Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના. g. સં સ્કૃત અને માગધી ભાષામાં પ્રાચીન મહાત્માઓ, કવિઓએ જનસમૂહના કલ્યાણ માટે ૧૧ અનેક જાતના પ્રવર્તન કરેલાં છે, જે ચાર અનુયોગમાં વર્તમાનકાળે આપણી * દષ્ટિએ પડે છે. જેમાં બીજો અનુયોગ કરતાં ચરિતાનુગને પ્રાધાન્યપણું આપવાનું કારણ એજ છે કે, તેનાથી બાળ જીવો સરલતા તેમજ સહેલાઈથી, સદાચાર અને સદબોધના શિક્ષણ મેળવી શકે છે, અને જેટલી અસર કથાનુયોગથી થાય છે તેટલી બીજાથી થતી નથી. આવા પુર્વાચાર્યોના સંસ્કૃત પ્રાકૃતમાં ગદ્ય પદ્યાત્મક, રચેલા ચરિત્રો સરલ ભાષામાં જનસમૂહની પાસે મુકવામાં ઘણું લાભ સમાયેલા છે. તે વખતના ધર્મ ભાવનાના અદ્ભુત અને સમૃદ્ધિશાળી તો, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ કે ધર્મારાધનાના ફળરૂપે જે તે સમયે પ્રસિદ્ધિ પામ્યા હોય તેનું મહાભ્ય વર્તમાન કાળમાં આવા ગ્રંથરૂપે પ્રગટ કરવાથી તેના વાચકોજિજ્ઞાસુઓની ધર્મશ્રદ્ધા વૃદ્ધિ પામવા સાથે વ્યવહારિક ઉન્નતિના કારણભૂત નીતિના માર્ગનું અનુસરણ અથવા દિગ્દર્શન ઉત્તમ પ્રકારે થાય છે. જૈન કથાનુયોગમાં ત્યાગી મહાત્માઓ, તથા સંસારી જીવો વગેરે અનેક ઉત્તમ પુરૂષનાં ચરિત્રા આવે છે, તેમાં પણ જીતેશ્વર-તીર્થ કર મહારાજા એનાં ચરિત્રો તે ઉત્તમોત્તમ હોય છે. વર્તમાન સમયે આ ક્ષેત્રમાં જીનેશ્વર ભગવાનનો અભાવ હોવા છતાં આવા પવિત્ર પુરૂષોની પ્રતિમાના આલંબનવડે સેંકડો ભવ્યાત્માઓ ભવજળ તરી ગયા છે; તેવા ઉત્તમ મહાપુરૂષ તીર્થકરના મહાન પદને પ્રાપ્ત કરવામાં તેવા પુરૂષોએ પૂર્વે કેવા કેવા પ્રકારની ધમાંરાધના કરી, કર્મનિર્જરાના વિપુલ મંત્રને કેવી રીતે સાધીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી સિદ્ધ પરમાત્મા થઈ શક્યા. અનાદિ કાળથી આમાને લાગેલા કર્મરૂપી કાદવને દૂર કરી દેવી જાતના આત્મભોગે પરમ પદ મેળવી શક્યા તેનું દિગ્દર્શન અને અનુભવ થવા માટે આવા મહાન પુરૂષોના ચરિત્ર જીવોની દષ્ટિ મર્યાદામાં આવવા જોઈએ, અને તેવા હેતુને લઈને જ આ સભા મુખ્યત્વે કરીને વર્તમાન ચોવીસીના તીર્થકર પ્રભુનાં પૂર્વાચાર્યો ચિત ચરિત્રનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર કરાવી સમાજ પાસે મૂકે છે. પૂર્વાચાર્ય ચરિતાનુયોગથી બીજા પણ લાભ છે; તે એ કે ભૂતકાળમાં થઇ ગયેલ તે તે મહાન પુરૂષોના વિદ્યમાન વખતે તે સમયમાં દેશની સામાજિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિ કેવી હતી, તેની જાણ થવા સાથે વર્તમાન કાળમાં તે તે પરિસ્થિતિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 360