Book Title: Taranga Tirth
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 8
________________ તારંગાતીર્થ ૧૨૪૦થી થોડાં વર્ષ પૂર્વે બન્યો હશે. ત્યારબાદ સં. ૧૩૦૪ અને સં. ૧૩૦૫ / ઈસ. ૧૨૪૮ અને ૧૨૪૯માં અહીં રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરાના ભુવનચન્દ્રસૂરિએ અજિતનાથનાં બે બિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. આજે તો અલબત્ત લેખો જ અવશિષ્ટ રહ્યા છે, મૂળ બિંબો નષ્ટ થઈ ચૂકયાં છે. ૧૫મા શતકના મધ્ય ભાગમાં રચાયેલા રત્નમંડનગણિકૃત ઉપદેશતરંગિણી તથા સુકૃતસાગર ગ્રન્થોની નોંધને આધારે માલવમંત્રી પૃથ્વીપર(પેથડ) પુત્ર ઝાંઝણ અહીં તપાગચ્છીય ધર્મઘોષ સંગાથે પ્રાય: ઈસ્વી ૧૨૬૪માં સંઘ સહિત યાત્રાર્થે આવેલા અને ૧૩મા શતકના અન્તભાગે ખરતરગચ્છીય તૃતીય જિનચન્દ્રસૂરિ પણ સંઘ સહિત વંદના દેવા આવી ગયેલા. આમ તારંગાની ૧૩માં શતકમાં તીર્થરૂપે ખ્યાતિ બની ચૂકેલી. કુમારપાળના અનુગામી અજયપાળે, પૂર્વે પોતાને ગાદીવારસરૂપે બાતલ કરવાની સલાહ આપનાર મંત્રીઓ (મહામાત્ય કપર્દી, મંત્રી આમ્રભટ્ટ) અને હેમચન્દ્રાચાર્યના પટ્ટશિષ્ય રામચન્દ્રને ક્રૂરતાપૂર્વક મારી નખાવ્યા; અને કુમારપાળે તેમ જ તેના પૂર્વોકત મંત્રીઓએ કરાવેલ જિનાલયોના ઉત્થાપન કરાવેલા. તેમાંથી તારંગાના મહાનું જિનાલયને કેવી રીતે યુકિતપૂર્વક પાટણના શ્રેષ્ઠી આભડ વસાહ દ્વારા બચાવી લેવામાં આવ્યું તે સંબંધની હકીકત નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબન્ધચિંતામણિ (સં. ૧૩૬૫ / ઈ. સ. ૧૩૦૫) અને પછીના કેટલાક પ્રબન્ધોમાં નોંધાયેલી છે. પરંતુ ૧૪મા શતકના પ્રારંભે થયેલા મુસ્લિમ આક્રમણ સમયે અને અણહિલપત્તન પરના મુસ્લિમ આક્રમણ અને શાસન દરમિયાન ગુજરાતના મોટા ભાગના બ્રાહ્મણીય અને જૈન મંદિરો ખંડિત થયાં અને કેટલાંયેનો ધરમૂળથી વિનાશ કરવામાં આવ્યો, જે સપાટામાંથી તારંગાનું આ ચૈત્ય બચી શકેલું નહીં. એ સંબંધની નોંધ ૧૫મા સૈકાના પ્રથમ ચરણમાં તપાગચ્છીય મુનિસુંદરસૂરિના જિનસ્તોત્રરત્નકોશ અન્તર્ગત “શ્રીતારણદુર્ગાલંકાર શ્રીઅજિતસ્વામીસ્તોત્ર'માં લેવામાં આવી છે. ત્યાં કહ્યા મુજબ પ્લેચ્છો દ્વારા થયેલા ભંગ પશ્ચાત્ ઈડરના સંઘાધિપતિ સાધુ ગોવિંદે આરાસણના આરસનું નૂતન બિંબ ઘડાવી તેમાં પુન: પ્રતિષ્ઠા કરાવેલી. સોમસુંદરસૂરિના પ્રશિષ્ય પ્રતિષ્ઠા સોમના સોમસૌભાગ્ય કાવ્ય (સં. ૧પ૪ | ઈસ. ૧૪૬૮) અનુસાર ગોવિંદ શ્રેષ્ઠીએ સોમસુંદરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવેલી, જે હકીકતની સંક્ષિપ્તરૂપે નોંધ સોમચારિત્રગણીના ગુરગણરત્નાકરકાવ્ય(સં. ૧૫૪૧ ઈ. સ. ૧૪૮૫)માં પણ મળે છે. ગોવિંદનું નામ દેતાં મૂળ બિંબના ઘસાઈ ગયેલા લેખ અનુસાર પ્રતિષ્ઠા-વર્ષ સં. ૧૪૭૯ | ઈસ. ૧૪૨૩ હતું. ૧૫મા શતકના આરંભે અમદાવાદના સુલતાન અહમદશાહના ઝવેરી ગુણરાજે સોમસુંદરસૂરિ સાથે તીર્થયાત્રાઓ કરેલી, તેમાં તારંગાનો પણ સમાવેશ હતો. ઉપર્યુક્ત ગોવિંદ શ્રેષ્ઠીએ મંદિરમાં થયેલા નુકસાનને પણ દુરસ્ત કરાવ્યું હશે. એમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54