Book Title: Vishva Vandya Vichar Ratnakar Author(s): Chotalal Jivanlal Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako View full book textPage 4
________________ प्रास्ताविक उल्लेख શ્રી મહાકાલ માસિકના તંત્રી શ્રી છોટાલાલ જીવનલાલ એક તરવવિદ્ મહાપુરુષ હતા, અને યોગિનીકુમારીની અદ્ભુત રસભરી વાર્તા અને તેમના વિવિધ બોધપ્રદ લેખાપ્રતિ સમગ્ર ગુજરાતની જનતાનું પ્રબલ આકર્ષણ હતું એ સર્વવિદિત છે. માત્ર તત્વવિદ્યાના જ નહિ પરંતુ મનુય જીવનને ઉન્નત કરવામાં અત્યંત ઉપયોગી થાય તેવી સર્વ વિદ્યાકલાના વિષયો મહાકાલ માસિકમાં પ્રતિમાસ તેમની રસભરી લેખિનીથી લખાતા, અને ગુજરાતની જનતા તેમના લેખ માટે શ્રીમથી તપેલા જેમ વર્ષાની રાહ જુએ તેમ એક માસ વીતતાં તે અત્યંત આતુરતાપૂર્વક રાહ જોતી. ગુજરાતી ભાષાને સુંદર, સરળ, અર્થઘન અને રસમય શૈલીથી અલંકૃત કરવાનું કાર્ય આરંભમાં તેમણે જ કરેલું છે, એ સાક્ષરવર શ્રીયુત ૨. વ. દેશાઈ જ નહિ પરંતુ અનેક વિદ્વાને આજે સ્વીકારતા થયા છે. તેઓશ્રીની લેખિનીને આ પ્રભાવ પ્રધાનપણે સંવત્ ૧૯૬૦ પછી વધારે અનુભવમાં આવ્યો છે. શ્રી મહાકાલ માસિપ્રતિ તે પછી સંસ્કારી જનતાનું અત્યંત પ્રબલ આકર્ષણ થયું છે. ગિનીકુમારીની કથાનો આરંભ ત્યારથી જ થયો છે અને તદુપરાંત અનેક ચમત્કૃતિપૂર્ણ લેખ લખાયા છે. આ રીતે આરોગ્યશાસ્ત્ર, વિજ્ઞાન, રસશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને વિદ્યાકલાની અનેક શાખાઓમાં વિવિધ લેખોથી ગુજરાતી સાહિત્યને તેમણે એટલું સમૃદ્ધ કર્યું છે કે આવી અનેક શાખાઓમાં ઉન્નતિ કરનાર સાહિત્ય-સર્જક તરીકે તેમનું સ્થાન અદ્વિતીય છે. પ્રત્યેક વિષયને ચર્ચવાની તેમની સરળ શૈલી અને વિષયનું સર્વદેશી સ્પષ્ટીકરણ, ગરદન વિષયોમાં પણ સામાન્ય મતિને પ્રબુદ્ધ કરવા સમર્થ છે. તેઓશ્રીની લેખિનીને પ્રભાવ ચમત્કારિક છે ! એમના શબ્દો ચિતન્યથી ભરેલા છે. તે જડમાં પણ પ્રાણ પૂરવા સમર્થ છે. દુઃખીને સુખાનુભવમાં રમતમાં મૂકી દે છે. શોકાતુરને ક્ષણમાં હસતે કરે છે, માંદાને આરોગ્યના માર્ગે ચઢાવી દે છે ! આવી અસાધારણ શક્તિશાળી તેમની લેખિની ! એમના લેખે વાંચવા કોણ આતુર ન હોય? જેણે મહાકાલ માસિક વાંચ્યાં છે, તે તે નિત્ય ઝંખી રહ્યા છે. શ્રીમદ્ માસ્તર સાહેબ (શ્રીમાન છો. જી.) નું સર્વ સાહિત્ય એકત્રિત ગદ્યરૂપે પ્રકટ થવું જ જોઈએ. સંવત ૧૯૬૮ના માર્ગશીર્ષ કૃષ્ણ પમીએ તેઓશ્રીના દેહવિલય પછી, શ્રીમદ્ ઉપેન્દ્ર ભગવાન પ્રતિ, અનેક સજજને, સંભવિત, પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ તે માટે વિજ્ઞપ્તિ કરી છે. સંયોગPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 182