Page #1
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ મંત્ર
પંડિત શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી
આત્મામાં અહંકાર અને આસકિત એ બે મોટા દોષ છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને આસક્તિ દૂર થાય છે. નમસ્કાર એ બીજાના ગુણ ગ્રહણ કરવાની અને પોતામાં રહેલા દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સબુદ્ધિનો વિકાસ થાય છે અને સત્બુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તકમલવત્ બને છે.
જેટલો અહંકાર એટલું સત્યનું પાલન ઓછું અને જેટલું સત્યનું પાલન ઓછું એટલી અનેક દોષમાં દઢતા વધુ. અર્થાત્ કામ, ક્રોધ, લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા અને બુદ્ધિની દુષ્ટતા નાશ પામે છે એટલું જ નહિ પણ મનની કોમળતા-નમ્રતા, ઉદારતા અને સજ્જનતાના ગુણ વિકસિત થાય છે.
મનનું બળ મંત્રથી વિકસે છે. મન્ એટલે વિચારવું અને ત્ર એટલે રક્ષણ કરવું. મ+ત્ર = મંત્ર. આમ મંત્ર શબ્દનો અર્થ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું એટલે વિચારને - વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાત્વિક ભાવ સ્વરૂપ બનાવવા.
મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર નમસ્કાર મહામંત્ર છે. કેમકે તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારો, સમજાવનારો, જાગૃત કરનારો તેમજ સત્ય સ્વરૂપમાં લાવનારો, મનને તે મય બનાવનારો મંત્ર છે, માટે જ તેને પરમ ઈષ્ટ મંત્ર યા તો સ્વરૂપ મંત્ર કહ્યો છે.
નમસ્કારરૂપી વજ્ર, અહંકારરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના મનોમય કોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમય કોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે.
નમસ્કાર શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુભગ સુમેળ છે, કહો કે ત્રિવેણી સંગમ છે. શુભકર્મનું ફળ પુણ્યોદય (સુખ અનુકૂળતા) ઉપાસનાનું ફળ શાંતિ અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. કર્મફળમાં વિશ્વાસાત્મક બુદ્ધિ (શ્રદ્ધા) તે સદ્ગુદ્ધિ જે શાંતિદાયક છે, અને એ નમસ્કારથી વિકસે છે. એટલુ જ નહિ પરંતુ તેના પ્રભાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે. જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, જ્યારે શાંતિ અને આનંદનો વાસ હૃદયમાં છે. બુદ્ધિનો વિકાસ અને હ્રદયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. નમસ્કારની ક્રિયા, શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્ષ્યતા, વિશ્વાસથી સર્વાર્પણતા, અને અભેદતાથી ચિત્ત (બુદ્ધિ) ની સ્થિરતા-એકાગ્રતા વધે છે.
નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે, હૃદયની કઠોરતા વિરૃદ્ધ કોમળતા છે અને ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એક બાજુ મનની વાસના અને
૭૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
બીજી
બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે, જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે, અર્થાત્ દૂર થાય છે.
અઘાતિકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે, એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતિકર્મના ક્ષયપૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિઘ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થૂલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ કે અંતરીક્ષ પાર્શ્વનાથ શબ્દમાં શંખેશ્વર અને અંતરીક્ષ એ બનાવરૂપ પ્રભાવ છે. જ્યારે લોકોગ્રે શિખરારુઢ પાર્શ્વનાથ પરમાત્મતત્વ એ સ્વભાવ છે. તીર્થકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે.
અહંકાર કરનાર વ્યકિત પોતે તો ડૂબે છે પરંતુ અન્યને ડૂબવામાં નિમિત્ત બને છે. જ્યારે નમસ્કાર કરનાર વ્યક્તિ પરંપરાએ નમસ્કારના પ્રભાવે સ્વયં નમસ્કાર્ય બની જાય છે અને અન્ય સંપર્કમાં આવનારના ઉત્કર્ષમાં નિમિત્ત બને છે.
અહંકારને ઓગાળનાર, મામ (મારાપણા) ને ગાળનાર પ્રથમ મંગળરૂપ નમસ્કાર વિષયક મહાપ્રભાવક નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર નીચે પ્રમાણે છે જે પ્રાકૃત ભાષામાં છે. ‘ગમો અરિહંતાણં
ણમો સિદ્ધાણં
સ્વર૫ મંત્ર
ણમો આયરિયાણં
ણમો ઉવજઝાયાણં
ણમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્ય પાવપ્પણાસણો
એના નવ પદ હોવાથી તે નવકારમંત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે. તે પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિવિશેષનો નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને સ્વરૂપમંત્ર કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે.
મંગલાણં ચ સન્થેસિં
પઢમં હવઈ મંગલ.
૭૯
Page #3
--------------------------------------------------------------------------
________________
એટલું જ નહિ પણ તે જીવ માત્રની માંગ છે, ચાહ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધર્મનો હોય, જાતિનો હોય કે ચાહે તે દેશનો હોય. નમસ્કાર મહામંત્રને જાણતો હોય કે ન જાણતો હોય પણ પ્રત્યેક માનવ જાણે કે અજાણે નમસ્કાર મહામંત્રના ભાવને જ ચાલી રહ્યો છે, ઈચ્છી રહ્યો છે, માંગી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.
એવો કોણ છે જે વિશ્વની અંદર પોતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાર્થને ચાહતો હોય યા તો સહન કરી શકતો હોય ? જીવ માત્ર અંદરથી, પોતાથી વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે અને અસહિષ્ણુ છે. વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિરોધી તત્વ અથવા પ્રતિકૂળ તત્વ હોય ત્યાં સુધી પોતાની અસિદ્ધિને જ અનુભવતો હોય છે. આ રીતે જીવ માત્ર અભાવમાં જ જીવતો હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તો માત્ર ભાસરૂપ જ હોય છે. એવો કોણ છે ? કે જે પોતાની દૃષ્ટિની સિદ્ધિને ઈચ્છતો ન હોય અને અસિદ્ધ રહેવા માંગતો હોય? આનો આંતરિક લક્ષ્ય અર્થ તો એ થયો કે જીવ માત્ર અંદરમાં સિદ્ધત્વનું જ વણાટ કરી રહ્યો છે. સર્વ કોઈ સર્વ પ્રકારની સર્વ સિદ્ધિને ઈચ્છે છે અને સર્વસિદ્ધિ સિદ્ધ થયા વગર પ્રાપ્ત થવી શક્ય નથી, વળી સિદ્ધ તે જ હોઈ શકે કે જેનો કોઈ શત્રુ અર્થાત અરિ નથી. અરિ થી હણાયેલો અરિહત છે જ્યારે અરિ ને જેણે હણી નાંખ્યાં છે તે અરિહંત છે.
પ્રશ્ન એ થાય કે શત્રુ કોણ? પુગલદ્રવ્ય આત્મદ્રવ્યથી વિરુદ્ધ ગુણધર્મવાળું છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન અર્થમાં છે. તે શત્રુ છે માટે પુદ્ગલ એ શત્રુ છે અરિ એવાં પુદ્ગલ દ્રવ્યના સંયોગ સંબંધનો અભાવ કરવાનો છે એટલે કે દેહાતીત (અશરીરી) અને કર્માતીત (કર્મરહિત નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસંગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ, પોતાના જ હોવા છતાં તે વડે પોતાને મલિન વિકૃત કરી રહ્યો છે, તે પણ અરિ રૂપ છે. અને તેને પણ હણી નાંખવાના છે. આવા આ ઉભયપ્રકારના બહિરંગ (પુદ્ગલદ્રવ્ય) અને અંતરંગ (રાગદ્વેષ) અરિઓને જેણે હણી નાખ્યા છે તે અરિહંત છે.
રાગને કારણે મોહ, માયા, મમતા, લોભની ઉત્પત્તિ છે અને રાગીને જ્યાં રાગ નથી ત્યાં વેપ છે. જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કોઈપણ એક સામાન્ય દોષમાંથી પણ સર્વદોષની ઉત્પત્તિની શકયતા છે. આજ અંદરના રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, મમતા, મોહ, લોભને કારણે બહારના બીજા જીવો સાથે અર્થાત પરસ્પર શત્રુતા છે. તો બહારના શત્રુઓને હણ્યા વગર તેમને મિત્ર બનાવવા હોય અને અજાતશત્રુ અર્થાત્ સર્વમિત્ર થવું હોય તો અંતરમાં અંતરના શત્રુઓને હણવા પડે અને અરિહંત બનવું પડે જે બનવાની ઈચ્છા એવો કોણ છે જે ન રાખતો હોય? સહુને સહુ કોઈ પોતાના મિત્ર બને તે પસંદ છે અને નહિ કે શત્રુ.
જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ, સંસારી અને સિદ્ધ, ઉભયમાં જીવની સંખ્યા પણ અનંત છે. સંસારી જીવને બીજા સંસારી જીવોની સાથે અને જીવોની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે એવો વિશ્વનો અટલ નિયમ છે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનનો આધાર થઈને અને આધાર લઈને જીવવું પડે એવો અટલ નિયમ છે. આ
૮૦
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
નિયમથી, જીવનું જીવ પ્રત્યેનું આચરણ અને વર્તન સિદ્ધ થાય છે. પરસ્પર ૩પપ્રદો નવાના” આચરણ અને વર્તન બે પ્રકારના હોઈ શકે છે. સદ્વર્તન-સદાચાર અને અસદ્દવર્તન-દુરાચાર. પરસ્પર સવર્તન વડે જ જીવ, જીવની સાથે સત્ય અને પ્રમાણિક જીવન જીવી શકે છે કે જે તેને પોતાના પરમ સ્વરૂપ સુધી લઈ જાય છે અર્થાત પરમ સ્વરૂપ સુધી પહોંચાડે છે. એ જ અરિહંત અને સિદ્ધ શબ્દનો વાસ્તવિક અર્થ છે.
