________________
૧૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૪૫] નિર્વિન સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિગતિ આ નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃ ફરવાપણું, એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
જેના ગુણોના સિંધુના બે બિન્દુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહી કે તે સમું કો છે નહિ, જેના સહારે કોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૪૭] જે નાથ છે ત્રણ ભુવનના કરૂણ જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વના સભાવની સરણી વહે, આપે વચન શ્રી ચંદ્ર જગને એજ નિશ્ચય સહી,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. શ્રી અમિતગતિ આચાર્ય કૃત દ્વાત્રિશિક ભાવાનુવાદ
[૪૮] સૈ પ્રાણી આ સંસારનાં, મિત્ર મુજ વહાલાં થજે, સદ્દગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હો, દુખિયાં પ્રતિ કરુણ અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા.
[૪૯] અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દેવહીન આ આત્મ છે, ને મ્યાનથી તલવાર પેઠે, શરીરથી, વિભિનન છે, હું શરીરથી જૂદે ગણું એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું, નાથ ! તે સત્વર ટળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org