________________
પ્રકાશકીય નિવેદન જિન શાસન અનુસાર જીવનું મુખ્ય લક્ષ્ય પરમાનંદસ્વરૂપ મોક્ષ પામવાનું છે. આ પદ પામવા મુમુક્ષુઓએ યોગ અને અધ્યાત્મની સાધનાના માર્ગે વિકાસ સાધવાનો છે.
જ્ઞાન સંપાદનની સાધના વિરલ ગ્રંથોના અધ્યયન અને યોગથી જ થાય છે. આ માટે આચાર્ય પ્રવરોએ અનુગ્રહ કરી સ્વાધ્યાય માટે અનેક ગ્રંથો આપ્યા છે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી રચિત યોગદૃષ્ટિસમુચ્ચય એ સૌમાં શિરમોર સમાન છે. આત્માના ક્રમિક વિકાસની કેડી આ ગ્રંથ દ્વારા મુમુક્ષુઓના લાભાર્થે ચીંધવામાં આવી છે.
સાધકવર્ગ આ ગ્રંથના મર્મને પામે એ માટે વર્ષો અગાઉ માનનીય સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ સુંદર વિવેચન કર્યું હતું. આને શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાએ સ્વ. શ્રીમતી લીલાવતીબહેનના સ્મરણાર્થે ગ્રંથ સ્વરૂપે વર્ષ ૧૯૫૦માં (પ્રથમ આવૃત્તિ) પ્રકાશિત કર્યું.
વિવેચક સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાના પરિવારમાં હાલ કોઈ નથી. પ્રકાશક સ્વ. શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાના પરિવારમાં તેમના સુપુત્રી કોકિલાબહેન વિ. પારેખ તથા શ્રીમતી અરૂણાબહેને શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથની ધાર્મિક દૃષ્ટિએ મહત્તા જાણી, શ્રી મહાવીર જૈન
એને ફરીથી પ્રકાશિત કરવાની ઉદાર ભાવના સાથે સંમતિ આપેલ છે. જેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી, શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. આ ઉમદા કાર્ય માટે શ્રી સંઘના અમે અત્યંત આભારી છીએ.
શ્રી ગીતાર્થ ગંગાના અનેક ગ્રંથોના વિવેચનકર્તા પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર માતાજીનો આભાર માનીએ છીએ કે એમણે એમના પ્રકાશિત ગ્રંથમાંથી “ભેદ પ્રભેદ વૃક્ષ” કોષ્ટક આ પ્રકાશનમાં છાપવાની અનુમતિ આપી છે.
પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહના અને પ્રુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણીકભાઈ કીર્તિભાઈ શાહના ઋણિ છીએ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જિનશાસનની પ્રભાવનાના કાર્ય રૂપે જિનાગમો તેમજ જૈન તત્ત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકોનું પ્રકાશન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ્ઞાન પ્રસારનું કાર્ય કરે છે.
શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રકાશન કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોના જીવનમાં આ ગ્રંથ કલ્યાણનું કારણ બને, આધ્યાત્મિક મુમુક્ષુઓનો વિકાસ થાય અને આંતરપ્રકત્તિ વિકસાવી સૌ સમતા પ્રાપ્ત કરે એવી શ્રધ્ધા સહ..
લિ. ભવદીય
હિતેશ ચીમનલાલ દોશી સ્થળ : મુંબઈ.
મુકેશ ભાયચંદ મહેતા તા. ૦૨/૦૩/૨૦૧૮
હસમુખ ઉગરચંદ ગટેચા ધૂળેટી
માનદ્ મંત્રીશ્રીઓ