કોઈનો શત્રુ રહેતો નથી અને અસિદ્ધિનો પછી પ્રશ્ન રહેતો નથી. એક વ્યકિતને સો મિત્ર હશે અને એક શત્રુ હશે, તો તે એક શત્રુ ચોવીસે કલાક યાદ આવશે પણ મિત્ર યાદ નહિ આવે. પણ જો એક વ્યકિતને સો સંયોગ અનુકૂળ હશે અને એક સંયોગ પ્રતિકૂળ હશે, તો તે પ્રતિકૂળ સંયોગ, નિત્ય સ્મરણરૂપ બની રહેશે. અંદર ઊંડાણમાં સૂક્ષ્મ રીતે અવગાહન કરીશું તો, આપણને ખાત્રી થશે કે અરિહંત અને સિદ્ધ શબ્દના અર્થની જ માંગ મારા આપણા સહુ કોઈની છે.આમ જેણે સિદ્ધ બનવું હશે, એણે અરિહંત થવું પડશે અને તે માટે જીવ માત્ર પ્રત્યે સદ્વર્તન કરવા રૂપ સદાચારી બનવું પડશે. દયા, દાન, સેવા, પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યસ્થતા, ક્ષમા, ઉપેક્ષા, પ્રમોદ (ગુણાનુરાગ) આદિ ગુણો કેળવવાં પડશે. અનાચાર, દુરાચારથી દૂર થવું જોઈશે. એ માટે આચાર-અનાચાર, સદાચાર-દુરાચારનો વિવેક કરવો પડશે. એ વિવેક કરવા માટે અજ્ઞાનતા હઠાવવી પડશે અને જ્ઞાન મેળવવું જોઈશે તે માટે કરીને વિનથી બની નમ્રતાપૂર્વક ઉપાધ્યાય-અધ્યાપક (વિદ્યાગુરુ શિક્ષક) પાસે જઈ અધ્યયન કરવું પડશે. અધ્યયન માટે સાધના કરવી પડશે, બાધક મટી સાધક થવું પડશે. દુર્જનદુષ્ટ મટી સજજન-સાધુ થવું પડશે અને અન્ય સાધકની સંગતમાં-સત્સંગમાં સહન કરતાં શીખીને તેમજ સહાયક બનીને અને સહાય લઈને સાધનાપંથે આગળ વધવું પડશે એ માટે જ .
“ગમો લોએ સવ્વસાહૂણં' પદથી સાધુ માત્રને અર્થાત સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરેલ છે અને તેથી જ પોતાના જીવનમાં સાધુરૂપ સાધક અવસ્થાની આવશ્યકતા એકાંતે ઊભી થાય છે. પરમાત્માની દ્રવ્યપૂજા ઔચિત્ય સહિત, નમ્રતાથી, વિનયપૂર્વક કરવાની છે. ત્યારબાદ જ્ઞાન અને પ્રકાશ વડે ભાવપૂજા કરતાં, મન અને બુદ્ધિ ભાવપૂજામાં પરમાત્માના ચરણે ધરી દેવાનાં છે. જે મન અને બુદ્ધિ પરમાત્માને અર્થાત્ અરૂપી તત્વને ધર્યા તેને પાછા રૂપી એવા પર પદાર્થ, વિરુદ્ધ ધમ એવાં પુદ્ગલ દ્રવ્ય એટલે કે શરીર, ઈન્દ્રિય આદિને ન ધરાય. સાધુ ભગવંતો તો સદા સર્વદા સતત ભાવપૂજામાં રત હોય છે. સાધુ ભગવંતો પોતાનાં મન અને બુદ્ધિ પરમાત્માને ધરી ચૂક્યા હોય છે. જેથી તેમના શરીર ઈન્દ્રિયાદિ પણ મન બુદ્ધિને આધીન રહી સતત ભાવ પરમાત્મપૂજામાં રત રહે છે અને દુન્યવી તત્ત્વોથી અલિપ્ત રહે છે. આમ સાધુ ભગવંતો સમગ્રપણે પરમાત્મમય હોય તેઓને પંચ પરમેષ્ઠિ નવકારમંત્રમાં “મો લોએ સવ્વસાહૂણં' પદથી નમસ્કાર કરવામાં આવેલ છે. સાધુ ભગવંતનું સ્થાન પંચ પરમેષ્ઠિના પાંચમાં પદમાં છે, તે જ પ્રમાણે આગળ ઉપર.
“ગમો ઉવજઝાયાણં' પદથી સર્વ ઉપાધ્યાય ભગવંતોને
૮૧
સ્વરૂ૫ મંત્ર
Page #5
--------------------------------------------------------------------------
________________
‘ણમો આયરિયાણં, પદથી સર્વ આચાર્ય ભગવંતોને,
‘ણમો સિદ્ધાણં, પદથી સર્વ સિદ્ધ પરમાત્મ્ય ભગવંતોને અને
‘ણમો અરિહંતાણં’ પદથી સર્વ અરિહંત પરમાત્મ્ય ભગવંતોને નમસ્કાર કરવામાં આવેલ છે.
આ પાંચે પદો અંતઃ કરણમાં ભાવરૂપ છે. અંતઃ આંતરિક- અંદરમાં આપણા મતિજ્ઞાનના ઉપયોગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃ કરણ છે. અંતઃ કરણ એટલે કરણના ભેદોમાં અંતિમ કરણ-અંતિમ સાધન, જેનાથી આગળ, સાધન અર્થમાં કોઈ કરણ નથી. તેની પૂર્વમાં અને સાથે ઉપકરણ અને કરણ છે, જે અંતઃ કરણની શુદ્ધિ માટે સહાયક અને પૂરક સાધન છે. જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ થયેથી, સર્વ સાધનોથી જીવ પર થઈ જાય છે. એ અપેક્ષાએ સર્વ સાધનનો અંત કરનાર જે કરણ છે તે અંતઃ કરણ છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મામાં, પરમાત્મ તત્ત્વની પૂર્ણતા વડે તેઓ સાધન અને સાધનાથી પર છે. એ અર્થમાં અંતઃ કરણનો આ રહસ્યમય અર્થ છે ઃ
આ પાંચ, સહુ કોઈને પરમ ઈષ્ટ છે. તેથી તે પાંચને પાંચ પરમેષ્ઠિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમંત્ર-નમસ્કારમંત્ર-નવકારમંત્ર દ્વારા, તે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં, ‘અરિહત' માંથી અરિહંત બનવાનું છે. અસિદ્ધમાંથી સિદ્ધ થવાનું છે. જે માટે દુર્જન મટી સજ્જન અને દુષ્ટ મટી સાધુ બનવાનું છે અભણ-અબુઝ-ગમાર ‘અજ્ઞાની' અભાન મટી જઈ સભાન સચેત-જ્ઞાની પાઠક ઉપાધ્યાય થવાનું છે અને આગળ ઉપર પંચાચાર પાલન કરનાર આચાર યુક્ત આચાર્ય એવાં સર્વોચ્ય સાધક બનવાનું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલનને પંચાચાર પાલન કહે છે.
અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ અને તેથી જ દુષ્ટ દુર્જન છીએ, દુર્જન છીએ, તેથી દુશ્મનો છે, માટે અરિહત છીએ. અને અગાઉ જણાવ્યા મુજબ અરિહત હોય તે અસિદ્ધ જ હોય ! અરિહન્ત એ સત્ય સ્વરૂપનામ છે. અરિહત એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના આંતરિક આધ્યાત્મિક સાચા નામ પાંચ છે.
(૧) અરિહન્ત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. પ્રથમ બે નામ સાધ્ય અવસ્થાના છે અને પછીનાં ત્રણ નામ સાધક અવસ્થાના છે. આ નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી તે જીવન જીવવાથી અરિહન્ત અને સિદ્ધ સ્વયં બની શકાય છે.
જગતમાં આધ્યાત્મ શાસ્ત્ર સમજાવનારા મહાન છે. એટલે જ પંચપરમેષ્ઠિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને સ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવાં પરમાત્મા સાથે સંબંધ કરી સાચું ચારિત્રયુકત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવાં પરમાત્મા સાથે સંબંધ અનુભવ કર્યા પછી પદવી ઉપર અવાય. પરમાત્મા કે પરમાત્મતત્ત્વ સાથે સંબંધ કર્યા વિના, સદ્વિચાર, સર્તન સત્યજ્ઞાન આવતું નથી. પરમાત્મતત્ત્વ સાથે સંબંધ રાખીને, જગત સમક્ષ આવનાર જ, લોકોનો પરમાત્મા સાથે સંબંધ
૮૨
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
કરાવડાવી, જગત સુધારવા શકિતમાન બને છે. પરમાત્મતત્ત્વ, નિર્મોહી-વીતરાગ દેહાતીત તત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્વ સાથે પોતાના મતિજ્ઞાનના ઉપયોગથી ભળે તો, આત્મા સ્વયં પરમાત્મા-સિદ્ધાત્મા બની શકે છે.
