Book Title: Taranga Tirth
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 12
________________ તારંગાતીર્થ થરો પ્રાસાદના થરો અને રૂપકામાદિ જેવાં છે (ચિત્ર ૧૪, ૧૭). તેમાં ઉપર આવતાં કર્મો વચ્ચે તિલકો પર ક્રમશ: ત્રણ ત્રણ બેઠેલી મુનિમૂર્તિઓ મૂકેલી છે (ચિત્ર ૨૧). કપિલી પર ત્રણ તબકકામાં ઊતરતી એવી, પડખા અને સન્મુખમાં મોટી પ્રતિમાઓ યુકત, અને તે પ્રત્યેક ભાગની ઉપર ગજાક્રાન્ત સિંહો મૂકી એક બૃહદ્, સિંહારૂઢ શુકનાસ કાઢેલી છે. (ચિત્ર ર૧), જેનું સન્મખદર્શન ચિત્ર ૨૩માં રજૂ કર્યું છે. પ્રાસાદ મેરુમાનનો હોઈ તેની શુકનાસ પણ સહેજે વિસ્તારવાળી બનાવવી પડી છે. કપિલી પછી આવે છે ગૂઢમંડપ. ગૂઢમંડપ સાધારણ નિયમથી પ્રાસાદની પહોળાઈના સાતમા કે આઠમા ભાગે વિશેષ પહોળો થતો હોય છે, પણ અહીં તો પ્રાસાદથી જરાક સાંકડો કર્યો છે, જે વસ્તુ દોષપૂર્ણ ગણાય. તેની ઉત્તર-દક્ષિણમાં મિશ્રક સ્તબ્લોવાળાં ચોકીઆળાં કર્યા છે (ચિત્ર ૨૫), જ્યારે પૂર્વ દિશાએ મોઢા આગળ એવા જ થાંભલાઓવાળી છચોકી કરેલી છે (ચિત્ર ૨૫). અહીં સ્તબ્બો છચોકીમાં હોવા ઘટે તેના કરતાં સાદા રાખી દીધા છે, જેના દેખાવ અને અલ્પ કંડારકામ પ્રાસાદનાં ભદ્રાવલોકનોના વામન સ્તબ્બો જેવું જ છે. આ ચોકીની છતો પણ આબૂ કે કુંભારિઆનાં મંદિરો જેવી ખાસ ધ્યાન ખેંચે તેવી નથી. તેમાંની એક ૯ ખંડોમાં કમલો કોરેલ ચોરસ છત, અને એક એવી જ પણ ૧૨ ખંડોવાળી લંબચોરસ છત (ચિત્ર ૨૬, ૨૭), તેમ જ એક વિકણમાં પક્ષીઓ વાળી અને એક બીજી તે સ્થળે કમળોવાળી નાભિપદ્મક જાતિની, અન્યથા સમાન ભાસતી છતનાં દશ્ય ચિત્ર ૨૮ અને ૨૯માં પ્રસ્તુત કર્યા છે. છેલ્લી કહી તે બન્નેમાં વચ્ચેના ભાગમાં સરસ ચંપક પુષ્પો લગાવ્યાં છે. કચોકીમાંથી ગૂઢમંડપના પ્રવેશદ્વારની અડખે-પડખે વસ્તુપાલ મંત્રીએ ઊભા કરાવેલ સાધારણ ઘાટવાળાં બે દેવકુલિકા ખત્તકો છે. ગૂઢમંડપની ઉપર ૩ર ઉર ઘંટા, ૧ મૂલઘંટા અને અનેક ઘંટિકાઓવાળી જાજવલ્યમાન સંવરણા કરેલી છે (ચિત્ર ૪, ૨૪). ગૂઢમંડપના ઉત્તર પ્રવેશદ્વારના પ્રતિહારરૂપે ઊભેલા ઈન્દ્રો (ચિત્ર ૩૦, ૩૧માં) રજૂ કર્યા છે. અંદર જતાં ઊંચા અને ધીંગા પણ ચોકીઆળામાં અને પ્રાસાદના ભદ્રોમાં છે તેવા એકસરખા મિશ્રક જાતિના સ્તબ્બો કરેલા છે (ચિત્ર ૩ર), વચ્ચે અઢાંશના આઠ સ્તબ્બો, અને તેને ફરતા બહારના સ્તબ્બો. બહારના સ્તભોના ભારપટ્ટ પર કંકણપત્રનો કંડાર અને તેના ઉપર તંત્રકમાં વેલ કોતરેલી છે. તેની ઉપરના ભાગે કિન્નરયુગ્મોની શોભનલીલા અને પછી વલ્લી દર્શાવતો પટ્ટ, તે પછી કર્ણદર્દરિકા (કણદાદરી), રત્નપટ્ટી અને ત્રણ કોલના થરો લીધા છે : અને અહીં આ વળી જતા થરો અંતરાલની જગ્યા સંક્રમી વચ્ચેના અઠશનાં ઉચ્ચાલકો ઠંકીઓ) દ્વારા ઊંચેરા (૧૭ '/૨) કરેલા સ્તભ્યોને આંબી રહે છે (ચિત્ર ૩૩). આ ઉચ્ચાલકો વચ્ચે, મોટે ભાગે તો ૧૭મા સૈકાના જીર્ણોદ્ધારમાં, મકર ઉપર મદલ(ઘોડા)ની ટકણી કાઢેલી છે (ચિત્ર ૩૩). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54