Book Title: Swarup Mantra Author(s): Pannalal J Gandhi Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 3
________________ એટલું જ નહિ પણ તે જીવ માત્રની માંગ છે, ચાહ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધર્મનો હોય, જાતિનો હોય કે ચાહે તે દેશનો હોય. નમસ્કાર મહામંત્રને જાણતો હોય કે ન જાણતો હોય પણ પ્રત્યેક માનવ જાણે કે અજાણે નમસ્કાર મહામંત્રના ભાવને જ ચાલી રહ્યો છે, ઈચ્છી રહ્યો છે, માંગી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે. એવો કોણ છે જે વિશ્વની અંદર પોતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાર્થને ચાહતો હોય યા તો સહન કરી શકતો હોય ? જીવ માત્ર અંદરથી, પોતાથી વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે અને અસહિષ્ણુ છે. વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિરોધી તત્વ અથવા પ્રતિકૂળ તત્વ હોય ત્યાં સુધી પોતાની અસિદ્ધિને જ અનુભવતો હોય છે. આ રીતે જીવ માત્ર અભાવમાં જ જીવતો હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તો માત્ર ભાસરૂપ જ હોય છે. એવો કોણ છે ? કે જે પોતાની દૃષ્ટિની સિદ્ધિને ઈચ્છતો ન હોય અને અસિદ્ધ રહેવા માંગતો હોય? આનો આંતરિક લક્ષ્ય અર્થ તો એ થયો કે જીવ માત્ર અંદરમાં સિદ્ધત્વનું જ વણાટ કરી રહ્યો છે. સર્વ કોઈ સર્વ પ્રકારની સર્વ સિદ્ધિને ઈચ્છે છે અને સર્વસિદ્ધિ સિદ્ધ થયા વગર પ્રાપ્ત થવી શક્ય નથી, વળી સિદ્ધ તે જ હોઈ શકે કે જેનો કોઈ શત્રુ અર્થાત અરિ નથી. અરિ થી હણાયેલો અરિહત છે જ્યારે અરિ ને જેણે હણી નાંખ્યાં છે તે અરિહંત છે. પ્રશ્ન એ થાય કે શત્રુ કોણ? પુગલદ્રવ્ય આત્મદ્રવ્યથી વિરુદ્ધ ગુણધર્મવાળું છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન અર્થમાં છે. તે શત્રુ છે માટે પુદ્ગલ એ શત્રુ છે અરિ એવાં પુદ્ગલ દ્રવ્યના સંયોગ સંબંધનો અભાવ કરવાનો છે એટલે કે દેહાતીત (અશરીરી) અને કર્માતીત (કર્મરહિત નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસંગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ, પોતાના જ હોવા છતાં તે વડે પોતાને મલિન વિકૃત કરી રહ્યો છે, તે પણ અરિ રૂપ છે. અને તેને પણ હણી નાંખવાના છે. આવા આ ઉભયપ્રકારના બહિરંગ (પુદ્ગલદ્રવ્ય) અને અંતરંગ (રાગદ્વેષ) અરિઓને જેણે હણી નાખ્યા છે તે અરિહંત છે. રાગને કારણે મોહ, માયા, મમતા, લોભની ઉત્પત્તિ છે અને રાગીને જ્યાં રાગ નથી ત્યાં વેપ છે. જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કોઈપણ એક સામાન્ય દોષમાંથી પણ સર્વદોષની ઉત્પત્તિની શકયતા છે. આજ અંદરના રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, મમતા, મોહ, લોભને કારણે બહારના બીજા જીવો સાથે અર્થાત પરસ્પર શત્રુતા છે. તો બહારના શત્રુઓને હણ્યા વગર તેમને મિત્ર બનાવવા હોય અને અજાતશત્રુ અર્થાત્ સર્વમિત્ર થવું હોય તો અંતરમાં અંતરના શત્રુઓને હણવા પડે અને અરિહંત બનવું પડે જે બનવાની ઈચ્છા એવો કોણ છે જે ન રાખતો હોય? સહુને સહુ કોઈ પોતાના મિત્ર બને તે પસંદ છે અને નહિ કે શત્રુ. જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ, સંસારી અને સિદ્ધ, ઉભયમાં જીવની સંખ્યા પણ અનંત છે. સંસારી જીવને બીજા સંસારી જીવોની સાથે અને જીવોની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે એવો વિશ્વનો અટલ નિયમ છે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનનો આધાર થઈને અને આધાર લઈને જીવવું પડે એવો અટલ નિયમ છે. આ ૮૦ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25