પરમાત્મ તત્ત્વ એ સર્વ ગુણની ખાણ છે. એ તને જેટલું લઢીએ અને જેટલું રટીએ, તેટલાં તેટલાં આત્માના ગુણ ખીલતા જાય. સર્વ સત્યનું સત્ય, સર્વના સર્વ, સર્વ સુખના સુખરૂપ, સર્વ સમાં સત્ સ્વરૂપ, બ્રહ્માંડમાં કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સર્વે સર્વા કોઈ હોય તો તે સર્વેશ્વરા એવાં અરિહંતેશ્વરા, સિદ્ધેશ્વરા જ છે.
પરમાત્મા કેવલજ્ઞાનના ઉપયોગથી વિશ્વમૂર્તિ છે, કેમકે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે.) તો આખા વિશ્વને પરમાત્માની મૂર્તિમાં જોતાં શીખવું જોઈએ. પરમાત્મા બનવા અહિં ટાળવું જોઈએ, જે પરમાત્મા પ્રત્યે દાસત્વ ભાવના સ્વીકારવાથી ટળે છે. અહં ટાળવાથી અર્વ એટલે કે ત્રિલોકપૂજ્ય બનાય છે.
નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ટિ ભગવંત, વિશ્વના સર્વસાત્વિક ભાવના સમૂહરૂપ છે. અરિહંત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાય, સાધુભગવંતો અધ્યવસાય સ્થાનકરૂપી શ્રુતનદીઓ છે. શ્રુતજ્ઞાન સરિતા છે જે મહાસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર ભાવ અધ્યવસાયરૂપ નદીઓ છે.
અરિહંત સિદ્ધ પદ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બોધ છે, જે નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ સજાવસ્થા છે. સંકલ્પ-વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા. એ સાધકનું સાધ્ય છે. ધ્યેય છે, સાધ્યની અવસ્થા છે, સાધ્યનું સ્વરૂપ છે, જ્યારે આચાર્યઉપાધ્યાય-સાધુપદ એ સાધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે. સાધ્યના સ્વરૂપને, સાધનામાં ઉતારી, તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકલ્પદશામાં અર્થાત્ સ્વભાવ દશામાં જીવી શકાય તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્ર પાલનનો આ જ મહત્ત્વનો ભેદ ભવિ અને અભવિ વચ્ચે છે.
પંચમરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ સ્વરૂપ છે એટલે કે સ્વગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠિ વ્યકિત એ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલસંગી (દેહરૂપી પુદ્ગલાવરણને ન ધારણ કરવા) ન બનવું તેનું નામ સિદ્ધ. સિદ્ધ જ સાચા દિગંબર છે કેમકે એમને દેહાંબર પણ નથી. અર્થાત અહી
અંતિમ સિદ્ધિને કાર્યસિદ્ધિ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે. જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે બનવાપણું આગળ
સ્વરૂ૫ મંત્ર
૮૩
Page #7
--------------------------------------------------------------------------
________________
રહેતું જ નથી. સિદ્ધાવસ્થામાં જતન (જાળવણી-સાચવણી રક્ષણ) પતન (વિકૃતિ-અવનતિ) કે ઉત્થાન સંસ્કૃતિ (ઉત્કર્ષ-ઉન્નતિ) હોતાં નથી. જતનમાં પરાધીનતા છે વિકૃતિમાં-પતનમાં મલિનતા છે. અને સંસ્કૃતિ ઉત્થાનમાં ઊણપ અભાવ અપૂર્ણતા છે. આમાનું સિદ્ધને કશુંય હોતું નથી.
અરિહંત' અને સિદ્ધ પદ સાથે આપણું સ્વરૂપ ઐક્ય છે, તેમજ જાતિ ઐકય છે. જાતિથી અરિહંત, સિધ્ધ અને આપણે સહુ જીવ જાતિના-ચૈતન્ય જાતિના છીએ. પુદ્ગલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. વળી સ્વરૂપથી આપણે પરમાત્મ સ્વરૂપી છીએ. અરિહંત અને સિદ્ધ અવસ્થાને પામેલ વ્યક્તિનું પરમાત્મસ્વરૂપ પ્રગટ છે. જ્યારે આપણું પરમાત્મ સ્વરૂપ સત્તામાં છે પણ વેદનમાં નથી. જે આપણે આવરણ હટાવી, કર્મના પડળો દૂર કરી પ્રગટાવવાનું છે. અનુભવમાં વેદનમાં લાવવાનું છે. તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરી ને આપણે પણ તે સ્વરૂપે પરિણમવાનું છે. તરૂપ થવાનું છે.
પંચપરમેષ્ટિ ભગવંતોને આનંદ સ્વયંના આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વ ઉપર, જીવ-અજીવ સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓનો પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે અને તેથી સ્વરૂપને વેદે છે. જ્યારે આપણા વેદનનો આધાર અજ્ઞાનવશ આપણે પર પદાર્થને બનાવ્યો છે. પરપદાર્થ નિમિત્તિક આપણે વેદન કરીએ છીએ. તેથી પરપદાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ અને તેમ સમજીએ છીએ, જેથી પર પદાર્થને આપણે સર્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પર પદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સીમિત સાંકડો અને રાંકડો બનાવીએ છીએ. એટલે જ આનંદસ્વરૂપી એવાં આપણે દુ ખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત્ સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના આત્માના સાચા શુદ્ધ સ્વરૂપથી આત્મા અભાન છે, તેથી બેભાન બની, બેફામ બની ભમે છે. ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે આત્મા દોષનું સેવન કરે છે. તેથી પાપ બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે.
ભૌતિક ભોગના સાધનો કરતાં ભોકતા એવા જીવની કિંમત વધારે છે. જીવ કરતાં સાપેક્ષ સત્યની કિંમત વધારે છે અને સાપેક્ષ સત્ય કરતાં નિરપેક્ષ પરમ સત્ય એવાં પરમાત્મ તત્વની કિંમત વધારે છે. પરમાત્મ તત્ત્વની એના નામ સ્થાપના દિવ્ય ભાવ એમ ચારેય સ્વરૂપમાં રક્ષા કરતાં ભૌતિક દુન્યવી સાધને, જીવ સ્વયંનો અને સાપેક્ષ સત્યનો ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ. પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવંત
ચાર નિક્ષેપે, ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાગ. ચારે નિક્ષેપથી ભગવાનને ભજવાં, જેથી મતિજ્ઞાનમાં તેની વિસ્મૃતિ ન થાય અને સ્મૃતિ કાયમ બની રહે. એ ચાર ભેદ નીચે પ્રમાણે છે. નામ નિક્ષેપથી નામસ્મરણ, સ્થાપના નિક્ષેપથી દર્શન સ્મરણ, દ્રવ્ય નિક્ષેપથી પરમાત્મ જીવનકથાશ્રવણ, સ્મરણ અને ભાવ નિક્ષેપથી, કર્મક્ષય (આઠ
૮૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________
કર્મના નાશ) થી પ્રગટ થયેલ શુદ્ધ સ્વરૂપ સ્મરણ.
પરમાત્મ તત્ત્વ નિરાલંબન, સ્વાધીન, અનૈમિત્તિક અને નિરપેક્ષ એવું પૂર્ણ તત્ત્વ છે. જેમ સો (૧૦૦) ની સંખ્યામાં નવાણું (૨૯) ની સંખ્યા સમાય પણ ૯૯ માં ૧૦૦ નહિ સમાય, તેમ અપૂર્ણતત્ત્વ, પૂર્ણતત્ત્વમાં સમાય પણ અપૂર્ણ તત્ત્વમાં, પૂર્ણ તત્ત્વ નહિ સમાય.
બાહ્યદ્રશ્યની જે જે સુંદરતા છે તેના ઉપાદાન અને નિમિત્ત કારાણમાં જીવ ભાવ છે. જીવ ભાવમાં શ્રેષ્ઠ ભાવ પંચપરમેષ્ઠિ પાસે છે. માટે એમના સિવાય પ્રધાન શ્રેષ્ઠતા અન્યમાં નથી. પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવ નહિ નીકળે?
