Book Title: Taranga Tirth
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
તારંગાતીર્થ
ઊંચાઈ ૧૫૦-૧૬૦ ફીટની જણાય છે. કલિંગદેશમાં ભુવનેશ્વરમાં લિંગરાજ સમૂહના મુખ્ય મંદિર(આ૦ ઈ. સ. ૧૦૭૫)ની ઊંચાઈનો અંદાજ ૧૪૦-૧૬૦ ફીટ વચ્ચેનો મુકાય છે. જગન્નાથપુરીના પુરુષોત્તમ મંદિરની ઊંચાઈ લગભગ ૧૬૯ ફીટ છે; જ્યારે કોણાર્કના સૂર્યમંદિરના (આ૦ ઈસ૧૨૫૦) પડી ગયેલા શિખરની ઊંચાઈ ૨૪૦ ફીટની હતી. એના અસ્તિત્વમાન મંડપની જ ઊંચાઈ ૧૫૦ ફીટ લગોલગ છે.)
બીજી બાજુ જોઈએ તો દક્ષિણમાં તમિલ્નાડુના તંજાવૂરના, સમ્રાટ રાજારાજ ચોળ્યું નિર્માણ કરાવેલા, બૃહદીશ્વર અપરના રાજરાજેશ્વર(ઈ. સ. ૧૦૧૪)ના વિમાનની પહોળાઈ ૯૬ ફીટ અને ઊંચાઈ ૨૦૦ ફીટની છે; અને તેના પુત્ર રાજેન્દ્ર ચોબ્લના ગંગાઈકોર્ડીંચોળ્યપુરમના મંદિરની ઊંચાઈ ૧૫૦ ફીટ જેટલી છે.
( ૫ ) અજિતનાથનું મંદિર રાજા કુમારપાળે નહીં પણ તેના દંડનાયક અભયે રાજાની અનુજ્ઞાથી બંધાવેલું એવી એક વાત તાજેતરમાં વહેતી મૂકવામાં આવી છે. મંદિરનું નિર્માણ રાજા કુમારપાળના આદેશથી જ થયેલું તે સંબંધમાં સમીપકાલીન તથા ઉત્તરકાલીન પૂરતાં સાહિત્યિક પ્રમાણ અને અન્ય પ્રમાણો પણ તે વાતની જ તરફદારી કરે છે. (આ વિષે સામ્પ્રત લેખકે નિર્ચન્ય સામયિકના બીજા અંક [અમદાવાદ ૧૯૯૭]માં સવિસ્તર ઊહાપોહ કરેલો છે.)
ચિત્રસૂચિ:૧. અજિતનાથના મહાપ્રાસાદનું નૈઋત્ય કોણથી થતું વિહંગદર્શન. ૨. અજિતનાથ મહાચૈત્યનું દક્ષિણ દિશાથી થતું સમગ્રદર્શન. ૩. અજિતનાથના મહામંદિરનું ઈશાન ખૂણાથી દેખાતું પૂર્ણ દશ્ય. ૪. અજિતનાથના ગૂઢમંડપની સંવરણા તથા શિખરનું પૂર્વ તરફથી થતું દર્શન. ૫. અર્જિતનાથના માન પ્રાસાદનું વાયવ્યકોણથી થતું દર્શન. ૬. પ્રાસાદના શિખરના વાયવ્ય ભાગનું સમીપદર્શન. ૭. પ્રાસાદ તથા કપિલીનું ઉત્તર તરફનું દર્શન. ૮. ભૂલ પ્રાસાદના ઉત્તર તરફના પીઠ, પ્રણાલ, રાજસેન, વેદિ-કક્ષાસનાદિનું દશ્ય. ૯. પ્રાસાદનું ઉત્તર તરફનું જાળીયુકત ભદ્રાવલોકન. ૧૦. પ્રાસાદનો પશ્ચિમ બાજનો નીચલો ભાગ. ૧૧. પ્રાસાદનાં પશ્ચિમ દિશાના ડાબી બાજુથી દેખાતા કોરણીયુકત પીઠ અને મંડોવર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54