Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 10
________________ अकार आदि धर्मस्य आदि मोक्ष प्रदेशकः । स्वरूपे परमम् ज्ञानम् अकारस्तेन उच्यते ॥ ‘અ’ નો લક્ષ્ય અર્થ અક્ષર એટલે કે જેનો ક્ષર અર્થાત્ વિનાશ નથી તે અવિનાશી અથવા તે અક્ષર એટલે શ્રુતજ્ઞાનનું મૂળ. ભગવાને આપેલ દ્વાદશાંગીનું મૂળ શું ? સ્વર અને વ્યંજનરૂપ વર્ણ એ હાદાશાંગીનું મૂળ એટલે કે અક્ષરનો સમૂહ શબ્દ બને છે. કર્તા અને ક્રિયાપદ પૂર્વક શબ્દના સમૂહથી સૂત્ર બને છે. સૂત્રનો સમૂહ અધ્યાય બને છે. અધ્યાયનો સમૂહ આગમ બને છે અને આગમનો સમૂહ તે દ્વાદશાંગી. આમ દ્વાદશાંગીનું મૂળ અક્ષર છે. જેમ કેવલજ્ઞાની સ્વયં અક્ષર છે તેમ કેવલજ્ઞાનીના વદન-કમલમાંથી મળેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનું મૂળ, સ્વર અને વ્યંજન રૂપ જે વર્ણ છે, તેને પણ અક્ષર કહેવાય છે. એટલે કે અક્ષર એવાં કેવલજ્ઞાનનાં મૂળ રૂપ પણ અક્ષર અને અક્ષરનું ફળ પણ અક્ષર એવું કેવલજ્ઞાન. જેમ કેવલજ્ઞાન નિર્વિકલ્પક છે તેમ કોઈ પણ સ્વર અને વ્યંજન રૂપ એક વર્ણાક્ષરના ચિંતવન કે ઉચ્ચારથી કોઈપણ વિકલ્પ સિદ્ધ થતો નથી. એથી કરી અક્ષર માત્રના ઉચ્ચારથી પદાર્થ સંબંધી કોઈ પણ ભાવ થઈ શકતા ન હોવાથી માત્ર અક્ષર ઉપરનું ચિંતવન નિર્વિકલ્પકતા છે. આમ ‘ૐ’ એ આદિ છે, મૂળ છે. કેવલજ્ઞાનનું બીજ છે માટે કેવલજ્ઞાન છે. બીજો શ્લોક ‘’ અક્ષર ઉપર નીચે પ્રમાણે છે. रूपि द्रव्यम् स्वरूपम् या द्रष्टवा ज्ञानेन चक्षुषा । दृष्टं लोकम् या रकारस्तेन उच्यते ॥ ‘ર’ નો લક્ષ્ય અર્થ રૂપીથી રૂપીનું અને અરૂપીથી રૂપીને અરૂપી ઉભયનું દર્શન છે અથવા તો લોકાલોક જોનારું કેવલ દર્શન છે. ત્રીજા શ્લોકમાં ‘T’ અક્ષર ઉપરની સમજુતી આ પ્રમાણે આપી છે.... हता रागाश्चदोषाश्च हताः मोह परिषहाः । हतानी येन कर्माणि हकारस्तेन उच्यते ॥ સ્વરૂપ મંત્ર Jain Education International ‘7’ નો લક્ષ્ય અર્થ રાગદ્વેષાદિ દોષરૂપી શત્રુને હણવાની ક્રિયા જે ચારિત્ર છે. અથવા તો અબ્રહ્મભાવ, સંસારભાવ, દૈતભાવ કાઢી નાખવાથી પ્રગટ થયેલ ચારિત્ર છે. છેવટનો ચોથો અક્ષર ‘ન’ ઉપરનો શ્લોક નીચે મુજબ છે. For Private & Personal Use Only ૮૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25