Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ ગ્રંથરાજના પ્રેરક : માર્ગદર્શક - પરમ પૂજય આચાર્યદેવશ્રી વિજય રાજયશસૂરીશ્વજી મ.સા. પરમ પૂજય દાદા ગુરૂદેવશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પરમ કૃપાપાત્ર તીર્થ પ્રભાવક પ.પૂ. ગુરૂદેવશ્રી વિજય વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પરમ પટ્ટપ્રભાવક આજીવન ગુરૂનિશ્રાસેવી, ભારતીય દર્શન શાસ્ત્રના અધ્યેતા, જૈનાગમના પરમ અભ્યાસી, જૈનોદ્વાર તથા જિર્ણોદ્ધારના પ્રખર હિમાયતી, શ્રી ભરૂચતીર્થ (દક્ષિણ ગુજરાત) શ્રી ઉવસગ્ગહરંતીર્થ (મધ્યપ્રદેશ) શ્રી કુલપાકજી-હૈદ્રાબાદ (દક્ષિણ ભારત) શ્રી બનારસ તીર્થ (ઉત્તર પ્રદેશ) શ્રી ગોડીજી પાર્શ્વનાથ-પદ્માવતી તીર્થ (અમદાવાદ-ગુજરાત) આદિ. અનેક તીર્થોના માર્ગદર્શક તથા ઉદ્ધારક, સિદ્ધહસ્ત લેખક, જગતની અનેક ભાષાઓ ઉપરનું અદ્ભુત પ્રભુત્વ ધરાવનાર, કલા સાહિત્યના મર્મજ્ઞ, સૂરિમંત્ર સમારાધક, પ્રતિભાસંપન્ન કાવ્યકાર, પ્રખર પ્રવચનકાર, પ્રકાંડ પંડિતવર્ય, મહાન તપસ્વી, જયોતિષ શાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રાના પ્રખર જ્ઞાતા, અનેકવિધ શાસનપ્રભાવનાની લ્હાણી કરનાર, પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરિજી મ.સા જેમના શુભ હસ્તે આજસુધીમાં સંખ્યાબંધ શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનો, પ્રતિષ્ઠાઓ, અનુષ્ઠાનો, અંજનશલાકાઓ અનેક સ્થળે થયા છે અને આજેપણ થતા રહ્યા છે. સૂચિત શ્રમણગ્રંથયોજનાનું સુંદર-સફળ પ્રકાશન પૂજયશ્રીની અખૂટ વાત્સલ્યતા અને શુભ પ્રેરણાને આભારી છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 720