Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ આરાધન કરનાર સંસાર સમુદ્ર તરે છે ત્યારે દાનગુણથી દાતા અને દાન ગ્રહણ કરનાર - બને સંસાર સમુદ્ર તરી જાય છે, તેથી સર્વથી દાનપુણ અધિક છે. વગેરે દાનગુણને મહિમા અને દાન આપવાથી કીર્તિ, મહત્તાને આત્મકલ્યાણની પ્રાપ્તિ રત્નચૂડકુમારને કેમ થઈ, તે કથા દાનના પ્રકારો સાથે શ્રીમાન બ્રહ્મગુપ્તસૂરિ શ્રી પદ્મસેન રાજાને કહી સંભળાવે છે, જે વાંચવાથી કેઈપણ પ્રાણી દાનધર્મ ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળે થયા સિવાય રહેતો નથી. પા. ૪૧ થી ૭૨. અહિં દાનધર્માધિકાર નામનો પ્રથમ સર્ગ પૂર્ણ થાય છે. (દ્વિતીય સર્ગ.) શીલધર્માધિકાર. (પા. ૭૩ થી ૧૩૬) આ સગમાં આચાર્ય મહારાજ ધર્મરૂપી કલ્પવૃક્ષની બીજી શાખા શીલધર્મોધિકાર વિષે ઉપદેશ કરે છે, જે મનુષ્ય શીલનું પાલન કરે છે તેને વિપત્તિઓ સપત્તિ થઈ જાય છે. શત્રુ સ્વજન થાય છે, જંગલમાં મંગળ બને છે, સુરાસુરે ઇચ્છિત આપનાર થઈ જાય છે, હિંસક પ્રાણીઓ વૈરભાવ ભુલી જાય છે, એટલે કે સર્વ વામાં ઉત્તમ એવું શીલત્રત આસ્તિક મનુષ્યએ સદા પાળવા યોગ્ય છે. શીલ વ્રતનું પાલન કરવાથી આલેકમાં કીતિ અને પરલોકમાં સ્વર્ગ તથા મોક્ષ, સતી શીલવતીની જેમ પ્રાપ્ત કરે છે. શીલના મહાગ્ય ઉપર શીલવતીની કથા અહિં આપવામાં આવે છે. જે કથા રસિક, બેધ લેવા લાયક અને ગૌરવ યુકત છે. પા. ૭૩ થી ૧૦૧. તપ નામની ધમકલ્પદ્રુમની ત્રીજી શાખાનું વ્યાખ્યાન સૂરિમહારાજ હવે આપે છે. હરીકેશીબળ વિગેરે જે લોકોત્તર મહર્ષિઓ હિનકુલમાં ઉત્પન્ન થયેલા છતાં, પ્રભુતા અને દેવતાઓ વડે સેવિત થઈ, આ વિશ્વ ઉપર વિખ્યાત થઈ ગયા, તે તપનું જ ફળ છે. ઉત્તમ પુરૂષને તાપ ઉત્પન્ન કરે તેવા મહા પાપ લાગી ગયાં હોય, તેવા પાપને ક્ષય તપથી ક્ષણ માત્રમાં થઈ જાય છે. તે તપ બાર પ્રકારે છે. તે તપવડે યુદ્ધ કરવાથી સર્વ શત્રુઓને મનુષ્ય પૂર્ણ રીતે જીતી લે છે તેમ તપવડે વિગ્રહ-શરિર ખપાવતે ક્ષમાધારી પુરૂષ ચંદ્રહાસ-ચંદ્રના પ્રકાશ જેવા તેજને ધારણ કરતા નિર્ધન છતા અંતર સર્વ શત્રુઓને પૂર્ણ રીતે જીતીલે છે. દેહની અંદર અન્નપાનને પ્રવેશ અટકાવાય નહિ ત્યાં સુધી તે દેહના કિલ્લામાં રહેલા કર્મરૂપી શત્રુઓનો વિજય થઈ શકતો નથી. તપના આરાધનથી આ લેકમાં લબ્ધિઓ મળે છે અને પરલોકમાં શિવસંપત્તિ પ્રાપ્ત થાય છે. પૂર્વે દુકૃત્ય કર્યા હોય તે પણ જે પ્રાણી આદરથી દુષ્કર તપ આચરે છે તે તે નિર્ભાગ્યની જેમ ઉંચા પ્રકારનાં સુખ ભોગવે છે. અહિં પદ્મસેન રાજાએ નિભગ્ય કેણ હતો, તે પૂછવાથી શ્રી બ્રહ્મગુપ્તસૂરિજી નિર્ભાગ્યની કથા કહે છે. તે નિર્ભાગ્ય દુઃખથી કંટાળી પર્વત પરથી પી આપઘાત કરતે હતો એવામાં ત્યાં શ્રીમાનદ કેવળી ભગવંતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 360