Book Title: Vimalnath Prabhu Charitra Author(s): Gyansagar Publisher: Atmanand Jain Sabha View full book textPage 9
________________ વિનંતિથી શ્રી જ્ઞાનસાગર સૂરિજી કહે છે કે હું શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્ર કહું છું. પ્રથમ તિર્યગલેકની અંદર આવેલ મેરૂ પર્વત અને અરિહતેનું આગમન જે અઢીદ્વિીપ સિવાય બીજે થતું નથી, તે અઢીદ્વીપનું તેની અંદર આવેલ કર્મભૂમિ અકર્મભૂમી તથા અંતરનું વર્ણન, તથા જંબુદ્વીપનું વર્ણન આપવામાં આવેલ છે. ત્યારબાદ ધાતકીખંડનું વર્ણન આપતાં તેમાં આવેલ પ્રગવિદેહ નામના ક્ષેત્રમાં રહેલ તીર્થકરે અને અન્ય મનુષ્યની સ્થિતિ પ્રકૃતિનું વિવેચન કરી, શ્રત કેવળીએ કહેલા પૂર્વ વિદેહની અંદર ભરત નામે એક વિજય આવેલું છે. તેમાં મહાપુરી નામે એક નગર છે, તેની ઓળખ આપી તે નગરીમાં એક પઘસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજા એ ક વખતે રાત્રિને છેલ્લે પહોરે વિચાર કરવા લાગે છે. મનુષ્યને ગુરૂ સિવાય મોક્ષપદનું સ્થાન થતું નથી, માટે કઈ મારે ધર્મગુરૂ હોય તો વધારે સારું ! પ્રાતઃકાળ થતાં કચેરીમાં આવતાં તેના ભાગ્યયોગે તે નગરીની બહાર શ્રી બ્રહ્મગુપ્ત નામના એક સૂરિજી શિષ્યોના પરિવાર સહિત પધારે છે, જેમની વધામણ વનપાલકે રાજાને આપતાં પરિવાર સહિત રાજા શ્રી સૂરિ મહારાજને વંદના કરવા તે વનમાં આવે છે, જ્યાં સૂરિમહારાજને વિધિપૂર્વક રાજા વંદના કરી, પિતાને ઉચ્ચ અને નિર્ભય કરવા વિનંતિ કરે છે. આચાર્ય મહારાજે રાજાને ઉપદેશ આપતાં જણાવ્યું કે, કર્મો અને જો કાળથી અનાદિ છે. જીવ પ્રાયઃ કરીને વનસ્પતિમાં રહે છે, ત્યાંથી ચડતાં બાદર, નિગોદ, પૃથ્વીકાય વિકસેન્દ્રિયમાં, પછી પંચેન્દ્રિયમાં આવે છે; તે રીતે તેનું તેમજ વ્યવહારરાશી, અવ્યવહારરાશી તથા નારકી વગેરે જીની કાયસ્થિતિ તથા આયુષ્યનું વિવેચન કરી, સર્વ પ્રકારની આશાને પુરનારે, દશ દષ્ટાંતથી દૂર્લભ એવો ચિંતામણિ સમાન મનુષ્યભવ અને તેની ઉપયોગીતાનું વર્ણન કરવામાં આવે છે, તે સંક્ષિપ્તમાં હોવા છતાં જાણવા યોગ્ય છે. મનુષ્યભવમાંજ ધર્મરૂપી રાજા મળી શકે છે. જે ધર્મ નિર્ધનને ધન અને અસહાયને સહાય કરવામાં શ્રેષ્ઠ છે. ધર્મથી સારા કુળમાં જન્મ થાય છે, ધર્મથી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે, ધર્મથી પ્રભુપણું, ઈન્દ્રપણું, તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આ ત્રલોકમાં જે જે શુભ વસ્તુ છે, તે સર્વ ધર્મના પ્રાસાદથી પ્રાપ્ત થાય છે. તે ધર્મ સુબુદ્ધિમંત્રીને શ્રેષ્ઠ અને સખાવતી કેમ સડાય થઈ પડે તેની અવાંતર કથા પ્રથમ અહીં આપવામાં આવી છે, સાથે પકડયું છે તે છોડવું નહિં તેવા કદાગ્રહથી કુલપુવક જેના અંગે ભાંગે છે તે દષ્ટાંત આપે છે. આ બન્ને વિષય ઉપર સુબુદ્ધિ મંત્રીએ પોતાના રાજા જિતશત્રુને આપેલે ઉપદેશ તથા ધર્મના આરાધનથી સુબુદ્ધિ છેવટે મેક્ષ લક્ષમીને કેમ પ્રાપ્ત થયા તે આ કથામાં આપેલ છે. કથા એટલી બધી રસિક છે કે જેના મનનપૂર્વક વાંચનથી બાળજી ધર્મની સન્મુખ થાય છે. પા. ૧૪ થી ૪૧. ધમરૂપી કલ્પવૃક્ષનું મહામ્ય, અને તે દાન, શીલ, તપ ને ભાવ એ ચાર શાખા વાળો છે, જેમાં દાનધર્મ એ મુખ્ય છે. તે ગુણથી બીજા સર્વ ગુણો પ્રકાશમાન થાય છે, પણ બીજા ગુણેથી દાનગુણું પ્રકાશમાન થતું નથી, તેમજ બીજા ગુણથી માત્ર તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 360