________________
સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ પ્રવચન માતાની સેવા કરવાનો રાજાને ઉપદેશ આપતાં ઈર્યાસમિતિ ઉપર વરદત્તની કથા, બીજી ભાષાસમિતિ ઉપર સંગત સાધુની કથા, ત્રીજી એષણસમિતિનું વર્ણન અને તેના ઉપર ધનશર્મા અને ધર્મરૂચિ મુનિની કથા, ચેથી આદાન સમિતિ ઉપર સોમીલાચાર્યની કથા અને પાંચમી ઉત્સર્ગ સમિતિ ઉપર ધર્મરૂચિ મુનીની કથા તેમજ મનગુપ્તિ ઉપર જિનદાસની કથા, વચનગુપ્તિ ઉપર ગુણદત્ત સાધુની કથા અને કાયમુર્તિ ઉપર માર્ગે ચાલતા એક સાધુની કથા, એ અષ્ટ પ્રવચનના સમજ અને તે ઉપર કથા તે સાથે બીજા કેટલાક ઉપદેશ પદ્ધસેન મુનિને આચાર્ય મહારાજ આપે છે જે મનનીય, સુંદર અને ગ્રાહ્ય છે. પા. ૧૭૯ થી પા. ૨૦૨.
ત્યારબાદ પાસેન મુનિએ સર્વ સિદ્ધાંતનું અવલોકન કર્યું અને પછી તે મુનિએ પિતાના પૂર્વના દુષ્કર્મોને ક્ષય કરવા તપ કરવા માંડયું. બાવીશ પરિષહો અને દેવે તિર્યંચ અને મનુષ્યએ કરેલા ચાર પ્રકારના ઉપસર્ગો પોતાના હિત માટે શમતાભાવે સહન કર્યા. પછી કઈ વખતે ગુરૂની આજ્ઞા લઈ ગણમાંથી જુદા નીકળી સાધુની બાર પ્રતિમા વહન કરી અને શુભ વાસનાથી વાસિત થયેલ તે વૈરાગ્યવાન મુનિ પહ્મસેને વિધિપૂર્વક 'વીશ સ્થાનકની આરાધના કરી. અહિ વિશસ્થાનકની આરાધના આ મુનિવર્યો કેવી રીતે કરી તેનું સ્કૂટ અને જાણવા લાયક વર્ણન શ્રી જ્ઞાન સાગરસૂરિ મહારાજે બહુજ સુંદર શિલીથી આપેલ છે. જેનું મનન કરવાથી સંસારમાં પરિતાપ પામેલ આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. પા. ૨૦૨ થી ૨૦૭
આ પ્રમાણે ધર્મધ્યાનમાં તત્પર એવા તે પદ્મસેન મુનિ આખો ક્ષય થતાં મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલેકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. આ પદ્ધસેન મુનિ તેજ કે આ ચરિત્રમાં જેનું વર્ણન કરેલ છે, તે દેવાધિદેવ તેરમા તીર્થંકર ભગવાન આ ચરિત્રનાયક શ્રી વિમલનાથ પ્રભુને આગલે ત્રીજો ભવ છે કે જેમણે મુનિધર્મમાં વિશ સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામક ઉપાર્જન કર્યું. તે મહાન પુરૂષે તે દેવલોકમાં દેવતાનું સુખ ભોગવી આયુષ્ય પૂર્ણ કરી શ્રી તીર્થંકર પ્રભુ તરીકે જન્મ લે છે તે હવે પછી ચેથા સર્ટમાં કહેવામાં આવે છે.
(ચતુર્થસર્ગ) શ્રી વિમલનાથ પ્રભુના જન્મ, દિક્ષા. અને કેવળજ્ઞાન વર્ણન.
(પા. ૨૦૯ થી ૨૭૫. ) આ સર્ગમાં વિમલનાથ પ્રભુનું ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળજ્ઞાન એ ચાર કલ્યાણકેનું વર્ણન આપવામાં આવે છે. જંબુદ્વીપમાં આવેલ ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં કૃતવર્મ રાજા છે, જેને શ્યામા નામે રાણી છે. હવે પદ્મસેન રાજાને જીવ સહસ્ત્રાર દેવલોકમાં વસુખ ભોગવી વૈશાક માસની શુકલ બારશના દિવસે ચંદ્ર ઉત્તરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org