Book Title: Taranga Tirth
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ પાદલિપ્તસૂરિની નિર્વાણકલિકા(પ્રાય: ઈસ્વી ૯૫૦)માં મળે છે અને શિલ્પમાં તે મધ્યપ્રદેશના દેવગઢના એક પુરાણા, ઈસ્વી ૮૭૩–૭૫ના અરસાના જિનમંદિરમાં પ્રાપ્ત થાય છે. (આ મંદિર સંભવતયા અચેલ-ક્ષપણક કિંવા બૉટિક સંપ્રદાયનું હશે તેવો સંભવ છે; વર્તમાને તે દિગમ્બરોના અધિકારમાં છે.) બીજી વાત એ છે કે, તારાદેવીની મૂર્તિ કરાવનાર રાજા પ્રતીહાર વત્સરાજ નહોતા, જેમ (સ્વ૰) ડૉ. ઉમાકાન્ત શાહે અન્યત્ર સૂચન કર્યું છે તેમ, કોઈએ નામધારી નાનો સ્થાનિક રાજા હશે. જે હોય તે, તેનો સમય ઈસ્વી નવમી શતાબ્દીનો પૂર્વાર્ધ હોવાનું જણાય છે, કે જે સમયે સિદ્ધાયિકા દેવીની કલ્પના પણ સાહિત્ય કે શિલ્પમાં આવી નહોતી. તારંગાતીર્થ ( ૨ ) દિગમ્બર વિદ્વાન્ બલભદ્ર જૈનના કથન અનુસાર દિગમ્બરોએ કાઢી આપેલી જમીન પર આ અજિતનાથનું શ્વેતામ્બર ચૈત્ય બનેલું; પરંતુ આ સંબંધી સાહિત્ય કે અભિલેખનું કોઈ જ પ્રમાણ ઉપલબ્ધ નથી, ન તેમણે તે પેશ કર્યું છે; એમની પોતાની એ કલ્પના માત્ર છે. પડતર જમીનો રાજ માલિકીની ગણાય છે, જેવી ત્યાંની પણ હશે અને તે પર રાજા કુમારપાળે મંદિર બંધાવેલું. દિગમ્બર કબજા હેઠળનું મંદિર ઘણું નાનું છે અને તેનો અસલી પરિસર પણ ઘણો જ નાનો હતો. આજે પણ તેમાં બહુ વધારો નથી થયો. તેમની પાસે આટલી વિશાળ ફાજલ ભૂમિ હોવાનું વ્યવહારમાં સંભવિત પણ નથી. ( ૩ ) અજિતનાથનું મંદિર મૂળે બત્રીસ માળનું હતું તેવું શ્વેતામ્બર મુનિજન અને શ્રાવક લેખકો વાસ્તુશાસ્ત્રની અને બાંધકામોની મર્યાદાઓ ધ્યાનમાં લીધા સિવાય, અને લાંબો વિચાર કર્યા વિના લગ્યે જ જાય છે. અત્યારે જે મંદિર છે તે પ્રાય: કુમારપાળે બંધાવેલું તે મૂળરૂપે કાયમ છે; અને તેમાં શિખરમાં બે પ્રકટ મજલાઓ છે, અને તેની ઉપર કદાચ એકાદ બે બીજા, ‘કુહર’ રૂપે, અને એથી પ્રચ્છન્ન રૂપે હોય. મંદિરનો પ્રાસાદ તળભાગે ૭૪ ફીટની પહોળાઈનો છે. જો તે બત્રીસ માળનો કરેલો હોય તો પ્રાસાદ તળભાગે લગભગ ૨૫૦ ફીટ પહોળો કરવો પડે, અને શિખરની ઊંચાઈ ૪૫૦ ફીટ જેટલી થાય, જે વ્યવહારમાં (કમાન રહિતના બાંધકામમાં) સંભવિત નથી. પ્રાસાદની અત્યારે જે ૧૨૬-૧૩૦ ફીટ જેટલી ઊંચાઈ છે તે અસલથી જ છે; અને પ્રાસાદ પણ કુમારપાળના સમયનો હતો તે અસલી જ છે. તેમાં કંઈ પડી ગયું નથી. આ તળ પર ૩૨ માળ હોવાનું શકય જ નથી. અને કોઈ જ મધ્યકાલીન લેખકે તેને ૩૨ માળ હોવાનું લખ્યું નથી. (એક ઉત્તર મધ્યકાલીન કર્તા અનુસાર મંદિર સાત માળનું હતું : પણ તે વાત પણ તથ્યપૂર્ણ જણાતી નથી.) ( ૪ ) આ મંદિર જેટલી ઊંચાઈ ધરાવતું ભારતમાં ભાગ્યે જ કોઈ મંદિર હશે તેવી શ્વેતામ્બર લેખકોની એક બીજી માન્યતા પણ બરોબર નથી. સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ કૃષ્ણના મંદિરની વર્તમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54