Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak SabhaPage 11
________________ સંગમાં સોધમત્રી સંસારી જીવ ઉપર હારજીતનો આધાર કેટલો રહે છે તેની ચર્ચા કરે છે તે પ્રસંગ બહુ મનનીય છે. છેવટે વામદેવના હાલહવાલ થાય છે તે તેના દુર્ગુણોનું ફળ છે. બુધચરિત્રમાં પંદર બાબતો બહુ વિચારણીય બતાવે છે, સંસારને તાપ અને સાધુજીવનની શાંતિને તે સચોટ ખ્યાલ આપે છે. ચોથા પ્રસ્તાવમાં કેટલાક પ્રસંગે ઘણી લંબાણ નોટ લખી છે. આ ગ્રંથ જૈન ન હોય તેને વાંચવામાં મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખ્યું છે, છતાં પારિભાષિક શબ્દ નહિ જ આવ્યા હોય એવો દાવો તે હોઈ શકે નહિ. ચોથા પ્રસ્તાવના ચાર પરિશિષ્ટ લંબાણ નોટને છેવટે રાખવા માટે આપ્યા છે. તેમાં પપુરના નિવૃતિમાનું પરિશિષ્ટ (નં. ૩) તદ્દન શુષ્ક વિભાગ છે અને દાર્શનિક બાબતમાં રસ લેનારને જ મજા આપે તેવું છે અને પિંડવિશુદ્ધિનું પરિશિષ્ટ જૈન વાંચકને રસ આપે તેવું છે. પ્રથમ ભાગ પેઠે અહીં પણ દરેક પ્રસ્તાવની શરૂઆતમાં પાત્રો તથા નગરનું પત્રક વાંચનારની સગવડ માટે મૂક્યું છે અને “કથાસાર” શરૂઆતમાં લાંબી વાર્તા યાદ કરી જવા અથવા હકીકત સ્પષ્ટ કરવા આપેલ છે. ત્રીજા વિભાગને અંતે પાત્રો તથા સ્થાનોનું અક્ષરાનુક્રમે ઓળખાણ આપનારું પત્રક આપવાનો ઈરાદો છે. ત્રીજો ભાગ સહજ મેટો થશે તો પણ તેમાં ઉપોદઘાત વિગેરે સર્વ આપી ગ્રંથ પૂરો કરવાની ઉમેદ છે. આખો લેખ તૈયાર છે, માત્ર ઉપઘાત લખવી બાકીમાં છે. આશા છે કે ત્રીજો વિભાગ ૧૯૨૫ ની આખર સુધીમાં બહાર પાડી શકાશે. છાપખાનાની સત્વરતા ઉપર ઘણે આધાર રહે છે. આ ગ્રંથની છેવટે શ્રી પ્રભાવચરિત્રમાંથી આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિ ગણિનું ચરિત્ર મૂક્યું છે. એ પ્રભાવચરિત્ર ગ્રંથ ઘણો વાંચવા યોગ્ય છે. મૂળ બહુ આલ્હાદક છે અને શબ્દ અને અર્થગાંભીર્યયુક્ત છે તેથી મૂળ અને ભાષાંતર બન્ને આપ્યાં છે. એ ચરિત્ર જોવાથી ગ્રંથકર્તાની વિદ્વત્તાનો ખ્યાલ આવશે. એ ચરિત્ર ઉપર ઘણું લખવાનું છે જે ઉપદ્યાતને અંગે ત્રીજા ભાગમાં આવશે. અત્ર તે ચરિત્ર શરૂઆતમાં વાંચવા વિજ્ઞપ્તિ છે એટલે ગ્રંથકર્તાની કાંઈક ઓળખાણ પ્રાચિન પુરૂષોની દૃષ્ટિએ થશે. આ ગ્રંથ વિચારવા યોગ્ય છે, પ્રત્યેક પ્રકરણ વિચારવા યોગ્ય છે, જીવનના પ્રસંગો સાથે ઓતપ્રોત પોરવાઈ ગયેલ બાબતોથી ભરપૂર છે, જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 804