આપણે અગાઉ જોયું તે મુજબ પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ બે વીતરાગ સ્વરૂપ સાધ્યપદ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ વૈરાગી સાધકપદ છે. અરિહંત અને સિદ્ધને સાધ્ય પદ કહ્યા પરંતુ વાસ્તવિક તે ઉભય ધ્યેયપદ, લશ્યપદ છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો સમભિરુઢનય પ્રમાણે શબ્દ ફરતાં અર્થ ફરે તે મુજબ સાધ્ય અને લક્ષ્ય શબ્દમાં ભેદ છે. લક્ષ્મ અરિહંત અને સિદ્ધ બનવાનું છે અને સાધ્ય વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સાધના છે અને વીતરાગતાની ફળપ્રાપ્તિ રૂ૫ અરિહંત-સિદ્ધ પદની પ્રાપ્તિ છે. તેથી જ જ્ઞાનવિમલસૂરિશ્વરજીએ ગાયું છે કે – વીતરાગ ભાવ ન આવહી જ્યાં લગી મુજને દેવ,
ત્યાં લગે તુમ પદ કમલની સેવના રહેજો ટેવ “મનમાં આવજો રે નાથ હું થયો આજ સનાથ” તેમાંય અરિહંતને નવકારમંત્રમાં પ્રથમ સ્થાન આપેલ છે. કારણ કે અરિહંત એ સદેહી-સયોગી-સાકાર અને અટપ્રાતિહાર્યો તથા અતિશયોના પ્રભાવયુકત પરમાત્મ સ્વરૂપ છે. જેથી કરીને અરિહંત સાથે વ્યવહાર શકય છે. વળી પ્રભાવયુકત પ્રભાવશાળી હોવાથી સહુ કોઈ સહજ જ આકર્ષાય છે. આપણે સહુ દેહધારી છીએ. દેહધારીને દેહના માધ્યમથી વ્યવહાર છે. સિદ્ધ પરમાત્મા અશરીરી-અદેહી હોઇ, દેહનું માધ્યમ નથી. તેથી તેઓની સાથે વ્યવહાર શક્ય નથી એટલે અરિહંત ભગવંતની જેમ તેઓ વ્યવહાર ઉપકાર નિમિત્ત બની શકતા નથી. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેથી જ ગાયું છે કે ... સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વ્યવહાર
કા કહીએ કછુ કહ્યો ન જાએ તું પ્રભુ અલખ અપાર. અરિહંત ભગવંતો, અરિહંત પરમાત્મા બન્યા બાદ, દેહ હોવાના કારણે દેહ હોય ત્યાં સુધી, દેહના માધ્યમથી નિર્વાણ થતાં સુધીના શેષ આયુષ્યકાળ દરમિયાન, લોક સંપર્કમાં હોવાથી લોકો ઉપર દેશના આદિ દ્વારા ખૂબ ખૂબ ઉપકાર કરે છે. જ્યારે અરિહંત ભગવંતનું નિર્વાણ થતાં તેઓ સિદ્ધ બને છે. અહી થાય છે. પછી તેમની સાથે વ્યવહાર શક્ય નથી. છતાંય તેઓ સિદ્ધપદેથી
સ્વરૂ૫ મંત્ર
૮૫
Page #9
--------------------------------------------------------------------------
________________
ધ્રુવતારક બની આપણને સિદ્ધ બનવામાં પ્રેરણારૂપ રહે છે. બાપને ઓળખાવનાર માનું મહત્ત્વ જેમ બાપ કરતાં અધિકું છે એમ સિદ્ધને ઓળખાવનાર અને સિદ્ધ પદે પહોંચાડનાર, અરિહંત પદનું મહત્ત્વ અધિકું છે.
આ નમસ્કાર મહામંત્ર સંબંધી વળી એક શાસ્ત્રીય પાઠ છે કે :
નવકાર ઈક અખર પાવ ફેડેઈ સત્ત અયરાઈ.
સાત સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મનિર્જરા થાય, તેટલી કર્મનિર્જરા, નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અરિહંત-સિદ્ધ અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુમાં ભેદ હોવા છતાં પાંચે પદનું ફળ એકસરખું કેવી રીતે હોઈ શકે ? પદ ભેદ જે છે તે અવસ્થા અને વ્યવસ્થાના ભેદો છે. અરિહંત યોગી-સદેહી વીતરાગ પરમાત્મા છે. સિદ્ધ અશરીરી અદેહી વીતરાગ પરમાત્મા છે. જ્યારે આચાર્ય શાસનધૂરા ધારક સર્વોચ્ચ વૈરાગી સાધક છે, ઉપાધ્યાય પઠન પાઠન કરાવનાર વૈરાગી સાધક છે. સાધુ, સ્વયં સાધના કરનારા, સાધના કરનાર અન્યને સહાયક થનારા તેમજ સાધનાનો આદર્શ આપનારા વૈરાગી સાધક છે. આ બધાં અવસ્થા અને વ્યવસ્થાના ભેદ છે. પરંતુ ફળપ્રાપ્તિની દૃષ્ટિએ પાંચે પદથી સરખું ફળ મળી શકે છે.
અરિહંત અને સિદ્ધના શરણથી અને હાજરી-નિશ્રામાં જ કેવલજ્ઞાન થાય અને આચાર્યઉપાધ્યાય-સાધુના શરણથી અને તેમની નિશ્રામાં કેવલજ્ઞાન-મોક્ષપ્રાપ્તિ ન થાય એવું નથી. પાંચેય પદના શરણથી અને અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિશ્રામાં અથવા તો માત્ર શરણથી કેવલજ્ઞાન, મોક્ષપ્રાપ્તિનું કે પછી તેની પૂર્વભૂમિકામાં પુણ્યાનુબંધી પુણ્ય, સમિત, દેશિવરિત અને સર્વવિરતિની પ્રાપ્તિનું ફળ મળી શકે છે. ફળપ્રાપ્તિ અંગે પાંચે પદ સરખું ફળ આપવા સમર્થ છે. આ અંગે મૃગાવતી સાધ્વી અને ચંદનબાળા સાધ્વીજી, અર્ણિકાપુત્ર આચાર્ય અને પુષ્પચૂલા સાધ્વીજી, ચંડદ્રાચાર્ય અને તેમના વિનયી શિષ્ય, ગૌતમસ્વામીજી અને પંદરસો તાપસના શાસ્ત્રીય દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે. તેથી જ તો ગાયું છે કે.....
ગુરુ રહ્યાં છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન....
હવે આપણે અરિહન્ત શબ્દ વિષે થોડી વિસ્તૃત છણાવટ કરીશું.
અરિહન્તપણું એટલે અરિરૂપી દોષ જે જીવના ખરાં શત્રુ છે, તેને હણવાની-દુર કરવાની ક્રિયા, એ જીવની સાધના છે. જ્યારે અરિહંતને અરહસ્ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે શબ્દની વિસ્તૃત સમજ તેના ચાર અક્ષર અને તે ઉપર એક એક શ્લોકની રચના કરીને આપી છે.
અરહર્ શબ્દના પ્રથમ અ અક્ષર ઉપર નીચે પ્રમાણેનો શ્લોક છે.
૮૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #10
--------------------------------------------------------------------------
________________
अकार आदि धर्मस्य आदि मोक्ष प्रदेशकः । स्वरूपे परमम् ज्ञानम् अकारस्तेन उच्यते ॥
‘અ’ નો લક્ષ્ય અર્થ અક્ષર એટલે કે જેનો ક્ષર અર્થાત્ વિનાશ નથી તે અવિનાશી અથવા તે અક્ષર એટલે શ્રુતજ્ઞાનનું મૂળ.
ભગવાને આપેલ દ્વાદશાંગીનું મૂળ શું ? સ્વર અને વ્યંજનરૂપ વર્ણ એ હાદાશાંગીનું મૂળ
એટલે કે
અક્ષરનો સમૂહ શબ્દ બને છે. કર્તા અને ક્રિયાપદ પૂર્વક શબ્દના સમૂહથી સૂત્ર બને છે. સૂત્રનો સમૂહ અધ્યાય બને છે. અધ્યાયનો સમૂહ આગમ બને છે અને આગમનો સમૂહ તે દ્વાદશાંગી. આમ દ્વાદશાંગીનું મૂળ અક્ષર છે.
જેમ કેવલજ્ઞાની સ્વયં અક્ષર છે તેમ કેવલજ્ઞાનીના વદન-કમલમાંથી મળેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનું મૂળ, સ્વર અને વ્યંજન રૂપ જે વર્ણ છે, તેને પણ અક્ષર કહેવાય છે. એટલે કે અક્ષર એવાં કેવલજ્ઞાનનાં મૂળ રૂપ પણ અક્ષર અને અક્ષરનું ફળ પણ અક્ષર એવું કેવલજ્ઞાન.
જેમ કેવલજ્ઞાન નિર્વિકલ્પક છે તેમ કોઈ પણ સ્વર અને વ્યંજન રૂપ એક વર્ણાક્ષરના ચિંતવન કે ઉચ્ચારથી કોઈપણ વિકલ્પ સિદ્ધ થતો નથી. એથી કરી અક્ષર માત્રના ઉચ્ચારથી પદાર્થ સંબંધી કોઈ પણ ભાવ થઈ શકતા ન હોવાથી માત્ર અક્ષર ઉપરનું ચિંતવન નિર્વિકલ્પકતા છે.
આમ ‘ૐ’ એ આદિ છે, મૂળ છે. કેવલજ્ઞાનનું બીજ છે માટે કેવલજ્ઞાન છે.
બીજો શ્લોક ‘’ અક્ષર ઉપર નીચે પ્રમાણે છે.
रूपि द्रव्यम् स्वरूपम् या द्रष्टवा ज्ञानेन चक्षुषा । दृष्टं लोकम् या रकारस्तेन उच्यते ॥
‘ર’ નો લક્ષ્ય અર્થ રૂપીથી રૂપીનું અને અરૂપીથી રૂપીને અરૂપી ઉભયનું દર્શન છે અથવા તો લોકાલોક જોનારું કેવલ દર્શન છે.
ત્રીજા શ્લોકમાં ‘T’ અક્ષર ઉપરની સમજુતી આ પ્રમાણે આપી છે....
हता रागाश्चदोषाश्च हताः मोह परिषहाः ।
हतानी येन कर्माणि हकारस्तेन उच्यते ॥
સ્વરૂપ મંત્ર
‘7’ નો લક્ષ્ય અર્થ રાગદ્વેષાદિ દોષરૂપી શત્રુને હણવાની ક્રિયા જે ચારિત્ર છે. અથવા તો અબ્રહ્મભાવ, સંસારભાવ, દૈતભાવ કાઢી નાખવાથી પ્રગટ થયેલ ચારિત્ર છે. છેવટનો ચોથો અક્ષર ‘ન’ ઉપરનો શ્લોક નીચે મુજબ છે.
