Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 10
________________ 5 પ્રકાશકીય સ્ફુરણા સકલ શ્રીસંઘની સમક્ષ સ્વોપજ્ઞભાષ્ય અને સિદ્ધસેનીય ટીકાના અનુવાદ સહિત તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ અધ્યાયને પ્રકાશિત કરતાં અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. ૫૦૦ ગ્રંથના સર્જનહાર વાચકપ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રભાષ્યની રચના કરેલ છે. જેમાં મોક્ષમાર્ગ ધર્મની શરૂઆતથી માંડી મોક્ષ પ્રાપ્તિ સુધીનો માર્ગ એટલે કે આત્મા પરમાત્મા સ્વરૂપ બને તે પર્યન્તની આત્મ સાધના માટે ઉપયોગી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ વગેરે વિષયોનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવેલ છે. કુલ ૧૦ અધ્યાયમાં આ સૂત્ર વિભાજિત છે. આ સૂત્ર + સ્વોપન્ન ભાષ્ય ઉપર, ગંધહસ્તી તરીકે ઓળખાતા શ્રી સિદ્ધસેનગણિજીએ કુલ ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ ટીકા રચેલી છે. આ સુંદર ટીકા સૂત્ર અને ભાષ્યના રહસ્યોને ખુલ્લા કરી ગ્રંથને સ્પષ્ટ કરે છે. તેમ છતાં ટીકાની ગહનતા, વિશાળતાને કારણે કેટલાક મુમુક્ષુ વર્ગને પદાર્થ હૃદયંગમ ન થાય તે સ્વભાવિક છે. તેથી જિજ્ઞાસુ વાચક વર્ગને સ્પષ્ટ વિશદ બોધ થાય તે ધ્યાનમાં રાખી. પરમોપકારી પૂજ્યપાદ, ભોપાલ તીર્થોદ્વારક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી ઉદયપ્રભવિજયજી મહારાજે “હેમિંગરા” નામે ગુજરાતી વ્યાખ્યા = અનુવાદ કરેલ છે. આ સરલ + સુબોધ અનુવાદને વાંચ્યા પછી વાસ્તવમાં તે હેકિંગરા છે એવું જણાયા વગર રહેશે નહિ. પ્રાચીન મુદ્રિત પ્રકાશનોમાં રહેલી અશુદ્ધિઓને ૧૨ હસ્તલેખિત પ્રતો દ્વારા દૂર કરીને મૂળગ્રંથ તથા ટીકાને શુદ્ધ કરવાનું અને અધ્યેતા વર્ગને કુશલ અધ્યાપકની ગરજ સારે તે રીતે સ્પષ્ટ ગુજરાતી વ્યાખ્યા લખવાનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી કાર્ય ગણિવર્યશ્રીએ કરેલ છે. = ગિરિવિહાર સંસ્થાના (મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ)ના સ્વપ્નદ્રષ્ટા અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ગિરિવિહાર સંસ્થાના સ્થાપકપ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રભવચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી અને ગિરિવિહાર સંસ્થાના સફળમાર્ગદર્શક પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશીષથી શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટના અહો ભાગ્યે દિગ્ગજ સિદ્ધહસ્ત લેખક યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મહારાજાના હસ્તે આલેખિત ધ્યાન, યોગ, ગૃહસ્થ ધર્માદિ મૌલિક, આચાર સભર વિષયોથી ભરપૂર ૨૦ જેટલા ગ્રંથોનું પ્રકાશન, પુનઃ મુદ્રણ તેમજ કલ્પસૂત્ર, પંચસૂત્ર, ધર્મરત્નપ્રકરણાદિ ૨૦ જેટલા ગ્રંથોનું સાનુવાદ પ્રકાશ કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આ જ શૃંખલામાં આજના સમયને અનુરૂપ, સમસ્ત જૈન સમાજને આદરણીય એવા આ તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રથમ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 462