Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ કિંચિત્ર મારું એ પરમ સદ્દભાગ્ય રહ્યું છે કે અનેક સાધુભગવંતે, સંન્યાસીઓ, સાધ્વીજી મહારાજ વગેરેના અત્યંત નિકટને સંપર્કમાં આવવાને અવસર મને સાંપડયો છે. મારા જીવનઘડતરમાં તેનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. છેલ્લા ત્રણેક દાયકામાં જે કેટલાંક સાધુ-સાધ્વી, સંત-સતી કાળધર્મ પામ્યાં એમાંનાં કેટલાંકને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તથા ઋણસ્વીકારાથે મેં જે શ્રદ્ધાંજલિ-લેખે લખ્યા હતા તે “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા હતા. એવા કેટલાક લેખે આ સંગ્રહરૂપે પ્રકાશિત થાય છે. તે સમયે પ્રગટ થયેલા એ લેખને આ ગ્રંથરૂપે પ્રગટ કરતાં પહેલાં તેમાં કેટલાક પ્રસંગે તથા જીવનપરિચય અંગે કેટલીક માહિતી ઉમેરવા સાથે ક્યાંક ક્યાંક શાબ્દિક સુધારા-વધારા કર્યો છે. આ શ્રદ્ધાંજલિ-લેખે “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા તથા અ સંગ્રહરૂપે પ્રકાશિત થાય છે એ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ઋણી છું. સાહિત્યકારો, કેળવણીકાર, સમાજસેવકે વગેરેને અંજલિ અર્પત “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા મારા લેખેના બે સંગ્રહ “વંદનીય હદયસ્પર્શ' ભાગ ૧-૨ તરીકે પ્રગટ થઈ ચૂક્યા છે એ માટે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ઋણી છું. આ લેખોની પ્રસનકલ કરી આપવા માટે શ્રી ચીમનલાલ કલાધરને તથા મુદ્રણકાર્યની વ્યવસ્થા બદલ ડે. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશ જેસલપુરાને આભારી છું. આ શ્રદ્ધાંજલિ-લેખોમાંથી કેકને પણ પ્રેરણા મળશે તે મારે આ પ્રયાસ સફળ માનીશ. મુંબઈ તા. ૧૮-૨-૯૩ રમણલાલ ચી. શાહ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118