Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 11
________________ દશનને લાભ તેના ભાગ્યને થાય છે. અને કેવળી, ભગવત તેને આપઘાત કરતાં ઉપદેશ આપી તેને પૂર્વભવ કહી) અટકાવે છે. ધર્મ પમાડે છે, એ ઉપદેશમાં અવાંતર શ્રી જિનેશ્વર દેવની પૂજા ઉપર દેવપાળની કથા, દેવતત્વનું સ્વરૂપ, ગુરૂતત્વનું વર્ણન સાથે શ્રેષ્ઠીપુત્ર મુગ્ધની કથા, સાથે ધર્મતત્તરના વિવેચન સાથે અમરસિંહ તથા પૂર્ણ કળશની કથા અને તે કથાને ઉપનય ઘાવી છેવટે પૂર્ણકળશ રાજાએ દિક્ષા ગ્રહણ કરી, જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન કરતાં કષાયજયા, ઈન્દ્રિયજયા, અષ્ટકર્મસુદન. સર્વાંગસુંદર, પંચમભૂષણ વગેરે નામના અનેક તપનું વિધિ સહિત આરાધન કરી, સ્વાર્થસિદ્ધિ વિમાનમાં જઈ, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લઈ, દિક્ષા ગ્રહણ કરી. ઉત્તમ તપથી કમને ક્ષય કરી સિદ્ધિને પામશે. એ વગેરે અનેક ઉત્તમ કથાએ આપી ગ્રંથકર્તાશ્રી બીજે સગ પૂર્ણ કરે છે. આ સર્ગમાં આવેલ કથાઓ અતિ પ્રભાવશાળી અને રસયુક્ત છે, જેના વાંચનથી આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. પા. ૧૦૦ થી ૧૩૬ (તૃતીય સર્ગ) ભાવાધિકાર. ( ૫. ૧૩૭ થી ૨૦૭ ધર્મકામની ચોથી શાખા ભાવ તેને અધિકાર શ્રીમાનું બ્રગુપ્તસૂરિ મહારાજ શ્રી પદ્મસેન રાજાને સંભળાવે છે. દાન, શીયળ, તપથી મનુષ્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી પરંતુ ભાવ નામની શાખાથીજ મેક્ષ મેળવાની મહાન શકિત ઉત્પન્ન થાય છે. પરિણામ રહિત મનુષ્યને ભાવરૂપી શાખાથી જેમ ધર્મની પુષ્ટિ થાય છે. જેમ રઈ લવણ નાખવાથી રસવાળા થાય છે, ભેજન ઘી વડે તાકાત આપનારું થાય છે, તેમ સર્વ ગુણના નિધાનરૂપ ધર્મ ભાવનાથી જ સંપૂર્ણ બને છે. દાનાદિ વગેરે ધર્મમાં ભાવધર્મ હોય તો જ સોનું અને સુગંધ મન્યા જેવું થાય છે. દયાદાન કરવું તે સુખ આપનારૂં છે; પરંતુ કળીયુગમાં ઘણું દુષ્કર છે, કારણકે આ યુગમાં પ્રાણીઓ આરંભ સમારંભમાં તત્પર હોય છે. વળી ધર્મોપણુંભ દાન કરવા કહેલ છે, પરંતુ કાળ તથા પાત્ર વગેરેને એગ દુર્લભ છે. શીલ તે મુક્તિરૂ પી લક્ષમીની લીલાવાળું છે, પરંતુ તેનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે. તપ આ સંસારમાં સંતાપરૂપ તડકામાં છાયાદાર વૃક્ષના જેવું છે, પરંતુ તેની અંદર ઇંદ્રિયોને જય કર સુગમ નથી, જેથી સુખથી સેવી શકાય એવી આ ધમની ચેથી શાખા રૂપ ભાવ ભવ્યજીને ધારણ કરવા જેવો છે, કે જેનાથી ચંદ્રોદરને થોડા વખતમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ. અહિં ગુરૂમહારાજ ચંદરની કથા કહે છે, અને કથાને ઉપનય ઘટાવે છે. સાથે પંચપરમેષ્ટી મંત્રને મહિમા જણાવી તેને વિધિ પણ આ કથામાં બતાવે છે, જે સેવા અને ઉપાદેય છે. એક વખતે જ્ઞાનથી યુક્ત એવા ધમાલ નામના આચાર્ય ઘણા શિગેના પરિવાર સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 360