર પડેલ છે. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. ના હસ્ત ગુર્જર ભાષામાં પ્રગટ થયેલ વર્ષો જુની આવૃત્તિ “ગશાસ્ત્ર” ફરી પ્રકાશિત કરેલ છે. મૂળ પ્રકાશક શ્રી વિજય કમલ કેશર ગ્રન્થમાલાના આ પુનર્મુદ્રણ પ્રકાશન માટે અમે ઋણી છીએ શ્રી સુરેન્દ્રનગર તપગચ્છ જૈન સંઘ સમક્ષ આ પ્રકાશન અંગે રજુઆત કરતા તેઓએ સારી એવી રકમને સદ્વ્યય કરી લાભ લીધે છે તેની અનુમોદના તેમજ કેટલાય મહાનુભાવોએ આ ગ્રન્થમાં પાની ચંચળ લક્ષમીને સદ્વ્યય કરી સારે એ લાભ લીધે છે તેની અનુમોદના કરૂ છું. મારા પૂ. ગુરુદેવની પરમ કૃપાથી આ પ્રસાય સફળ થયો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને આ કૃતિ સમર્પિત કરી કૃતાર્થતા અનુભવું છું. - આ યોગશાસ્ત્ર પુસ્તક પ્રકાશન કરવામાં અમદાવાદ મધ્યે શ્રાદ્ધવર્ય આગમ સાહિત્યના અનેક ગ્રન્થનું મુદ્રણ કરનારા શ્રી કાંતિલાલ ડી. શાહ “ભરત પ્રિન્ટરી” એ ઘણું જ ટૂંકા સમયમાં એટલે કે પ્રાયઃ એક મહિનામાં જ આ ગ્રંથનું મુદ્રણ કાર્ય કરી આપેલ છે તે બદલ આ સમયે તેઓના કાર્યની પણ અનુમોદના. - આ ગ્રન્થમાં પુનર્મુદ્રણ કરતાં લોક-ભાવાર્થ—કે પ્રેસ પ્રક્રિયામાં કદાચિત દોષ રહી જવા પામેલ હોય તે સંઘ સમક્ષ ક્ષમા યાચના સાથે વિરમું છું. પં. દાનવિજયPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 462