Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ ભવચક્રનું વર્ણન કરે છે તે આબાદ છે, કોઈ પણ શિષ્ટ લેખકને કે સહૃદય વાંચકને વિચારમાં નાખી દે તેવું છે અને વર્તમાન કાળમાં આખી દુનિયાનો સમુચ્ચયે ખ્યાલ આપે તેવું છે. એમાં અટવી આદિની યોજનાને અંગે કથા કહીને કેટલોક ઉપયોગી ઉપનય કર્તા પોતે પણ ઉતારે છે. વિવેક પર્વત પરથી મામાભાણેજ અવલોકના કરે છે ત્યારે દુનિયાના મોટા દુર્ગણોનો ખ્યાલ આવે છે; માંસભક્ષણ, શિકાર, ગણિકા, ધનગર્વ, વિકથા, ચોરી આદિનાં દૃષ્ટાન્ત અને ફળો બહુ ધ્યાન ખેંચે તેવી રીતે દર્શાવી, ચાર અવાંતર નગરોમાં વાંચનારને ફેરવે છે. આ સંસારનો તેથી પૂરો ખ્યાલ આવે છે, ભવપ્રપંચ નજરે પડે છે અને તે ખ્યાલમાં કાંઈ અભ્યતા રહેતી હોય તો સાત પિશાચીઓ તે વાત વધારે ખુલ્લી કરે છે. સાથે વળી મુખ્ય દર્શનકારોનાં ખ્યાલ પણ મળી જાય છે. આવી રીતે ઘુંચવણમાં પડેલ મન જ્યારે ચારિત્રરાજમાં આખા પરિવારનું વર્ણન વાંચે છે ત્યારે તેને જરા શાંતિ થાય છે. આવી રીતે ચોથો પ્રસ્તાવ આખા ગ્રંથના મધ્યબિન્દુ તરીકે કામ આપે છે. તેમાં મુખ્ય વિષય તો મૃષાવાદનાં મીઠાં ફળ, માનથી થતી હાનિઓ અને રસેંદ્રિય લુબ્ધતાનાં ભયંકર પરિણામ છે; પણ ગ્રંથકર્તાએ આ પ્રસ્તાવ બહુ મજાનો બનાવવા પ્રયત્ન કર્યો શ્રેય એવું લાગે છે. આખો ગ્રંથ અનુભવ કરાવે તેવો, આત્મજાગૃતિ કરાવે તેવો, સંસારને ખરા આકારમાં વિશાળ રીતે બતાવે તેવો છે અને તે બાબતમાં સર્વથી ઉચ્ચ સ્થાન આ ચોથા પ્રસ્તાવને મળે છે. એ ભાગ કવિત્વ અને અનુભવનો નમુનો છે, સહૃદય વિચારકને પોતાનાં ખરા સ્થાનકે લાવે તેવી છે, ઘણે સ્પષ્ટ રીતે લખાયેલો છે અને ઘણોજ મનનીય છે. આગળ ઉપદ્યાતથી જણાશે કે આ ચોથો પ્રસ્તાવ આખા ગ્રંથના મધ્ય બિન્દુ તુલ્ય અને ભાષાસાનની નજરે આખા ગ્રંથમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સાહિત્યની નજરે પાત્રની રચના અને પ્રસંગોનું વર્ણન વધારે સુઘટ્ટ, વધારે સ્પષ્ટ અને ગ્રંથના ભાવને સ્પષ્ટ કરનાર આ ચોથા પ્રસ્તાવમાં છે. આખા ગ્રંથમાં કેન્દ્રસ્થ લક્ષ્ય મેહ અને ચારિત્રનાં સ્થાન બતાવવાનું છે એ વાત જો સ્વીકાર્ય ગણાય તે લક્ષ્ય-મુદ્દો પાર પાડવાની ભવ્ય સામગ્રી સચોટ રીતે આ ચોથા પ્રસ્તાવમાં ભરી છે અને તે પટ્ટભૂમિકા રૂપે આગળ કેવું સારું ફળ આપે છે, એના ઉપર કેવા ચિત્રો રચાય છે તે જોવાશે, પણ ભૂમિકાની સ્પષ્ટતા અને તૈયારી બહુ સારી અત્ર કરવામાં આવી છે. એ વાતની સ્પષ્ટતા તે આઠમા પ્રસ્તાવમાં થઈ શકશે પણ એ સાધ્ય લક્ષ્યમાં રહેશે તો વાર્તા પ્રસંગમાં સાથે નવીન રસ જામતો રહેશે જેનો સાક્ષાત્કાર ધીમે ધીમે આગળ થશે અને તેની પરાકાષ્ઠા છેલ્લા પ્રસ્તાવમાં થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 804