Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 15
________________ વિવિધા ધારણ કરવો જોઈએ નહિ. પણ સદા વિશાલ, વિમળ અને પ્રમુદિત હૃદયવાળા થઈને પ્રસન્ન વદન રહેવું જોઈએ. વિઘ્નરૂપ અંધકારને દૂર કરનાર સૂર્યરૂપ ગણપતિનો પ્રસન્ન મુખભાવ આ ઇંગિતને સૂચવે છે. પારસ્પરિક નેહભર્યા સંબંધ સ્થાપવા માટે પ્રસન્નતાનો. ભાવ જરૂરી છે. ગણેશજીનું ઉદર વિશાળ છે. તેના દ્વારા તેમના મન અને હૃદયની વિશાળતા પણ સૂચવાય છે. તે બીજા દ્વારા કરાયેલા અપકાર કે અનુચિત કાર્યો વિશેની હકીકતને પોતાના વિશાળ ઉંદરમાં સમાવી રાખીને પોતાની મહાશયતા પ્રગટ કરે છે. તેમના ઉંદરમાં સર્વ પ્રપંચ પ્રતિષ્ઠિત છે. લોકનાયકે લોકાની વચ્ચે રહીને વાતાવરણને અનુરાગમય રાખવું જોઈએ. તે કારણથી તે રક્તવર્ણવાળા વસ્ત્ર ધારણ કરે છે અને વાતાવરણને ઉત્સાહભર્યું રાખે છે. રક્તવર્ણ અનુરાગ અને ઉત્સાહપ્રેરક છે. પોતાના હાથની અભય અને વરદ મુદ્રા ભક્તજનો પર અનુગ્રહ કરીને તેમનું હિત સાધે છે. અંકુશ દ્વારા તે દુર્જનો પર અને દુષ્ટ વૃત્તિઓ પર નિયંત્રણ રાખે છે. પ્રેમરૂપી પાશ દ્વારા સર્વ લોકોને વશમાં રાખે છે અને મોદક દ્વારા ભક્તજનોને પ્રસન્નતા અર્પે છે. લોકનાયકે લોકસમૂહને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, એ ભાવ અહીં સૂચિત છે. ગણપતિ નાનાં-મોટાં, ઉચ્ચ-નીચ સૌ સાથે સમાનભાવે વર્તે છે તે ભાવ મૂષકના વાહનથી સૂચિત થાય છે. નેતાએ કદી પણ ભેદભાવભર્યું વર્તન રાખવું જોઈએ નહિ. મૂષક વાહનનો બીજો અર્થ દુખ અને દુવૃત્તિનું દમન એવો થાય છે. જે વ્યક્તિ નેતા બને તેણે નિરંતર લોકકલ્યાણ કરતા રહીને લોકોના નિરુત્સાહ અને વિદ્ગોને દૂર કરીને તેમને પ્રસન્ન અને સુખી બનાવવા જોઈએ, તે ભાવ તેમના વિધ્વનાશનના ગુણથી સૂચિત થાય છે. શ્રી ગણપતિ ગજમુખ છે. “ગજ' નો અર્થ થાય છે આઠ. જે આઠ દિશા તરફ મુખ રાખે તે “ગજમુખ છે. આ ગુણ પ્રત્યેક નેતા અથવા રાજામાં હોવા જરૂરી છે. ગણેશ સર્વજ્ઞ હોવાને કારણે આઠ પ્રહર અને આઠે દિશાની ખબર રાખે છે. નેતાએ પણ પ્રત્યેક સ્થળની પરિસ્થિતિથી, સતત જાગૃત અને સતર્ક રહેવું જરૂરી હોય છે. આમ, ગણપતિ એક આદર્શ લોકનાયકના ગુણ ધરાવે છે. ગણપતિનું સગુણ-નિર્ગુણ સ્વરૂપ : ગણપતિનું સગુણ-નિર્ગુણ બંને સ્વરૂપમાં વર્ણન મળે છે. આમ તો સત્ ચિતરૂપ પરબ્રહ્મ, આનંદસ્વરૂપ પરબ્રહ્મ એ જ ગણેશ છે, એ માન્યતા પ્રચલિત છે. ગણેશોત્તરતાપિન્થપનિષદમાં એમના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન આપતાં કહ્યું છે, Jain Education International 2010_03. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 194