Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 286
________________ ૨૭૩ ૧૭. સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારી જોવી નહિં. (એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.) ૧૮. વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દૃષ્ટિ પડિલેહણ કરવું જોઈએ. ૧૯. બીજા સાધુના પાતરાં તરફ નજર ન કરવી કે‘એને શું આપ્યું ?’ કે ‘એણે શું વાપર્યું’ આદિ. ૨૦. સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છોડવી જોઈએ. ૨૧. ઓછું, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓ આવે છે. ૨૨. કોઈપણ સાધુ કામ બતાવે તો હર્ષપૂર્વક તે કામ કરવા તૈયાર થવું જોઈએ. ૨૩. સંયમના ઉપકરણો સિવાયની ચીજોનો ઉપયોગ સાધુ માટે અનિષ્ટ છે. ૨૪. ‘સારી વસ્તુ બીજાઓને ભલે મલો ! મારે ગમે તે વસ્તુથી ચાલશે’’ આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. ૨૫. વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે ‘આ ગોચરી...પાણી વાપરું ? ૨૬. બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ॰ સાધુ માટે ઉચિત નથી. ૨૭. સવારમાં ઉઠતાં જ શ્રી નવકારમહામંત્રનું સ્મરણ કરવું જોઈએ, અને ગુરુમહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણનો ભાવ કેળવવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302