Book Title: Vijapur Bruhat Vrutant Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન જન્મભૂમિ તરફ માન ઉત્પન્ન કરાવનાર, સ્વફરજની જાગૃતી કરાવનાર, પ્રાચીન જાહેરજલાલી અને હાલની પડતી દશાની સરખામણી કરવાનું સાધન આપનાર, દેશના જુદા જુદા ધર્મો અને સ્વધર્મનું ભાન કરાવનાર, સ્વદેશ અને સ્વગામની ઉન્નતિમાં ભાગ અપવાને પ્રેરણ કરનાર, ઐતિહાસિક પૂરાવા માટે તામ્રપત્રો અને શીલાલેખે કેટલા ઉપયોગી થઈ પડે છે તે બતાવી આપનાર, જેનોની મંદિર સમૃદ્ધિ અને જ્ઞાન સમૃદ્ધિ તરફ અગાધરૂચિની સાક્ષા આપનાર આ ગ્રન્થ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રન્થમાળાના ગ્રંથાંક ૧૦૨ મા રૂપે બહાર પાડતાં આ મંડળને હર્ષ ઉત્પન્ન થાય છે. પ્રથમવૃત્તિની પ્રસ્તાવના અને આ આવૃત્તિના વક્તવ્ય તરફ ધ્યાન આપી પ્રાચીન અને અર્વાચીન સ્થીતિની તુલના કરી ઉન્નતિક્રમમાં આગળ વધવા માટે પ્રાસંગિક વિવેચનો અને સૂચનાઓ કરી છે તે ઉપર ધ્યાન આપવા વિનંતિ છે. પ્રથમવૃત્તિ-બુ સાગ્રન્થમાળાના ૩૬માં ગ્રન્થ તરીકે વિજાપુર (વિદ્યાપુર ) વૃત્તાંત એ નામે લઘુરૂપે–બહાર પડી હતી જયારે આ ગ્રન્થને વિસ્તાર મેટ થવા સાથે વિશેષ હકીકતોનો સમાવેશ થતાં તેને ભારત ગુજરાત વિજાપુર (વિદ્યાપુર) બહ૬ વૃત્તાંત એ નામ આપવામાં આવ્યું છે. ' ગુરૂશ્રીએ પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં આ ગ્રંથલેખનનું નિમિત્ત-વિજય દેવ પરમારને લેખ-ઘાંટુ સંધપુરના દેરાસરવાળો લેખ છે એમ જણાવ્યું છે. તે લેખે ઉપરાંત અન્ય લેખો અને ગ્રન્થ વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરી રહ્યા છે તેમ આ ગ્રન્થ પૂર વાંચવાથી ખાત્રી થશે. હાલનું વિજાપુર તેજ સ્થાને ત્રીજીવાર વસ્યાનું ઐતિહાસિક રીતે સાબીત થાય છે. ચાવડા રત્નાદિત્યના સમયને કુંડ જે હાલ હયાત છે ને તેમાં જે લેખ છે. તેથી સં. ૮૦૨ પૂર્વે વિજાપુર ઉપર ચાવડા રાજાઓના સત્તા હતી અને તે ઉપરથી તે પૂર્વેનું વિજાપુર હોવું જોઈએ તેમ સમજી શકાય છે. સુધર્મગ૭ પટ્ટાવલીથી વિ. સં. ૯૨૭માં વિજાપુર વસ્યું અને સંઘપુરના લેખથી વિસં. ૧૨૫૬ માં ફરી વસ્યાનું સમજી શકાય છે. ઘાંટુગમ સં. ૧૮૦૦ ના સૈકામાં હયાત હેવું જોઈએ અને વિજાપુર થયેલા મુસલમાન આક્રમણ સમયે વિજાપુરના ઇતિહાસને પ્રકાશિત કરનાર ખનાં ૪ પાટીયાં વિજાપુરના પ્રાચીન દેરાસરમાંથી બચાવી લેવામાં For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 345