૮૭
Page #11
--------------------------------------------------------------------------
________________
संतोषेणापि संपूर्णो प्रतिहार्याष्टकेन च।
ज्ञात्वा पुण्यम् च पापम् च नकारस्तेन उच्यते॥ ન” નો લક્ષ્ય અર્થ નિષેધ છે. પરનો નિષેધ અને સ્વનો અનુરોધ. એટલે કે ઈચ્છાનિરોધ અર્થાત તલ૫ (ઈચ્છા-તલસાટ) ઉપર તપ ક્રિયા દ્વારા વિજય અને અંતે પૂર્ણકામ તૃતદશા જે તપ છે.
સંસારમાં રાગી આત્માને કામી કહેવાય છે જે બાધક ભાવ છે. વૈરાગી આત્માને નિષ્કામ કહેવાય છે જે સાધક ભાવ છે અને વીતરાગીને પૂર્ણકામ કહેવાય છે જે સિદ્ધિ છે.
નકારાત્મકવૃત્તિ જે શુભાશુભ પુણ્યપાપના ઉદયને અસદ્ (નાશવંત) ગાગવારૂપ વૃત્તિ છે તે તપ છે અને તેમાંથી ઉદ્ભવતી તૃપ્તિ છે તે નિરિતિભાવ છે. જે નિર્વિકલ્પ ભાવ છે.
એટલે કે પોતાના આત્માના પ્રદેશથી અભેદ એવા ચાર આઘાતી કર્મ, દારિક શરીર અને બાકીના ક્ષેત્રભેદથી સર્વ બાહ્ય પદાર્થોના એકસરખા જ્ઞાતા દ્રષ્ટા છે. અર્થાત તેમાં કોઈ રાગ-દ્વેષ, હેતુ, કે પ્રયોજન છે નહિ તે તેમનો પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા ભાવ છે.
આ પ્રમાણે “ગરદન’ શબ્દનું અદ્ભુત આયોજન રહસ્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે મહાદેવ વીતરાગ સ્તોત્ર દ્વારા સમજાવ્યું છે કે “મરદન’ શબ્દમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંકલિત થયેલ છે કે જે પાછા આત્માના સ્વરૂપગુણ છે.
અરિહંત અર્થાત અહમ્ ત્રૈલોકય પૂજ્ય હોવાથી ‘ઈ’ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં અહં ધાતુનો અર્થ પૂજવાને યોગ્ય છે. આ અહં શબ્દનું આયોજન પણ ખૂબ સુંદર અને રહસ્યમય છે. અર્ધ શબ્દમાં રામ (આત્મા) શબ્દનો સમાવેશ થઈ જવા ઉપરાંત વધારામાં ‘હ' અક્ષર જોડાયેલ છે તે મહાપ્રાણ છે, જે હૃદયમાંથી ઉઠે છે, (ઉચ્ચારાય છે), અને સ્વર અને વ્યંજનનો સત્તાધીશ છે. ઉપરાંત અ જેમ બારાખડી વર્ણમાળાનો આદ્યાક્ષર છે તેમ “હએ અંત્યાક્ષર છે. આમ આઘાંતાભ્યામ્ ન્યાયે, આદિ અને અંત આવી ગયા હોય એટલે સર્વ મધ્યના અક્ષરો એમાં સમન્વિત થઈ ગયા છે એમ કહેવાય એટલે જ ઋષિમંડલ સ્તોત્રનો શ્લોક છે કે...
આદંતાક્ષર સંલક્ષ્ય-મક્ષરં વ્યાપ્ય યતસ્થિતમ,
અગ્નિ જુવાલાસમ નાદ, બિંદુ રેખા સમન્વિતમ્ | એટલું જ નહિ પણ “” જેમ વાયુતત્ત્વ છે. “” જેમ જલતત્ત્વ છે “” જેમ પૃથ્વીતત્ત્વ છે, તેમ ' એ આકાશતત્ત્વ છે અને ‘’ એ અગ્નિ તત્વ છે.
“અ” અને “હ” ની વચ્ચે “ર” અક્ષર જે અગ્નિ તત્વ છે તેને ગોઠવવાથી “અ” અને “હ” અક્ષરના માથે મ ચઢી જે અહં શબ્દ બન્યો છે તે અહંને ભસ્મીભૂત (બાળી નાખવાના) કરવાના સૂચનરૂપ છે. આવી રહસ્યમય અહં શબ્દની પણ વ્યુત્પત્તિ છે.
૮૮
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
www.jaineliઉry.org
Page #12
--------------------------------------------------------------------------
________________
જગતમાં કોઈ ન હણાતું હોય તો તે અર્જુન છે. અર્હમ્ સત્તત્ત્વ છે. અસત્ તત્ત્વ હોય તે જ હણાય. સત્ તત્ત્વ ક્યારેય હણાતું નથી. અર્હમ્નો આશરો લેનારો અર્થાત્ સત્તત્ત્વને આધાર લેનારો હણાતો નથી. જન્મ-મરણ, જીવન હણે છે. જન્મ-મરણનો અંત અર્થાત્ ભવાંત કરનારા પરમાત્મા છે જે અર્હમ્ છે.
પ્રથમ પાપવૃત્તિથી અટકી, પાપપ્રવૃત્તિથી વિરમવાનું છે. જેના અંતે પાપપ્રકૃતિનો નાશ કરવાનો
પાંચ મહાવ્રતના અંગીકારથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિના નાશની શરૂઆત થાય છે. પરંતુ પાપપ્રકૃતિ-ઘાતિકર્મનો નાશ તો નિર્વિકલ્પ ઉપયોગમાં રહેવાથી થાય છે. માટે જ સવ્વપાવપ્પણાસણો એમ નવકારમંત્રમાં કહેલ છે. વળી પાપથી મુકત થવામાં મુક્તિ છે. પાપબંધ એ અધર્મ છે, તેથી જ અઢારે પ્રકારનાં પાપથી-પાપસ્થાનકોથી વિરમવાનું છે.
પુણ્યબંધથી થતાં પુણ્યોદયમાં સુખની ઈચ્છા, સુખની લાલસા, આસક્તિ અને મોહ હોય છે. માટે જ પુણ્યબંધનું લક્ષ્ય રાખવાનું નથી. દુઃખનો મોહ કોઈને નથી. માટે જ ખોટા સુખનો (પરાધીન સુખ) મોહ છોડી નિર્મોહી થવું તે ધર્મ છે. પુણ્યના બંધ અને પુણ્યના ઉદયનો ઉપયોગ, પાપનાશ માટે કરવાનો છે અને નહિ કે નવા પાપબંધ માટે. પાપનાશથી મોક્ષ છે. માત્ર પુણ્યપ્રાપ્તિથી મોક્ષ નથી. હા! પુણ્યપ્રાપ્તિથી દર્દ, દરિદ્રતા અને નર્ક તિર્યંચ ગતિ ટળે છે તેટલા પૂરતી પુણ્યની આવશ્યકતા, પાપનાશ અને મુક્તિપ્રાપ્તિના લક્ષ્ય જરૂરી ખરી. જીવ આવા બંધનથી અટકે એટલે પુણ્યના આગમનનો સવાલ જ રહેતો નથી. શુભ ભાવથી બંધાતું પુણ્ય તે સમયે અમૃતરૂપ છે અને દશ્યરૂપે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો કેવો ઉપયોગ કરે છે તે પ્રમાણે તે વિષ કે અમૃત બને છે. આથી જ ચુલિકામાં સવ્વપાવપ્પણસણો કહ્યું પણ પુણ્યનો કોઈ સંકેત ન કર્યો.
અરિહન્ત શબ્દનો લક્ષ્યાર્થ છે અભેદજ્ઞાન. એટલે કે આત્માના ક્ષાયિક સ્વરૂપની પ્રાપ્તિ. જ્યારે શબ્દાર્થ છે ભેદજ્ઞાન અર્થાત્ આત્મા અને દેહ બે ભિન્ન છે તે ક્ષીરનીર રૂપ થઈ ગયા છે એને જુદાં પાડવાનું જ્ઞાન તે ભેદજ્ઞાન.
અરિહન્ત શબ્દનો નિશ્ચય અર્થ એ છે કે જેણે રાગ દ્વેષ રૂપી અંતરંગ શત્રુને હણ્યા છે તે અરિહન્ત ! જ્યારે એનો વ્યાવહારિક અર્થ એ છે કે જેણે ઘાતિકર્મોનો નાશ કર્યો છે તે અરિહન્ત છે. તેમ અરિ એટલે દ્રવ્યાનુયોગ અને હન્ત એટલે ચરણકરણાનુયોગ કહી શકાય.
અરિહન્ત શબ્દની વિચારણા બાદ હવે નવકારમંત્રની ચુલિકામાંના સવ્વ પાવપ્પણાસણો એ સાતમા પદ વિષે વિચારીશું.
ચાર ઘાતિકર્મની બધી પ્રકૃતિ પાપ પ્રકૃતિરૂપ છે. જ્યારે ચાર અઘાતિકર્મમાં પુણ્ય-પાપ ઉભય પ્રકૃતિ છે. પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ અટકે એટલે પાપપ્રકૃતિ નહિ બંધાય. ઘાતિકર્મ, પાપવૃત્તિ અને
સ્વરૂપ મંત્ર
ve
Page #13
--------------------------------------------------------------------------
________________
પાપપ્રવૃત્તિથી બંધાય છે. સ્વરૂપની અપેક્ષાએ ચારે ઘાતિકર્મ આત્માને પરમાત્મા બનવા દેતા નથી તેથી જ તેને પાપપ્રકૃત્તિ કહેલ છે. અહીં એક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે નિદ્રા એ ઘાતિકર્મમાંના દર્શનાવરણીય કર્મનો એક ભેદ છે તે નિદ્રા તો જીવને આવશ્યક છે, કેમ કે નિદ્રા વિના જીવ જીવી શકતો નથી. નિદ્રાનાશના રોગી આપઘાત કરી જીવનનો અંત આણવા સુધી જાય છે તો એને પાપ પ્રવૃત્તિ કેમ કહેવાય ? એનો જવાબ એ છે કે નિદ્રા એ જડવત દશા છે, અને પ્રમાદરૂપ હોવાથી કદીય નિદ્રાવસ્થામાં કેવલજ્ઞાન થતું નતી અર્થાત્ પરમાત્મા બની શકાતું નથી માટે તેને પાપપ્રકૃત્તિ કહેલ છે.
