________________
૨૮૨
જોઈએ. નિષ્પ્રયોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી.
નથી.
૫૫. સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા
કેળવવી.
૫૬. ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં રોગ ન થાય.
૫૭. સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે વેલાએ મન ધર્મધ્યાનમાં જલ્દી વળી શકે છે.
૫૮. સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરવો.
૫૯. સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયોપેત, નિરવદ્ય અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ.
૬૦. ગુરુમહારાજનો ઠપકો મિષ્ટાન કરતા પણ વધારે મીઠો લાગવો જોઈએ.
૬૧. સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રોગી બનતો નથી. ૬૨. બ્રહ્મચર્ય-ભંગથી બાકીના ચાર મહાવ્રતોનો પણ ભંગ થઈ જાય છે.
૬૩. સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય. આ લોક કરતા પરલોકની ચિંતા વધુ હોય છે.
૬૪. સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ-વિદ્યા કરી પોતાને હોશિયાર માને તે સાધુ ન કહેવાય.
૬૫. દરેક ધર્મ ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા