Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી અમીઝરા વાસુપૂજ્ય સ્વામીને નમઃ શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનપ્રાસાદની યશોગાથા શ્રી સુરેન્દ્રનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ (શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી) સો વર્ષને ઇતિહાસ લેખક શાહ બાપાલાલ મનસુખલાલ ( ટ્રસ્ટી શ્રી છે. મૂ. પૂ. ત. સંઘ સુરેન્દ્રનગર) આજથી એક સો વર્ષ ઉપરાંતના સમયમાં જ્યારે ભારતમાં બ્રીટીશ સલ્તનતની હકુમત હતી ત્યારે કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં જુના વઢવાણ કેમ્પની સ્થાપના સંવત ૧૯૩૦ માં થઈ ત્યારે શ્રાવકેના ગણ્યા ગાંધ્યા ભૂજ ઘર હતાં. મેટાભાગના લેકે વ્યાપાર અથે સવારે વઢવાણ શહેરથી આવતાં અને સાંજે પાછા જતા. જે જૂજ શ્રાવકેના ઘર હતાં તેમણે દર્શન-પૂજન અને ભક્તિ માટે ઘર દેરાસરજી કરાવેલું હતું. ત્યારબાદ સંવત ૧૯૩૮ના મહા સુદી ૧૪ બુધવાર તા. ૧-ર-૧૮૮૨ના વઢવાણ સીવીલ સ્ટેશનના શ્રાવક સાધારણ ધર્માદાના મેનેજર શેઠ ઠાકરશી ડાહ્યાભાઈ તથા વોરા કપુર ત્રીકમ તથા વકીલ મુલચંદ ચતુરભાઈ તથા વકીલ જીવણલાલ ફુલચંદેમીસ્ટર એન્ડરસનની કંપની પાસેથી પ્લોટ નં. ૨૮ ની કુલ જમીન વાર ૯૬૮૦ રૂા. ૧૦૦૦-૦૦ અંકે એક હજાર રોકડા આપીને અઘાટ વેચાણ દસ્તાવેજ નં-૯૪થી વેચાણ રાખેલ. તે જમીન તે શ્રાવકે ઝાલાવાડ પ્રાંતના મહેરબાન ડેપ્યુટી આસીસ્ટન્ટ પિલીટીકલ એજન્ટ સાહેબની કોર્ટમાં પિતાના નામ ઉપરથી કાઢી સદરહુ જમીન પ્લોટ નં. ૨૮ કુલ વાર ૯૬૮૦ શ્રાવક લોકેાના મંદિર ખાતાના નામ ઉપર ટ્રાન્સફર કરવા અરજી આપતાં આ પે, એજન્ટ ઝાલાવાડ તા. ૧૮-૫-૧૮૮૨ ના રોજ મંજુર કરેલ. સંવત ૧૯૪રમાં જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ: સંવત ૧૮૪રના પોષ વદિ ૮ શનિવારના રોજ વઢવાણ શહેર નિવાસી નગરશેઠ ઠાકરશી ડાહ્યાભાઈએ દેરાસરજીનું ખાતમુહૂર્ત કર્યું હતું, દેરાસરજીનું બાંધકામ વકીલ મુલચંદ ચતુરભાઈએ તથા વકીલ જીવણલાલ ફુલચંદે એક નિષ્ઠાથી કર્યું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 462