મંગલાણંચ સવ્વસિં પઢમં હવઈ મંગલ સર્વ મંગલમાં પ્રથમ મંગલ એટલે કે ઉત્કૃષ્ટ મંગલ નમસ્કાર મહામંત્રમાંના પંચ પરમેષ્ઠિ પદોને કરવામાં આવતો નમસ્કાર છે.
અહીં હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આનંદ અથવા સુખનો સંકેત કેમ ન કર્યો ? પાપને ગાળે તે મંગલ એ મંગલ શબ્દનો અર્થ છે. વ્યાકરણશાસ્ત્રની પદ્ધતિએ મંગલ શબ્દના એવાં ઘણાં અર્થ થાય છે. જ્યાં આનંદ થા સુખ હોય ત્યાં મંગલ હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ જ્યાં મંગલ હોય ત્યાં આનંદ અને સુખ અવશ્ય હોય જ. મંગલ થાઓ! એ આશીર્વચન કલ્યાણ અને હિતને સૂચવે છે. હિત અને સુખ એ બેમાં મોટો ભેદ છે. હિત અને કલ્યાણ નિત્ય તત્ત્વ છે. જ્યારે હિત અને કલ્યાણ નિરપેક્ષ સુખ અનિન્ય છે. માટે જ નમસ્કાર મહામંત્રની ચૂલિકામાં, સર્વ પાપને પ્રણાશ થાઓ! અને સર્વનું મંગલ થાઓ! એવી જે રચના છે તે જીવને પરમાર્થ તત્વની મહા-મૂલ્યવાન બક્ષિસરૂપ છે.
આ રીતે નમસ્કાર મહામંત્રમાં એકેક શબ્દની રચના અને યોજના વિસ્મયકારક, અને અદ્ભુત અલૌકિક લોકોત્તર છે.
અગાઉ જોઈ ગયાં તે મુજબ હ એ મહાપ્રાણ છે, જે હૃદયમાંથી ઉચ્ચારાય છે. તેમ મંત્રાક્ષર હૃદયમાં શ્રદ્ધા અને લાગણી શુદ્ધ કરે છે માયા બીજ છે જ્યારે બુદ્ધિ શુદ્ધ કરે છે, જે મસ્તિકમાંથી ઉચ્ચારાય છે અને તે મંત્રાક્ષર પ્રણવબીજ છે. વળી આમાં પંચપરમેષ્ઠિનો સમન્વય થયેલો છે જે નીચે પ્રમાણે છે.
સંસ્કૃત ભાષાના અક્ષર સંધિના નિયમ મુજબ અરિહન્તનો અ અને અશરીરી કે સિદ્ધ ભગવંતનું મુખ્ય વિશેષણ છે, તેનો અ મળી અ+1= આ થાય છે. એમાં આચાર્ય શબ્દનો પહેલો અક્ષર આ ભળવાથી આ+=આ. એમાં ઉપાધ્યાય શબ્દનો પહેલો અક્ષર ઉમળવાથી આ + ઉ=ઓ થાય છે. અને મુનિનો પહેલો અક્ષર મ જોડાવાથી ઓ+મત્રઓમ શબ્દ બને છે. - હવે પ્રશ્ન એ થાય કે પાંચમાં સાધુ પદના સાધુ શબ્દનો સા અક્ષર ન લેતાં મુનિ શબ્દનો મ અક્ષર કેમ લેવામાં આવ્યો ? તેનું કારણ એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુમિરૂપી અષ્ટપ્રવચન માતાની આરાધાનાનું અંતિમફળ જો કોઈ હોય તો તે મનનું મૌન છે. અને મૌન એ અબોલ તત્ત્વ છે. એટલે
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #14
--------------------------------------------------------------------------
________________
આત્મા મૌનથી પણ પર છે તેથી મુનિ શબ્દ લક્ષ્મ અર્થથી બહુ મહત્ત્વનો હોઈ સાધુના સ્થાને અત્રે પ્રયોજ્યો છે અને સાધુને મુનિ તરીકે પણ ઓળખવામાં આવે જ છે.
લિપિભેદે ઓમ બે પ્રકારે લખાય છે. આ નું બીજું રહસ્ય એ છે કે સચરાચર વિશ્વ-બ્રહ્માંડ અસીમ ગોળાકાર છે. આમ અંત્યસીમાંત અને અસીમ ઉભય ગોળાકાર રૂ૫નું કૅ લિપિમાં આલેખન થયેલ છે.
સ્વરૂપમંત્રથી સ્વરૂપપદે પહોંચેલ પરમાત્માને નમસ્કાર થાય છે જે નમસ્કારના ત્રણ ભેદ છે. (૧) કાયયોગથી ચરણ, ઘૂંટણ, હસ્ત, નાસિકા અને મસ્તક એમ પાંચ અંગ ધરતી સરસા અડાડી
થતો પંચાગ પ્રણામ-નમસ્કાર. (૨) વચનયોગથી પરમાત્મ ભગવંતની સ્તુતિ કરવા દ્વારા થતો નમસ્કાર. (૩) અને મનોયોગથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં લીન થવા દ્વારા અતિ સૂક્ષ્મતાએ
શૂન્ય બનવા દ્વારા થતો પ્રણિધાનરૂપ સર્વોત્કૃષ્ટ નમસ્કાર કે જે ત્રીજા પ્રકારના નમસ્કાર વિશે જ કહેવાયું છે. ઈકોવિ નમુક્કારો જિનવર વ સહસ્સ વદ્ધમાણસ
સંસાર સાગરાઓ તારેઈનર વા નારી વા... પંચપરમેષ્ઠિના ભાવ૫દને ત્રણે યોગથી નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપનો પ્રણાશ એટલે કે મૂળથી નાશ અર્થાત્ ક્ષય થાય છે. તેથી જ સવ્ય પાવપણાસણ કહેલ છે. નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપના ડુંગરોને ઓળંગવાના છે. ખતમ કરવાના છે. પંચપરમેષ્ઠિની આરાધના એટલે પુણ્યના ડુંગરો ખડકવા એમ નથી સમજવાનું, પરંતુ પંચપરમેષ્ટિને નમસ્કાર એટલે પાપોના ડુંગરોનો નાશ.
નમસ્કાર એટલે કે નમન અને નમન એટલે નમવું અર્થાત ઊલટવું. મનને ઊલટાવવું એટલે નમ. તેમ મનને ઊલટાવવું એટલે કે મનને અમન કરવું. આમ નમવું એટલે પરિણમવું-તરૂપ થવું. અમન થવું એટલે ઈચ્છા રહિત થવું નિરિહિ થવું. વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મન શબ્દનો અર્થ વિચારવું એટલે કે બુદ્ધિ તત્વ છે. તે જ પ્રમાણે મનની ચંચળતાના અર્થમાં મન એ વિકલ્પ અને ઈચ્છાનું પોટલું છે આમ નમસ્કાર એટલે કે નમન એ અમન-ઈચ્છારહિત-નિરિહિ-પૂર્ણકામ બની પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાની ક્રિયા છે. એથી જ તો શ્રીમદ્જીએ ગાયું છે કે.
શુભ ભાવ વડે મન સુદ્ધ કરો,
નવકાર મહાપદને સમરો, નહિ એ સમાન સુમંત્ર કહો,
ભજીને ભગવંત ભવંત લો.
સ્વપ મંત્ર
૯૧
Page #15
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રીય પરિપાટીથી પંચપરમેષ્ઠિમાં અરિહંત ભગવંત એ છે કે જેઓ અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી બાર ગુણોથી યુકત છે. જ્યારે આઠ કર્મોના ક્ષયથી પ્રગટેલા આઠ ગુણોથી યુકત છે તે સિદ્ધ ભગવંત, છત્રીસ ગુણો ધરાવે છે તે આચાર્ય છે, પચીસ ગુણોને જે ધારણ કરે છે તે ઉપાધ્યાય છે અને સત્તાવીસ ગુણોથી જે ગુણવાન છે તે સાધુ છે. બધાં મળીને ૧૨+૮+૩૬+૨૫+૨૭=૧૦૮ તે ગુણો થતાં હોવાથી નવકારમંત્ર ગણવાની માળા જેને નવકારવાળી કહેવાય છે તે માળાના કુલ મણકા અથવા પારા એકસો આઠ છે.
