Book Title: Taranga Tirth Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 6
________________ રાજર્ષિ વિનિર્મિત તારંગાતીર્થ જૈનોને પર્વતીય સ્થળો પર તીર્થધામો સ્થાપવામાં અત્યંત રુચિ હતી. પૂર્વ ભારત સ્થિત મગધમાં અહતુ પાર્શ્વની નિર્વાણ ભૂમિ સમ્મદ શૈલ કે સમેત શિખર, મધ્યપ્રદેશમાં સોનાગિરિ, કર્ણાટકમાં શ્રવણબેલગોળ (શ્રમણ-બેલગોળ), કોપ્પણ, અને હુમ્બચ, તથા પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્રમાં ઉજ્જયન્તગિરિ (ગિરનાર) તેમ જ શત્રુંજયગિરિ (શેત્રુજો), અને રાજસ્થાનમાં અર્બુદગિરિ કિંવા આબૂ પર્વત એવં જાબાલિપુર(જાલોર)નો કાંચનગિરિ પ્રસિદ્ધ છે. એ જ પર્વતીય તીર્થોની શ્રેણીમાં ઉત્તર ગુજરાતમાં અડાવલા(અરવલિ)ની ટેકરીઓમાં આવેલા તારંગાના જિન અજિતનાથના તીર્થને મૂકી શકાય. તારંગા જવા માટે રેલ રસ્તે મહેસાણાથી જતી તારંગા લાઈન અથવા મોટર રસ્તે મહેસાણાથી સડકને માર્ગે જઈ શકાય છે. ટીંબા ગામ પાસે ખંડેર કિલ્લા પછીની ટેકરીઓની વચ્ચે મધ્યકાલીન તારંગાનો, પહેલા મોઢા આગળના પ્રાકારમાં અજિતનાથનો શ્વેતામ્બર સંપ્રદાયનો મંદિર સમૂહ, અને પછી તરત જ પાછળ તેની પશ્ચિમે જરા ઊંચાણમાં દિગમ્બર સપ્રદાયના અધિકારનું નાનાં નાનાં જિનાલયોનું ઝૂમખું આવી રહ્યું છે. | ‘તારંગા’ અભિધાનની વ્યુત્પત્તિ અને ઇતિહાસ વિષે એકદમ સ્પષ્ટતા નથી. વર્તમાને અસ્તિત્વમાન જૈન મંદિરોથી વિશેષ પ્રાચીન એવી કોઈ મહાયાનિક બૌદ્ધ સમ્પ્રદાયની નાની બૌદ્ધ ગુફાઓમાં એકમાં આઠમા શતકના અન્ત યા નવમી શતીના પ્રારંભે મૂકી શકાય તેવી બૌદ્ધદેવી તારા ભગવતીની ઉપાસ્ય મૂર્તિ છે. શ્વેતામ્બર સમ્પ્રદાયના બૃહદ્ગચ્છીય આચાર્ય સોમપ્રભના મહારાષ્ટ્ર પ્રાકૃતમાં નિબદ્ધ જિનધર્મપ્રતિબોધ અંતર્ગત વેણી-વત્સરાજ નામના રાજાએ અહીં તારાદેવીની સ્થાપના કરેલી અને ત્યાં આગળ ‘તારાઉર' એટલે કે તારાપુર નામનું ગામ વસેલું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54