Book Title: Taranga Tirth Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 7
________________ તારંગાતીર્થ એવું કથન મળે છે. આ કોઈ બહુ મોટી વસાહત–નગરી જેવડી–હોવાનો સંભવ ન હોતાં તેનું વ્યવહારમાં નામ “તારાગ્રામ' અને તેના પરથી અપભ્રંશ “તારાગામ', ‘તારાગાંવ' જેવું થઈ ‘તારંગા' બન્યું હોય તેવો સંભવ છે. અહીંના (અને સાથે જ આબૂના) મધ્યકાળના અભિલેખોમાં તેનાં તારંગક, તારણદુર્ગ, તારણગઢ જેવાં અભિધાનો પ્રાપ્ત થાય છે, જે વિષે અહીં આગળ ઉપર નિર્દેશ થશે. પરંતુ તારાપુર વસ્યા પહેલાં અહીં કોઈ જૈન સ્થાન હોવાનો સંભવ નહીંવત્ છે. દિગમ્બરેતર સંપ્રદાયના, સંભવત: દાક્ષિણાય, જૈન કર્તા જટાસિંહનન્દીના વરાંગચરિત (પ્રાય: ૭મી શતી) નામના જૈન પૌરાણિક ગ્રન્થમાં આનર્તપુર અને સરસ્વતી વચ્ચે મણિમાન પર્વત અને રાજા વરાગે બંધાવેલા જિનાલયનો ઉલ્લેખ આવે છે. આ મણિમાન પર્વત તે જ મધ્યકાળનો તારંગપર્વત હોવાનું સૂચન થયું છે. અલબત્ત અહીંથી મળતી જૈન પ્રાચીન વસ્તુઓના પુરાવાઓમાંના કોઈ જ ૧૧મી સદી પૂર્વના નથી. અહીં દિગમ્બર અધિકાર નીચેના મંદિરની પાછળની પહાડીમાં એક દરીન્કુદરતી ગુફા આવેલી છે, જેમાં (અચલ સંપ્રદાયના) જૈન મુનિઓ ધ્યાન કરતા હોવાની પરંપરા છે. તારંગા સંબંધ આજુબાજુનાં પ્રાચીન સ્થાનોની વિગતો દેવાનું અહીં સન્દર્ભગત ન હોઈ હવે મુખ્ય વાત પર આવીએ. જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫) અનુસાર તારંગાનું અજિતનાથનું શ્વેતામ્બર સંપ્રદાયનું મહાચૈત્ય સોલંકીસમ્રાટ ગૂર્જરેશ્વર કુમારપાળના આદેશથી દંડનાયક અભયદ દ્વારા વિનિર્મિત બનેલું. તેનો નિર્માણકાળ પશ્ચાત્કાલીન વીરવંશાવલી અંતર્ગત સં ૧૨૨૧ / ઈ. સ. ૧૧૬૫ જણાવ્યો છે તે શૈલીગત પ્રમાણોથી તથ્યપૂર્ણ જણાય છે. રાજગચ્છીય પ્રભાચન્દ્રના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અનુસાર આ પ્રાસાદ રાજાના ગુરુ આચાર્ય હેમચંદ્રના ઉપદેશાત્મક સૂચનથી અને રાજાદેશથી બંધાયેલો. ત્યાં અપાયેલી અનુશ્રુતિ અનુસાર રાજાએ (ઈસ્વી ૧૧૫૦થી પૂર્વેકરેલા) શાકંભરિ-વિજય વખતે જિન અજિતનાથનું આયતન બાંધવાનો જે નિશ્ચય કરેલો તેનું સ્મરણ થતાં તેણે આ મંદિર બંધાવેલું. મંદિરનું કદ જોતાં તેને બંધાતાં પાંચેક વર્ષ તો સહેજે લાગ્યા હશે. પ્રાંગણમાં એક દેરીમાં સુરક્ષિત સ્તભ પર કુમારપાળના શાસનના અંતિમ વર્ષનો લેખ છે. મંદિરનો મૂળ પ્રશસ્તિ લેખ ઉપલબ્ધ નથી. આ મંદિરમાંથી મંત્રીશ્વર વસ્તુપાલે સં. ૧૨૮૫ / ઈસ. ૧૨૨૯માં ખત્તક સમેત ભરાવેલી પ્રતિમાઓના બે લેખ પ્રાપ્ત થયા છે, જેની પ્રતિષ્ઠા એમના કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેન સૂરિએ કરેલી. વસ્તુપાળ તેજપાળના સમકાલીન વરહુડિયા કુટુંબના દેલવાડાની લૂણસહીની દેવકુલિકાના સં૧૨૯૬ના પ્રશસ્તિ-લેખ મુજબ એમના તરફથી પણ અહીં જિનબિંબ સહિત ખત્તક બનેલો, જે ઈસ્વી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54