________________
તારંગાતીર્થ
આમાં એક છે આરસની દેવી મૂર્તિ (ચિત્ર ૩૯), જેની પિછાન શ્રીમદ્ રમણલાલ મહેતાએ બૌદ્ધ દૈવી ધનદ-તારા તરીકે કરી છે. લેખ વિનાની પ્રતિમાની શૈલી ૧૨મા શતકના ત્રીજા ચરણની હોઈ તે મૂળે અહીંના બૌદ્ધ સ્થાનમાંથી લાવવામાં આવી હોય તેવો સંભવ છે. (પરંતુ તે યક્ષી નિર્વાણીની પણ હોઈ શકે છે. અને મહેતા જેને પુસ્તક માને છે તે કદાચ કુણ્ડિકા હોઈ શકે છે.)
e
બીજી આરસની, છત્રધારી પુરુષ સહિતની, અશ્વારૂઢ પુરુષમૂર્તિ કોઈ રાજપુરુષની, સંભવતયા ગુર્જરેશ્વર કુમારપાળની જ, હોવાનું જણાય છે (ચિત્ર ૪૦). કેમ કે મંત્રી કે દણ્ડનાયક સાથે ન હોય તેવી એક અન્ય રાજવિભૂતિ, ચામરધારિણી વિલાસિનીની મૂર્તિ, પણ અહીં મોજૂદ છે. તમામ આકૃતિઓની નાસિકાઓ ખંડિત કરવામાં આવી છે. તો પણ પ્રતિમા મહત્ત્વની એટલા માટે છે કે તે કુમારપાળની, અને તેની સમકાલીન છે અને મંદિરના કર્તા કુમારપાળ હતા તેવી જે મધ્યકાલીન સાહિત્યની નોંધો છે તેને આ પ્રતિમાથી વિશેષ સમર્થન મળી રહે છે.
તારંગાનું અજિતનાથ જિનાલય પશ્ચિમ ભારતના અસ્તિત્વમાન મારુગૂર્જર મંદિરોમાં સૌથી વિશાળ છે. તે રાજકારિત હોઈ તેનું ઐતિહાસિક મૂલ્ય પણ ઘણું મોટું છે. શિખર-નિર્માણ કલાની દૃષ્ટિએ, તેમ જ જૈન પ્રતિમાવિધાનના અભ્યાસની દષ્ટિએ પણ, આ મંદિરનું સારું એવું મહત્ત્વ છે. સોલંકી યુગના તમામ મોટાં મેરુ પ્રાસાદો—પાટણનો કર્ણમેરુ (ઈસ્વી ૧૦૭૦-૮૦), સિદ્ધપુરનો રુદ્રમહાલય (ઈ. સ. ૧૧૯૦), પાટણનો સિદ્ધમેરુ (ઈ સ૰ ૧૧૨૦-૩૦), અને પ્રભાસનો કૈલાસ મેરુ (ઈ સ ૧૧૬૯)- —નષ્ટ થઈ ચૂકયા છે, ત્યારે એવડું જબ્બર મંદિર અહીં તારંગામાં આજે પણ અડીખમ ઊભું છે, તે ગુજરાત માટે ગૌરવનો વિષય બની રહે છે.
કેટલીક ભ્રાન્ત ધારણાઓ
તારંગા તીર્થની પ્રાચીનતા વિષે, અને અજિતનાથના ચૈત્ય સંબંધમાં, કેટલીક ભ્રમમૂલક માન્યતાઓ પ્રચારમાં છે, જે હવે દૂર થવી ઘટે.
(૧ ) સોમપ્રભાચાર્યે લખ્યું છે કે, ત્યાં (તારાપુરમાં) તારા દેવીની સ્થાપના રાજા વેણી-વત્સરાજે કરાવ્યા બાદ અહીં તેણે (જૈનયક્ષી) સિદ્ધાયિકાનું મંદિર કરાવેલું; પણ પછીથી આ તીર્થ દિગમ્બરોના કબજામાં ચાલ્યું ગયેલું. આ વાતમાં કોઈ તથ્ય જણાતું નથી. પહેલી વાત તો એ છે કે અર્હત્ વર્ધમાનની પછીથી શાસનદેવી મનાતી સિદ્ધાયિકાનો કોઈ ખાસ મહિમા શ્વેતામ્બર સંપ્રદાયમાં હતો નહીં, અને છે પણ નહીં. પ્રાચીન કાળે તો યક્ષી અંબિકાનાં જ સ્થાપના તથા કુલિકારૂપી મંદિરો થતાં હતાં. અને ૨૪ તીર્થંકરોની યક્ષીઓનો વિભાવ પણ ઈસ્વી નવમ શતકના અંતિમ ચરણ પૂર્વેનો નથી. સાહિત્યમાં તેનો વર્ણન સહિત પ્રથમ ઉલ્લેખ તૃતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org