Book Title: Vitrag Stuti Sanchay 1151 Stuti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ વીતરાગ સ્તુતિ સંચય [૧૫] આ પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહા દાનને, ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહા ક૯પથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. દિક્ષા તણે અભિષેક જેને જતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી, અશોક પુન્નાગ તિલક ચંપા વૃક્ષાભિત વન મહીં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૭] શ્રી વજાધર ઇદ્ર રચેલા ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે, જે પંચમુખિ લોચ કરતા કેશ વિભુ નિજ કર વડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૮] લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપયેગાના કરે પચ્ચકખાણને, જે જ્ઞાન દર્શનને મહા ચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. નિર્મળ વિપુલ મતિ મન: પર્યાવજ્ઞાન સહજે દીપતા, જે પંચ સમિતિ ગુપ્તયની યણમાળા ધારતા, દશ ભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 222