Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 9
________________ અંતરના આશીર્વચન –મૃતનાં વધામણા ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા મોહના કાળજાળ તાપથી સંતપ્ત માનવીને સુતગંગા જ અનુપમ શીતલતા બક્ષે છે. | સર્વજ્ઞ પરમાત્માશ્રી તીર્થંકરદેવ કથિત, શ્રી ગણધરભગવંત રચિત, શ્રુતજળનો વિવિધ સ્વરૂપે સંગ્રહ કરી પૂર્વધર આદિ પૂવચાર્યોએ આ જિનશાસનને સદા નવપલ્લવિત અને આજ સુધી જીવંત રાખેલ છે. એમાંય વળી હું અવસર્પિણી કાળના પ્રભાવે બૌદ્ધિક મંદતાદિ દોષોને કારણે કુતગ્રહણ અતિ કઠિન થઈ પડતા, જેમ યુગપ્રધાનાચાર્ય ભગવંત શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી આદિ પૂવચાર્યોએ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણરણાનુ યોગ અને ધર્મકથાનુયોગ રુપ ચાર અનુયોગોમાં શુતને વિભાજિત કરીને શ્રુતકામિને સુગમ કરી, જગત ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેમ શ્રુતસંગ્રહ ળાના શિલ્પી એવા વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતીજી મહારાજએ સમસ્ત જૈન સંપ્રદાયોને સુસત એવા તવાથમૂિત્રની રચના કરી. જે સમગ્ર જૈન તત્તામૃતનો અર્થ = નિચોડરૂપ છે: જેના ઉપર શ્વેતાંબર દિગંબર આચાર્યોએ ખુબ ખેડાણ, ટીમ રચવા દ્વારા કર્યું છે એમાં શિરમોર ટીકા ગંધહરિ સિદ્ધસેનીય છે. જે વર્તમાન કાલે ગંધહસ્તી મહાભાષ્ય તરીકે ઓળખાય છે. જે ગ્રંથ એક દાર્શનિક સ્વરુપે અંક્તિ છે. તેની પંક્તિઓની જટીલતાને લઈ કેટલાક સમયથી તેનું વાંચન અલ્ય થઈ ગયું છે. એ પંક્તિઓની દુમિતાને સુગમતાનું સ્વરૂપ આપવા, સર્વપ્રથમ આનું ભાષાન્તર મારા વિદ્વાન શિષ્ય મુનિશ્રી ઉદયપ્રભ વિજયજગણિએ કર્યું છે, જે મારા અને જૈન શાસન માટે ગૌરવનો વિષય કહેવાય. આ કાર્ય તેમના માટે સર્વ પ્રથમ હોવાથી અનેક પ્રાચીન તાડપત્ર હસ્તમતિઓનું માધ્યમ લઈને એમને ખુબ જ શ્રમ લીધો છે. આ શુત કાર્યમાં સહવર્તમુનિ શ્રીયુગમભવિજયજી આદિ સર્વ મુનિઓ સહાયક બન્યા એ પણ ખુબ અનુમોદનીય છે. મુનિ જીવનનું પ્રથમ લખાણ કાર્ય આ ગણિવરે આરત્યુ તે ખુબ જ હિંમત્ત ભર્યું છે. એમની ભાવના ભાવીમાં દર્શ અધ્યાય કરવાની છે, તે અનંત નિરાલક્ષી કૃતકાર્ય માટે મારા અંતરના શુભાશીષ એમને પાઠવું છું. અને શ્રુતદેવીને એજ વિનંતિ કરું છું કે આ કાર્ય નિર્વિક્નપણે સંપૂર્ણતાના શિખરને આંબે ? મુમુક્ષુવર્ગને ઉપકારી બને. એજ અંતરેચ્છા. - આ.વિજય હેમપ્રભસૂરિ શ્રાવણ સુદ-૧, ઘાટકોપર, મુંબઈ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 462