Book Title: Vimalnath Prabhu Charitra Author(s): Gyansagar Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ સમયાનુસાર કેટલી બંધબેસતી સ્થિતિ છે, કેવું અને કેટલું ભવ્ય જીવોને અનુકરણ કરવું શકય છે સાથે વર્તમાન કાળમાં હેય, ય, અને ઉપાદેય ટલું છે તેને પણ અનુભવ થાય છે. તીર્થક ચરિત્રનું શ્રવણ કલ્પસૂત્રધારા પર્યુષણ પર્વમાં જેને પ્રજાને સર્વથા સોખ હેઈ દરવર્ષે નિયમિત તક મળે છે. વળી ત્રિશલાકાપુરૂષચરિત્ર જે કે પૂર્વાચાર્ય રચિત છે તે વગેરેમાં પણ પરમાત્મા દેવોના ચરિત્ર ઉપલબ્ધ થાય છે કે જેમાંથી વધતા ઓછા અંશે પણ વાચક તેનો લાભ મેળવે છે, પરંતુ આવા દેવાધિદેવનાં ચરિત્રો હજુ પણ મૂળ-સંસ્કૃત પ્રાકૃત ભાષામાં બહુવિધ ઉપકારક અને વિસ્તર્ણ એટલા બધા છે કે, વર્તમાન કાળમાં આપણે સમુદાય તે ભાષાને અભ્યાસી ન હોવાથી તે તે મહાપુરુષના ગુણભંડારોનું અજાણપણું રહી જવા પામે છે; વળી એકજ 2 થમાં અનેક મહા પુરૂષને ચરિત્ર હોવાથી તે સંક્ષિપ્તમાં પણ હોય તેથી એક એક તીર્થકર ભગવાનનું ચરિત્ર સંપૂર્ણ અંશે, વિવિધ અનેક ઉપદેશક અંતર્ગત કથાઓ સહિત, પ્રતિભાશાળી, મનહર રસગેવ શૈલીથી અલંકૃત કરેલ હોય અને તે પ્રાચીન મહાત્માની કૃતિનું હોય, જેથી તેવા ચરિત્રમાંથી તત્ત્વ પ્રાપ્તિનો જનસમુદાય અલભ્ય લાભ મેળવી શકે. તેથી તેવા જ તીર્થંકર પ્રભુના ચરિત્રોનું ગુજરાતી ભાષામાં સરલ ભાષાંતર કરી પ્રગટ કરવાને શુભ પ્રયન હોવાથી આવો પ્રબંધ કેટલાક વખતથી સભાએ શરૂ કર્યો છે. જેમાંથી શ્રી નેમનાય પ્રભુ તથા શ્રા સુપાર્શ્વનાથ પ્રભુનાં ચરિત્ર પ્રકટ કરેલાં છે, જેનો લાભ સારી રીતે જન સમાજે લધેલો હોવાથી અને સભાની આ પ્રવૃત્તિ પ્રશંસનીય સાહિત્ય સેવારૂપ હેવાથી અને તે ચાલુ રાખવાની ઘણી માંગણી અને સુચનાઓ કેટલેક સ્થળેથી થતી હોવાથી, તેનાજ પ્રયત્નરૂપે આ શ્રી જ્ઞાનસાગરસૂરિ રચિત શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરાવી જન સમાજની સેવામાં મુકીયે છીયે. હજી તેવોજ વિશેષ પ્રબંધ શરૂ હોવા તરિકે શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર તથા ચરમ તીર્થકર શ્રી મહાવીરદેવનું ચરિત્ર (જે કે પ્રાકૃત ઘણુંજ પ્રાચીન, રસિક અને તત્વજ્ઞાનની વિવિધ હકીકત અને કથાઓ સાથેનું છે ) કે જેના ભાષાંતર તૈયાર થઈ ગયેલાં છે, તે પણ આર્થિક સહાય મળતાં પ્રગટ કરવાનો શુભ પ્રયત્ન આ સભાને છે. આવા જન કથાનુયોગનું પરિશિલન કરવાથી બીજા કરતાં તે સમાજ ઉપર વિશેષ મહાન ઉપકાર કરી શકે છે. આ ગ્રંથ પણ તેજ હોઈ તે સાથે તેમાં આવેલ ક્રમવાર કથાઓની અલૌકિક રચના, છુપાયેલો તાત્વિકબધ અસાધારણ ગૌરવશાળી હોઈ આ સ્થાગ્રંથ સર્વ મુમુક્ષુઓને સર્વ રીતે ઉપયોગી થઈ પડશે, તેમ અનુભવતાં તેને અનુવાદ કરાવી તેની સાર્થકતા થવા આજે જિજ્ઞાસુઓની આગળ મુકવા પ્રયત્નશીલ થયેલ છીએ. પૂર્વાચાર્યની કૃતિના આવા અનેક ગ્રંથોમાંથી આ શ્રીમાન જ્ઞાનસાગરસૂરિની કૃતિરૂપ * અવાસે છે. શ્રી વિમલનાથ ચરિત્ર એક અદિતિય જીવનચરિત્રના શિક્ષારપ બધપ્રદ * ગ્રંથ છે. આ ચરિત્રના રચવામાં મુખ્ય ઉદ્દેશ પ્રયોજન એ છે કે ભવ્યા ભાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું સ્વરૂપ સમજી તેને પ્રભાવ જાણી તેને આદર કરી મોક્ષ મેળવે. શ્રી સ્વંભતીર્થ–ખંભાતમાં વ્યવહાર-વ્યાપારમાં કુશળ શ્રી હરિપતિ નામના સંધપતિ પંથકાર મહાત્માને a હતા, જેમણે સંવત ૧૪૫ર ની સાલમાં સંધ લઇ કે જે સંધમાં સાત જીન પરિચય, આ મંદિર હતા, તે સાથે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી, અને તેઓએ * શ્રી રત્નસિંહસૂરિ અને સાધ્વીવર્ગમાં શિરોમણી શ્રી રત્નચૂલા સાથ્વી મહારાજના પગલાં પધરાવ્યા હતાં. તે સંધપતિ હરીપતિ શેઠની નામલદે નામની સુપત્નીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 360