________________
૩૨ ]
વીતરાગ સ્તુતિ સંચય આત્મનિન્દા દ્વાત્રિશિકા – પદ્યાનુવાદ
[૧૫] સવે સુરેન્દ્રોને નમેલા મુકુટ તેના જે મણિ, તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેના ઘણી, આ વિશ્વનાં દુખો બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજે જગબંધુ તુમ એમ સર્વદા ઈરછુ વિભુ.
[૧૬] વિતરાગ હે કૃતકૃત્ય ભગવન આપને શું વિનવું, હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું, શું અથીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો પૂરી ભક્તિ પાસે યુક્તિ ઓ એ ના ઘરે,
[૧પ૭] હે નાથ ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તે રહ્યાં ગુણ આપતાં મુજ ચિત્તરૂપી શુક્તિમાં, અતિદૂર એ સૂર્ય પણ શું આરસીના સંગથી પ્રતિબિંબરૂપે આવી અહી ઉદ્યોતને કરતે નથી.
[૧૫૮ પ્રાણીતણાં પાપે ઘણું ભેગા કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને ભાવે સ્તવે, અતિગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું? એમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભજુ.
શરણય કરૂણસિધુ જિનજી આપ બીજા ભક્તનાં, મહામહવ્યાધિને હણો છે શુદ્ધ સેવાસક્તનાં, આનંદથી હું આપ આણું મસ્તકે નિત્યે વહુ, તેયે કહો કેશુ કારણે એ વ્યાધિનાં દુ:ખે સહુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org