Book Title: Taranga Tirth
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ ૬ એથી ભદ્રભાગ સમગ્ર રીતે જોતાં હોવો ઘટે તેનાથી વિશેષ પહોળો બન્યો છે અને એ કારણસર કર્ણ-પ્રતિરથાદિ અન્ય અંગોની પહોળાઈ હોવી જોઈએ તેના કરતાં ઓછી કરવી પડી હોય તેમ લાગે છે, અને એથી જ તો દેવથર પણ નાનો થઈ ગયો જણાય છે. તારંગાતીર્થ પ્રત્યેક ભદ્રાવલોકનનો ઉદય સમાનરૂપે છે. તેમાં પીઠ પર પહેલાં મોટો રત્નપટ્ટ કર્યો છે, જે આ મંદિરની વિશેષતા છે (ચિત્ર ૭, ૮). તે પર સાંકડું રાજસેનક, જાલરૂપાડ્યા વેદિકા, આસનપટ્ટ, અને કક્ષાસન લીધાં છે. વેદિકામાં યક્ષીઓ, વિદ્યાદેવીઓનાં રૂપ કર્યાં છે; જ્યારે કક્ષાસનમાં છેડે અને વચલા ભાગે સંગીત અને નૃત્યકારી સમૂહોનાં રૂપ કાઢ્યાં છે (ચિત્ર ૮). આસનપટ્ટ પર મિશ્રક જાતિના સ્તમ્ભો મૂકયા છે (ચિત્ર ૯). તેમાં ઉપરના વૃત્ત ભાગમાં કંકણપત્ર, રત્નપટ્ટી, અને ગ્રાસપટ્ટી કરી છે. અહીં કંકણપત્રમાં એક કાળે વચ્ચારે, સુભદ્ર ભાગે, મધ્યમાં ૧૩ ખંડની અને બાજુઓમાં એટલે કે ઉપભદ્રોમાં ચચ્ચાર ખંડની ભૌમિતિક સુશોભન ધરાવતી, સરસ જાળીઓ ભરી છે (ચિત્ર ૮, ૯). આ જાળીઓ મૂળે કુમારપાળના સમયની હશે કે પછી ગોવિંદ શ્રેષ્ઠીએં કરાવેલા જીર્ણોદ્વાર સમયે દાખલ કરી હશે તેનો નિર્ણય કરવો એકદમ સરળ નથી. સ્તમ્ભોનાં શરાં પર વલ્લીપટ્ટિકા કરી તેની ઉપર છાજલી કાઢી છે, જેમાં ખૂણાઓ પર હાથીનાં રૂપો ગોઠવ્યાં છે. ભદ્રભાગે ઉપલા માળનું જાળી સહિતનું ભદ્રાવલોકન કર્યું છે, જેની છાજલીઓ પર પણ છેડે ફરીને હાથીઓ જોવા મળે છે. આ ભદ્ર ભાગની ઉપર સંવરણા કરી છે. પ્રાસાદનું શિખર જેટલું ભવ્ય, સપ્રમાણ, અને ઉન્નત છે એટલું જ સોહામણું પણ છે. (ચિત્ર ૧૩, ૧૮, ૨૦). ભદ્રમાં ઉપર ખૂણે કાઢેલાં ૮ શ્રૃંગ (સખીડાં) બાદ કરતાં કર્ણો અને પ્રતિરથો પર વિશેષ અંડકોવાળાં વાસ્તુની પરિભાષામાં જેને ‘કર્મો’ કહ્યાં છે, તે ચઢાવ્યાં છે. પ્રત્યેક દિશાના ચચ્ચાર ઉર:શ્રૃંગો, આઠ પ્રત્યંગો અને વચ્ચેની મૂલમંજરી કિંવા મૂલશ્રૃંગ વા મૂલશિખરની સંખ્યા મેળવતાં સમગ્ર શિખરના કુલ મળી ૪૦૩ અંડક થાય છે (ચિત્ર ૬, ૧૮, ૨૦) : જ્યારે નન્દિકાઓ અને ભદ્રનાં શ્રૃંગો ઉપરના કૂટ-કક્ષકટકો મળીને શિખરમાં કુલ ૮૦ તિલકો પણ કર્યાં છે. આમ આ નખશિખ જાલાભૂષિત શિખર, મેરુ પ્રાસાદને બરોબર અનુરૂપ બનાવ્યું છે. એનાં તમામ શ્રૃંગો, કર્મો, અને મૂલમંજરી સહિતનાં અંગ પ્રત્યંગોની રેખા અતિ સુંદર છે (ચિત્ર ૧૮, ૧૯, ૨૨). કુમારપાળ યુગમાં શિખરની રેખાની નમણાશ અને લાલિત્ય એની ચરમ સીમાએ પહોંચી ગયેલાં. શિખરની ગ્રીવામાં કર્ણ અને પ્રતિરથે જૈનમુનિઓની મૂર્તિઓ મૂકી છે. (સંભવ છે કે, આવાં મોટાં શિવાલયોમાં તે સ્થળે પાશુપતાદિ શૈવાચાર્યોની મૂર્તિઓ મૂકવાની પ્રથા હશે, જે અન્વયે અહીં શ્વેતામ્બર મુનિઓની મૂર્તિઓ મૂકી હશે.) પશ્ચિમે શિખરમાં ધ્વજાધરની મૂર્તિકરેલી છે. પ્રાસાદ અને ગૂઢમંડપને સંધાન કરનાર ઉત્તર-દક્ષિણના કપિલી(કોળી)ભાગના ઉદયના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54