Book Title: Taranga Tirth Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 9
________________ તારંગાતીર્થ ત્યાં નવ ભારપટ્ટ (ભારોટો) ચઢાવ્યાની નોંધ પણ સોમસૌભાગ્યકાવ્યમાં લેવાઈ છે. ૧૭મા સૈકામાં આવતાં દેવાલયના જૂના બાંધકામને ટેકણોથી મજબૂત કરવાનો પ્રયત્ન સં. ૧૬૮૨ થી ૧૬૮૮ (ઈસ્વી ૧૬૨૬ થી ૧૬૩૨) વચ્ચેના વર્ષમાં થયેલો, જેનો યશ અંચલગચ્છીય કલ્યાણસાગરસૂરિ સ્વવિરચિત રાસમાં જામનગર/કચ્છના શ્રેષ્ઠી બંધુઓ વર્ધમાન સાહ અને પદમસી સાહને આપે છે; પણ તપાગચ્છીય પટ્ટાવલીની નોંધ અનુસાર ઉદ્ધાર હીરવિજયસૂરિશિષ્ય વિજયસેનસૂરિના ઉપદેશથી થયેલો. આટલો, ઉપલબ્ધ સાધનોથી પ્રાપ્ત થતો, ઈતિહાસ જોયા પછી હવે મુખ્ય મંદિરના સ્વરૂપના આકલન અને તેની કલાના વિવેચન પ્રતિ વળીએ. મંદિરના પ્રાંગણમાં ૧૯મા શતકમાં બંધાયેલ નાનાં નાનાં મંદિરોમાં અષ્ટાપદ, નન્દીશ્વર, સહસ્ત્રકૂટ, આદિની સ્થાપનાઓ છે; પણ તે સૌ કૃતિઓ કાળની તેમ જ કલાની દષ્ટિએ મહત્ત્વની ન હોઈ હવે મૂળ વિશાળ મંદિરનું સવિગત અવલોકન કરીશું. પૂર્વાભિમુખ આ મંદિરને, ભદ્રવ્યાસે લગભગ ૭૪ ફીટ જેટલો પહોળો અને ૧૨૫-૧૩૦ ફીટ જેટલી ઊંચાઈ ધરાવતો મૂલપ્રાસાદ, તેની સાથે જોડેલો ગૂઢમંડપ, અને ગૂઢમંડપ સાથે છચોકી જડેલી છે. કંઈક અંશે શત્રુંજય પરના વાભટ્ટ મંત્રીએ કરાવેલ આદિનાથના મંદિર જેવો તળચ્છન્દ ધરાવનાર આ (અંદર પ્રદક્ષિણાવાળો) સમગ્ર પ્રાસાદ તેનાથી પણ વિશાળ કદનો છે. ચિત્ર ૧માં સમગ્ર મંદિરનું વાયવ્ય ખૂણામાંથી, ચિત્ર રમાં દક્ષિણ દિશાથી, અને ચિત્ર ૩માં ઈશાન ખૂણાથી દર્શન થાય છે; જ્યારે ચિત્ર ૪માં પૂર્વ તરફના મોરાના ઉપલા ભાગમાં મંડપની સંવરણા અને શિખરનું દશ્ય જોવા મળે છે. મંદિરના ઉદયમાં પીઠ અને પર વેદીબંધ, અધ:જંઘા (નીચલી જાંઘી), ઊર્ધ્વ જંઘા (ઉપલી જાંઘી), છાઘ (છજું), તે પર પ્રહાર (પાલ) અને ત્યાંથી શિખરનો ઉપાડ શરૂ થાય છે. મંદિરના તળચ્છન્દમાં કર્ણ (મૂળખૂણો), પ્રતિરથ (પઢરો), નન્દિકા (નંદી), એ ત્રણે અંગોની વચ્ચે કોણિકા (ખૂણી) અને પછી સુભદ્રયુકત વિસ્તીર્ણ ભદ્ર (ભદર) કાઢેલાં છે (ચિત્ર ૧૨). આમ મોટા કિંવા મેરુ પ્રાસાદના તળમાં જે અંગો હોવાં ઘટે તે કરેલાં છે. પરંતુ પીઠમાં પ્રાસાદમાનને યોગ્ય ત્રણને બદલે કેવળ બે ભિટ્ટ, અને હોવાં ઘટે તેનાથી ઓછી ઊંચાઈના જાયાકુમ્ભ (જાડંબો), કર્ણક (કણી), અંતરપટ્ટ, છજિકા (છજજી), અને ગ્રાસ પટ્ટી (મઘડીયાની પટ્ટી) જ કરેલાં છે (ચિત્ર ૭). આવડા મોટા માનના, અને સમ્રાટકારિત પ્રાસાદમાં પીઠબન્ધમાં સામાન્ય પીઠને ઉપરના ભાગમાં ગજપીઠ, અશ્વપીઠ, અને નરપીઠ લઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54