Book Title: Swarup Mantra Author(s): Pannalal J Gandhi Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 8
________________ કર્મના નાશ) થી પ્રગટ થયેલ શુદ્ધ સ્વરૂપ સ્મરણ. પરમાત્મ તત્ત્વ નિરાલંબન, સ્વાધીન, અનૈમિત્તિક અને નિરપેક્ષ એવું પૂર્ણ તત્ત્વ છે. જેમ સો (૧૦૦) ની સંખ્યામાં નવાણું (૨૯) ની સંખ્યા સમાય પણ ૯૯ માં ૧૦૦ નહિ સમાય, તેમ અપૂર્ણતત્ત્વ, પૂર્ણતત્ત્વમાં સમાય પણ અપૂર્ણ તત્ત્વમાં, પૂર્ણ તત્ત્વ નહિ સમાય. બાહ્યદ્રશ્યની જે જે સુંદરતા છે તેના ઉપાદાન અને નિમિત્ત કારાણમાં જીવ ભાવ છે. જીવ ભાવમાં શ્રેષ્ઠ ભાવ પંચપરમેષ્ઠિ પાસે છે. માટે એમના સિવાય પ્રધાન શ્રેષ્ઠતા અન્યમાં નથી. પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવ નહિ નીકળે? આપણે અગાઉ જોયું તે મુજબ પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ બે વીતરાગ સ્વરૂપ સાધ્યપદ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ વૈરાગી સાધકપદ છે. અરિહંત અને સિદ્ધને સાધ્ય પદ કહ્યા પરંતુ વાસ્તવિક તે ઉભય ધ્યેયપદ, લશ્યપદ છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો સમભિરુઢનય પ્રમાણે શબ્દ ફરતાં અર્થ ફરે તે મુજબ સાધ્ય અને લક્ષ્ય શબ્દમાં ભેદ છે. લક્ષ્મ અરિહંત અને સિદ્ધ બનવાનું છે અને સાધ્ય વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સાધના છે અને વીતરાગતાની ફળપ્રાપ્તિ રૂ૫ અરિહંત-સિદ્ધ પદની પ્રાપ્તિ છે. તેથી જ જ્ઞાનવિમલસૂરિશ્વરજીએ ગાયું છે કે – વીતરાગ ભાવ ન આવહી જ્યાં લગી મુજને દેવ, ત્યાં લગે તુમ પદ કમલની સેવના રહેજો ટેવ “મનમાં આવજો રે નાથ હું થયો આજ સનાથ” તેમાંય અરિહંતને નવકારમંત્રમાં પ્રથમ સ્થાન આપેલ છે. કારણ કે અરિહંત એ સદેહી-સયોગી-સાકાર અને અટપ્રાતિહાર્યો તથા અતિશયોના પ્રભાવયુકત પરમાત્મ સ્વરૂપ છે. જેથી કરીને અરિહંત સાથે વ્યવહાર શકય છે. વળી પ્રભાવયુકત પ્રભાવશાળી હોવાથી સહુ કોઈ સહજ જ આકર્ષાય છે. આપણે સહુ દેહધારી છીએ. દેહધારીને દેહના માધ્યમથી વ્યવહાર છે. સિદ્ધ પરમાત્મા અશરીરી-અદેહી હોઇ, દેહનું માધ્યમ નથી. તેથી તેઓની સાથે વ્યવહાર શક્ય નથી એટલે અરિહંત ભગવંતની જેમ તેઓ વ્યવહાર ઉપકાર નિમિત્ત બની શકતા નથી. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેથી જ ગાયું છે કે ... સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વ્યવહાર કા કહીએ કછુ કહ્યો ન જાએ તું પ્રભુ અલખ અપાર. અરિહંત ભગવંતો, અરિહંત પરમાત્મા બન્યા બાદ, દેહ હોવાના કારણે દેહ હોય ત્યાં સુધી, દેહના માધ્યમથી નિર્વાણ થતાં સુધીના શેષ આયુષ્યકાળ દરમિયાન, લોક સંપર્કમાં હોવાથી લોકો ઉપર દેશના આદિ દ્વારા ખૂબ ખૂબ ઉપકાર કરે છે. જ્યારે અરિહંત ભગવંતનું નિર્વાણ થતાં તેઓ સિદ્ધ બને છે. અહી થાય છે. પછી તેમની સાથે વ્યવહાર શક્ય નથી. છતાંય તેઓ સિદ્ધપદેથી સ્વરૂ૫ મંત્ર ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25