Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5 Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ પ્રસ્તાવના લગભગ ત્રણ વર્ષે આ રૂપક મહાથાનો બીજો ભાગ બહાર પડે છે. મારી પાસે આખું મેટર લગભગ તૈયાર છે. ત્રીજો ભાગ જલદી બહાર પાડવા ઉત્કંઠા છે. ત્રીજા ભાગમાં પુસ્તક પૂર્ણ કરવામાં આવશે. આ ચોથા અને પાંચમા પ્રસ્તાવમાં ઘણા ચમત્કારો છે. ગ્રંથકર્તાની ખૂમિ ચોથા પ્રસ્તાવમાં જણાઈ આવે છે. તેઓ મહાકવિ તરીકે કેવા પ્રતિભાશાળી હતા તે છ ઋતુનાં વર્ણનો અને બીજા અનેક અલંકારિક ચિમાં જણાઈ આવે છે. વિમર્શ પ્રકર્ષ ભવચક્ર નગર જેવા જાય છે ત્યાં તેમને અનુભવ ગ્રંથકર્તાની બારિક અવલોકનશક્તિ બતાવે છે. આખી દુનિયા કોઈ પણ વિષય બાકી ન રહે એવી એ યોજના છે. સાત પિશાચીઓ ગ્રંથકર્તાની હકીકતને ટુંકામાં લાવવાની શક્તિ બતાવે છે. બાકી ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી, તદ્વિલસિત બેટ, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણા વેદિકા અને વિપસ સિંહાસન ઉપર મેહરાજ, તેનો આખો પરિવાર, એમાં રાગદ્વેષનાં સ્થાન, કષાયોનાં સ્થાન, હાસ્યાદિનાં સ્થાન, સાત કર્મરાજાઓનાં સ્થાન, કર્મપરિણામની મધ્યસ્થતા એક બાજુએ વિચારીએ અને બીજી બાજુએ સાત્વિકમાનસપુરમાં આવેલા વિવેક પર્વતના અપ્રમત્તત્વ શિખર પરનું જૈનનગર, ચિત્તસમાધાન મંડપ, નિઃસ્પૃહતા વેદિકા અને જીવવીર્ય સિંહાસન પર ચારિત્રરાજને જોઈએ ત્યારે શાંત થઈ જઈએ તેવાં કલોલ થાય છે. ગ્રંથકર્તાએ એ મોહ ચારિત્રનાં સ્થાન યોજવામાં કેટલી અસાધારણ કલ્પના દોડાવી હશે તેનો ખ્યાલ આવે છે. કવિ અને લેખક તરીકે તેમના સ્થાનનો વિચાર વિસ્તારપૂર્વક ઉપોદઘાતમાં કરવામાં આવશે. ચોથા પ્રસ્તાવમાં સંસારીજીવ રિપુદારણ તરીકે ઓળખાય છે. ત્યાં એને શૈલરાજ અને મૃષાવાદનો પરિચય થાય છે. આ બન્ને પાપો એને કેટલો ચઢાવે છે અને પાછો પાડે છે તેની વાર્તા ધ્યાનમાં લેવા જેવી છે. રિપુદારણનો ગર્વ, ગુરૂ અને સહાધ્યાયીઓ સાથે અભિમાની વર્તન, રાજસભામાં એની થયેલી હાંસી અને અભિમાનના આવેશમાં એણે અતિ પ્રેમી નરસુંદરીને કરેલી તિરસ્કાર બહુ સુંદર ચીતર્યા છે. આખરે એ દુષ્ટ વર્તનવાળા અભિમાની જુઠ્ઠા છોકરાનો પિતા ત્યાગ કરે છે. વિચક્ષણાચાર્ય ત્યાં આવે છે અને તેઓ રસનાની લંબાણ કથા કહે છે તેમાં વિમર્શ અને પ્રકર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 804