________________
જે ગતિ પામવાનો હતો ત્યાં ગયો છે અને સતી થનાર સ્ત્રી પોતાના કર્મ અનુસાર દેહને પ્રાપ્ત કરવાની છે.
કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજત ધાતુ મિલાપ. ૪
અર્થ : હે સખી ! કોઈ સ્ત્રી પતિને રીઝવવા માટે ઘણાં પ્રકારનાં તપ કરે છે પણ એ તપ તે શરીરને તાપ માત્ર છે. પતિને રાજી ક૨વાનો આવો માર્ગ મને સાચો લાગ્યો નથી. એનો સાચો ઉપાય તો એના સ્વભાવ સાથે એક૨સ થવું તે છે.
કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ. ૫
અર્થ : હે સખી ! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેને ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે. અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂરી કરે છે. આ જગતને ભગવાનની લીલા માનીને, ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવાથી જ પોતાની ઇચ્છા પૂરી થશે એમ માને છે. પણ તે ખોટું છે કેમ કે એ લીલા જ દોષનો વિલાસ છે.
ચિત્ત પ્રસન્ને રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. હુ
અર્થ : હે સખી ! ચિત્તની પ્રસન્નતાથી પ્રભુ પૂજા કરવામાં આવે તો જ તે પૂજાનું અપેક્ષિત ફળ મળે, અને એ જ અખંડિત સેવા છે. માટે સ૨લ થઈને આત્માની અર્પણતા કરીએ તો ઘણા આનંદની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય.
Jain Education International
વીર-રાજપથદર્શિની - ૨
For Personal & Private Use Only
www.jainelibrary.org