નવકારના પદ નવ છે અને પંચ પરમેષ્ઠિના ગુણોનો સરવાળો ૧૦૮ છે તેનાય અંકોનો સરવાળો નવ છે કે જે નવનો આંક અખંડ અને અભંગ ગણાય છે. એ એક ગણિત ચમત્કાર છે કે નવના આંકને ગમે તે અંકથી ગુણીએ તો ગુણાકારની રકમનો આંકનો સરવાળો નવ જ આવશે. વળી નવના કોઠા પલાખા વિષે વિચારીશું તો ય જણાશે કે નવ એકું નવમાં, નવથી શરૂ થઈ આંકડો ક્રમબદ્ધ ઊતરતો દાયે નવે નેવુંમાં, ૯૦ના શૂન્ય સુધી પહોચે છે. તેમ કોઈપણ ગમે તેટલા આંકડાની રકમના અંકોના સરવાળાને તે મૂળ રકમમાંથી બાદ કરતા આવતી રકમના અંકોનો સરવાળો હંમેશ નવ આવશે. જેમ ૩૩૨ ત્રણ આંકડાનો સરવાળો આઠ. ૩૩૨ માંથી આઠ જાય એટલે ૩૨૪ એ ત્રણનો સરવાળો નવ રહેશે.
પાંચ અસ્તિકાયરૂપ વિશ્વનું મૂળ એક પ્રદેશત્વ જે અવિભાજ્ય છે તે ગોળાકાર શૂન્ય રૂપ છે અને તેનો વિસ્તાર પણ અસીમ એવું આકાશ દ્રવ્ય ગોળાકાર રૂપ છે.
શૂન્ય એ મૂળ (બીજ) છે અને શૂન્ય એ ફળ છે. અહીં શૂન્ય એટલે શૂન્યત્વ. અર્થાત્ પરમાત્મ તત્ત્વ, મૂળમાં સત્તાગત આપણામાં જ રહેલાં આપણા પરમાત્મતત્ત્વનું આપણે પ્રાગટીકરણ કરવાનું છે. સ્કૂલમાંથી સૂક્ષ્મમાં થઈ શૂન્યમાં જવાનું છે. અહીં શૂન્ય એટલે પદાર્થ-દ્રવ્યનો અભાવ નહિ પરંતુ પરસ્પર વિરુદ્ધ પદાર્થની અસરનો અભાવ. કોઈને બાધા પહોંચાડે નહિ અને કોઈથી બાધા પામે નહિ તેવી અવ્યાબાધ અવસ્થા તે શૂન્યાવસ્થા. એ અવસ્થાનો સંકેત ઉપરોક્ત ગણિત ચમત્કારમાં છે. એટલું જ નહિ પણ ગણિતમાં શૂન્યની અવસ્થા એવી જ છે. શૂન્યને કોઈ રકમમાં ઉમેરો કે કોઈ રકમમાંથી બાદ કરો, યા તો કોઈ રકમ વડે તેને ગુણો કે ભાગો તો તે રકમ અકબંધ રહેશે. કોઈ અસર તે રકમને થશે નહિ. તેમ શૂન્ય પણ શૂન્ય જ રહેશે. આમ ગણિત ચમત્કાર પણ અધ્યાત્મ તરફ દોરી જાય છે.
ઉપરાંત અરિહંત ભગવંતનો રંગ શ્વેત છે, સિદ્ધ ભગવંતનો રંગ રક્ત (લાલ) છે. આચાર્ય ભગવંતનો રંગ પીત (પીળો) છે, ઉપાધ્યાય ભગવંતનો રંગ હરિત (લીલો) છે, અને સાધુ ભગવંતનો રંગ શ્યામ (કાળો) છે.
ફ્
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #16
--------------------------------------------------------------------------
________________
પંચ પરમેષ્ઠિના પાંચ રંગોની જે કલ્પના કરી છે, તે કેટલી યથાયોગ્ય છે, તેનો વિચાર કરીએ.....
પંચપરમેષ્ઠિ જેમ જપનો વિષય છે તેમ પરમાર્થથી ધ્યાનનો વિષય છે. ધ્યાન સાધનાના અનેક કેન્દ્રો ને ભેદો છે. તેમાં આપણા શરીરની રચનામાં મુખ્ય તાળવું છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે હાડકાનો ભાગ પૂરાયેલો હોતો નથી અને તે કોમળ હોય છે. એ જ સહસ્ત્રદલ કમલનું કેન્દ્ર છે કે જેમાં પરમાત્મપદની સ્થાપના છે. ત્યાંથી નીચે ઊતરતાં છ ચક્રમાંનું છઠું ચક કે જેને આજ્ઞાચક કહેવામાં આવે છે. તેનું સ્થાન બે ની વચ્ચે રહેલ ભ્રકુટી છે તે ગુરુનું સ્થાન છે અને ગુરુપદને સાધીએ તો જ તેમના દ્વારા પરમાત્મદેવનું મિલન થાય છે એટલે સુખાસને બેસીને ચિત્તને સ્થિર કરીને, ચક્ષુ બંધ કરીને તે બ્રકુટિ સ્થાનમાં ઈચ્છા અને વિચારને સ્થગિત કરી દઇએ, ત્યાં શું બંધ આંખે દેખાય છે તે
ટા બની જોયાં કરવું, ધ્યાન કરવું. તે અનેક પ્રકારના ધ્યાનના ભેદોમાં મહત્ત્વનો ઊંચો ભેદ છે. કારણ કે પરમાત્મ તત્વ પૂર્ણ જ્ઞાતા અને દેટા છે. માટે સાધકે પણ કર્તા-ભોકતા મટીને એટલે કે ઈચ્છા અને વિચારને છોડીને દ્રશ્યથી જુદાં પડવા માટે દ્રશ્યને જોતાં શીખવું જોઈએ. પરંતુ ઈચ્છા અને વિચાર થઈ દ્દશ્ય સાથે ભળવું ન જોઈએ. આ રીતે આજ્ઞાચક્રમાં માનસિક ત્રાટક કરી ધ્યાન કરવાનું શરૂ કરીશું એટલે પહેલાં કાળું ધબ દેખાશે ને એ પ્રમાણે સતત દર્શન કરવાથી તે કૃષ્ણવર્ણમાં તૂટફૂટ થશે અને ક્રમિક વિકાસપ્રમાણે નીલવર્ગ જેવું દેખાશે. આગળ તે દર્શનને દ્દઢ કરતાં કરતાં વર્ણાતર થયાં જ કરશે અને પરિણામે પરમ ઉજ્જવલ. પરમ તેજસ્વી શ્વેત વર્ણ દેખાશે. આવો આ સાધનાનો પ્રયોગ છે.
હવે કયા સાધકે પૂર્વભવમાં કેવી સાધના કરી હોય અને ક્યાં સુધી પહોંચ્યો હોય તે કહેવું અશકય છે. તેથી તેની સાધના જ્યાં અધૂરી રહી હોય ત્યાંથી શરૂ થાય એટલે ગમે તે વર્ગ દેખાય. વળી સાધનામાં જો ચઢ-ઊતર થાય તો તે પ્રમાણે પણ વર્ણાતર થાય. પરંતુ આ વર્ગદર્શનનો સાર એ છે કે સાધકે એ નિર્ણય કરવો કે જ્યારે જે વર્ણ દેખાય ત્યારે તે પદનું અજપાજાપરૂપે ધ્યાન થઈ રહ્યું છે. એ રીતે સતત અભ્યાસ કરી સાધકે આગળ વધવું અને અનુભવ કરવો. આ હકીકતની વાતો કરવાથી કાંઈ ન વળે પાણા પ્રયોગ કરવાથી મળે.
અહીં પ્રશ્ન એ ઉદ્ભવે કે પંચપરમેષ્ઠિના વર્ગમાં, સિદ્ધ પરમાત્મા અશરીરી હોવાથી તેમના બીજી અપેક્ષાએ જે ૩૧ ગુણ વર્ણવ્યા છે એમાં અવર્ણ, ગંધ, અરસ આદિ ગુણો કહેલ છે, તો સિદ્ધ ભગવંતમાં લાલ વર્ણ કેમ આરોપાય? સાધકને ઉપર જણાવેલ પ્રયોગની અપેક્ષાએ વર્ણન કરવામાં આવેલ છે. જેમ સૂર્યોદય વેળાએ જેને ઉષા કહેવામાં આવે છે તે વખતે સૂર્યનો વાર્ણ રક્ત હોય છે જે પછી શેત બને છે તે પ્રમાણે સાધકને ધ્યાનની પ્રક્રિયામાં દર્શન થાય છે. જેવી રીતે પંચપરમેષ્ઠિના પાંચ વર્ણો છે તેવી જ રીતે ચોવીસે તીર્થકર ભગવંતો પણ પાંચ વર્ણમાં વહેચાયેલાં
છે.
સ્વરૂ૫ મંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
દોય રાતા જિનવર અતિ ભલા,
દોય ધોળા જિનવર ગુણનીલા,
સોળે જિન કંચન વર્ણ લહ્યાં.
સાધુ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં હોવાથી એમનો રંગ કાળો સૂચવ્યો છે. વળી ધ્યાનની પ્રક્રિયામાં પણ સાધકને શરૂઆતમાં પ્રથમ કાળું ધબ દેખાય છે ત્યારબાદ સાધનામાં વિકાસ થાય છે તેના નિર્દેશરૂપ ઉપાધ્યાયનો રંગ લીલો કહ્યો છે. જે શુદ્ધિકરણ સૂચવે છે અને એ જ પ્રમાણે ધ્યાનમાં પણ કાળા રંગ બાદ જાંબળી, નીલો, લીલો રંગ દેખાય છે. તેથી આગળ સાધનામાં વિકાસની ઉપલી ભૂમિકામાં કર્મમલને ભસ્મીભૂત કરવાના સામર્થ્યરૂપ, જે તેજ પ્રગટ થયું છે એના સંકેત રૂપે, આચાર્યનો રંગ પીળો બતાડયો છે. જે પ્રમાણે ધ્યાનમાં પણ બને છે એ જ પીળો રંગ પછી લાલચોળ રક્ત વર્ણ થઇ અંતે શ્વેત રંગમાં પરિણમે છે.
