Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 294
________________ ૨૮૧ A ૪૮. જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજન વગરની કોઈ જ હતી પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. ૪૯. વિચારોમાં ઉદારતા, સ્વાર્થરહિતપણું અને | પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજવલતર બનાવવામાં વધુ ચોક્કસ રીતે ફલવતી થાય છે. લિ ૫૦. “હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમનો અધિકારી છું.” આ જાતની જવાબદારી ની સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારો કે શુદ્ર ને આ સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય છે. ૫૧. સાધુને ચિંતા હોય તો એક જ કે “ભવભ્રમણથી જ શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંયમની પાલના મિ ગુરુચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું Kિ મોટામાં મોટું દૂષણ છે. | પર. મોટા બેરિસ્ટરો કે વકીલો ગિની-સોનામહોરોના આ હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતાં ન હોય છે, તો તેના કરતાં પણ સંયમી જીવનનો એકેક ક્ષણ પણ અમૂલ્ય છે તેથી નિપ્રયોજન વાતો કે અનુપયોગી વિક પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. | પ૩. જે સાધુ ઇન્દ્રિયોના વિકારોને પોષવામાં કપડાંઆ શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય છે તેનું જીવન અધોગામી જ બને છે. - ૫૪. સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302