________________
LL S૧]
સામાન્ય જિન સ્તુતિ
[ ૯૭ [૪૭૩] જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે, પીએ મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ઘરે તે હૃદયને પણ ધન્ય છે.
. [૪૭૪] જેની મૂર્તિ અમૃત ઝરતી ધર્મને બોધ આપે, જાણે મીઠું વચન વદતી શેક સંતાપ કાપે, જેની સેવા પ્રણય ભરથી સર્વ દેવો કરે છે, તે નિર્મોહી જિનચરણમાં ચિત્ત મારું ઠરે છે.
[૪૭૫] આત્મા તણું આનંદમાં મશગુલ રહેવા ઇરછ, સંસારના દુઃખ દર્દ થી ઝટ છુટવાને ઈચ્છ, આપ અનુપમ આશરો પ્રભુ દીનબંધુ દાસને, હું શરણે આવ્યું આપને તારો પ્રભુ તારે મને.
[૪૭૬] સુયા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિપણે, જ પ્રભુ તે કારણે આ પાત્ર આ સંસારમાં, હા ! ભક્તિ પણ ફળતી નથી. મુજ ભાવ શુન્યાચારમાં.
[૭૭] નમીએ શ્રી જિનરાજ આજ તમને દેવે તણું દેવને, વિનવીએ તુમ આગળ કરગરી આપ પ્રભુ સેવને, તુમ દર્શન વિણ મેં લહા દુ:ખ બહુ ચારે ગતિને વિષે, પૂરણ ભાગ્ય ઉદય થકી પ્રભુ મળ્યા ધ્યાવું તને અહનીશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org