________________
અરિહંત વંદનાવલી
[ ૫ [૨૦] પુષ્કર કમલના પત્રની ભાંતિ નહિ લેવાય છે, ને જીવની માર્ક અપ્રતિહત વરગતિએ વિચરે, આકાશની જેમ નિરાલંબન ગુણ થકી જે ઓપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૨૧] ને અખલિત વાયુ સમુહની જેમ જે નિબંધ છે, સંગાપિતગે પાંગ જેના ગુપ્ત ઈન્દ્રિય દેહ છે, નિસ્ટંગતા ય વિહંગશી જેને અમુલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૨૨] ખડ્રગીતણા વરશંગ જેવા ભાવથી એકાકી જે, ભારંડપંખી સરિખા ગુણગાન અપ્રમત્ત છે, વ્રતભાર વહેતા વર વૃષભની જેમ જેહ સમર્થ છે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમુ.
[૨૩] કુંજરસમાં શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી જેના સ્વભાવે સામ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
આકાશભૂષણ સૂર્ય જેવા દપતા તપ તેજથી, વળી પૂરતાં દિવગંતને કરૂણ ઉપેક્ષા મૈત્રીથી, હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org