દોય નીલા, દોય શામળ કહ્યાં,
કોલસો પણ પહેલાં કાળો હોય છે જેને અગ્નિથી સળગાવતા એમાં પ્રથમ લીલી પીળી ઝાંય ઊઠે છેને અંતે શ્વેત રાખ બને છે.
તેવી જ રીતે ગાઢ તિમિરમાંથી પ્હો ફાટે છે જે ઉષા ટાણે રક્ત, પીત રંગ ધારણ કરે છે અને પૂર્ણ સૂર્યોદય થયાં બાદ શ્વેતવર્ણી પ્રકાશરૂપે પરિણમે છે.
૯૪
અનેક મંત્રો અનેક ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. જેવી જેની વાંછના. એ મંત્રોના બે મુખ્ય ભેદ છે. કેટલાંક ક્રૂર મંત્રના આરાધ્ય દેવ છે જે અધિષ્ઠાયક દેવતા કહેવાય છે તે પણ ક્રૂર હોય છે જ્યારે સૌમ્યમંત્રના અધિષ્ઠાતા દેવ સૌમ્ય હોય છે. ક્રૂર મંત્રની સાથે દાન કે તપનો કોઈ સંબંધ હોતો નથી. જ્યારે સૌમ્ય મંત્રના જાપ સાથે જો દાન અને તપ ભળે છે તો તે મંત્રને બળ મળે છે જેથી તે શીઘ્ર ફળે છે. અને ફળ પણ શ્રેષ્ઠ હોય છે. નમસ્કાર મહામંત્ર એ સૌમ્ય પ્રકારનો મંત્ર છે જેનો જાપ શીઘ્ર અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્તિ અંગે દાન અને તપ સહિત કરવા યોગ્ય છે, કારણ કે બીજા મંત્રોના અધિષ્ઠાયક દેવોની અવસ્થા તપ, ત્યાગ અને દાન સ્વરૂપ નથી હોતી. જ્યારે પંચ પરમેષ્ઠિનાં પાંચ પદો સ્વયં તપ, ત્યાગ, દાનાદિ અનેક ગુણની પરાકાષ્ઠારૂપ છે. માટે જ આનાથી ચઢિયાતો મહાન મંત્ર કયો હોઈ શકે ?
વળી અન્ય મંત્રોની આરાધનામાં ધ્યેય, ધ્યાન, ધ્યાતા ત્રણે ભિન્ન હોય છે. અને કદી અભેદ થતાં નથી. કારણ કે ધ્યાન કરનાર ધ્યાતાની જે દશા હોય છે તે જે રહે છે, અને એના માર્ગ દ્વારા પ્રાપ્ત થયેલ વાંછિત પદાર્થ કાયમ રહેતો નથી. તેને યાચકપણું પણ ટળતું નથી. એટલું જ નહિ પણ આપનાર અધિષ્ઠાયક દેવ દેવીની અવસ્થા સ્થિતિ પણ સાદિ સાન્ત હોય છે.
જ્યારે પંચ પરમેષ્ઠિ મંત્રના પદો અવિનાશી છે અને ધ્યાતાને અવિનાશી બનાવી, ધ્યાનથી પર
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #18
--------------------------------------------------------------------------
________________
કરી અભેદ થાય છે, સાધનાકાળે ત્રણે ભિન્ન હોવા છતાં સાધ્ય પ્રાપ્તિ થયે ત્રણે અભેદ થાય છે.
ઉદાહરણ તરીકે કોઈ દેવદેવીના મંત્રની આરાધના-સાધના કરનાર જો સ્વયં તે દેવ કે દેવીના પદની વાંછના રાખે તો કાંઈ એવું ન બને કે તે દેવ-દેવી પદચુત થઈ એમની ગાદી એમનું પદ સાધકને આપી દે. ઊલટા તેવી માગણી કરનાર ઉપર તે કોપાયમાન થાય. જ્યારે અરિહંત અને સિદ્ધ પદનો આરાધક અરિહંત અને સિદ્ધ પદની માગણી કરી શકે અને તે પદ સાધકને પ્રાપ્ત પણ થાય. નવપદજીની ઓળીમાં પ્રત્યેક પદના દુહામાં આજ પ્રકારની માંગ આવે છે.
અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈરે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમાં, હોવે સિદ્ધ ગુણખાણી રે વીર. ધ્યાતા આચારજ ભલા. મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા. આચારજ હોય પ્રાણી રે વીર. તપ સજજા રત સદા, દ્વાદ્રશ અંગનો ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. -વીર. અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુડે શું લોચે રે. -વીર. શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ તસ થાય રે, દર્શન તેહી જ આતમાં, શું હોય નામ ધરાવે રે, વીર. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે. તો હૂએ એહીજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે -વીર. જાણ ચારિત્રને આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવી ભમતો રે. વીર.
સ્વરૂ૫ મંત્ર
૯૫
Page #19
--------------------------------------------------------------------------
________________
--
ઈચ્છારોઘ સંવરી, પરિણતિ સમતા યોગે રે,
તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે, વીર. આમ છતાંય સમકિતી દેવ દેવીનું મહાત્મા છે, જેને માટે ચૌદપૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે. મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમો અ,
સમ-દિઠી-દેવા દિતું સમાહિં ચ બોહિંચ. આ ગાથા એમ સૂચવે થે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને મૃતધર્મ જેટલાં સહાયક છે તેટલાં જ સમક્તિ દષ્ટિ દેવ દેવીઓ સહાયક છે. એ સમકિત દષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્ત્વની છે કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવાં તીર્થંકર પરમાત્મા, તીર્થકર નામકર્મનો ભોગવટો પ્રધાનપણે દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસનરક્ષા અને શાસન પ્રભાવના માટે દેવોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે.
જેમ આપણી લઘુતા, નમ્રતા માટે દાસાનુદાસપણું સ્વીકારીએ છીએ તેમ દેવો પણ દાસાનુદાસપણું સ્વીકારે છે અને નમસ્કાર મંત્રના આરાધકની યથાયોગ્ય અવસરે દષ્ટ અને અદકેરૂપે સહાયતા કરે છે. દેવોના જીવનમાં. તેમની સાધનામાં આ એ વિકાસ વિભાગ છે. કારણ કે તેમના નિકાચિત પુણ્યના ઉદયમાં અને ભોગ સુખમાં આપણી જેમ વિરતિધર્મનું તેઓ પાલન કરી શકતા નથી તેથી જે તે ગાયું છે કે સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂર્વ નો સાર...
દેવો સમરે, દાનવ સરે, સમરે રાજા રંક..... એટલું જ નહિ, પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ સમકિતદષ્ટિ દેવોનું મહાત્મ વર્ણવ્યું છે કે, સમકિત દષ્ટિ સુર તાણી આશાતના કરશે જેહ લાલ રે,
બોધિ દુર્લભ તે થશે થાણા ભાખ્યું એહ લાલ રે... નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રના સ્વરૂપમાન છે. એ સ્વરૂપનામનું સ્મરણ, નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે તે નામસ્મરણની મહત્તા મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આ રીતે બતાવેલ છે.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #20
--------------------------------------------------------------------------
________________
નકો મંત્ર, નવિ યંત્ર, નવિ તંત્ર મોટો,
જિ નામ તારો સમામૃત લોટો, પ્રભુ નામ તુજ મુજ અક્ષય નિધાન,
ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન. આ પંકિતનું પરમ રહસ્ય શું છે? મનુષ્ય યોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈપણ પદાર્થના અર્થ કે ભાવની જન્મતાની સાથે જાણતો કે સમજતો નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને, પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છે-ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણામાં રાખેલ તે શબ્દના અર્થ અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ, આપણા સ્વરૂપમંત્ર રૂપ આ નવ પદોનાં નામોની ખૂબ રટણપૂર્વક જપ કિયા કરવી જોઈએ જેથી આપણે તેના અર્થ અને ભાવને પામી શકીએ.
આમ પંચપરમેષ્ઠિના શબ્દોચ્ચાર રૂપ, નામ સ્મરણ અને તેના જપનું કેટલું મહત્ત્વ છે, તે જીવનના અનુભવથી સહુ કોઈ સહજ સમજી શકે છે. આથી જ ચાર નિક્ષેપમાં નામ નિક્ષેપને પ્રથમ કમાકે સ્થાન આપ્યું છે.
વિશ્વમાં ગમે તે ધર્મમાં, ગમે તે ભાષામાં, ગમે તેટલા મંત્રો હોય, પરંતુ બધાય મંત્રોનું મૂળ આ પાંચ શબ્દો હોવાથી આ પાંચ પદોનું સ્મરણ કરીને જો બીજા મંત્રોની સાધના કરે તો જ તે મંત્રોને બળ મળે અને તેનું ફળ મળે. કારણ કે તેના પંચપરમેષ્ઠિ શબ્દ રૂ૫ મંત્ર સ્વરૂપ છે. જ્યારે બીજા બધાં મંત્રો તેનાં અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને કિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પરમાર્થથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિનાશી સ્વયંભૂ હોય જ્યારે વિનાશી એ અવિનાશીનો આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે. પંચપરમેષ્ઠિ મંત્રની સ્તુતિ નીચેના શ્લોથી કરવામાં આવે છે.
અહંન્તો ભગવન્ત ઈન્દ્ર મહિતા
સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નિતકરા
પૂજ્યા ઉપાધ્યાયકા | શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા
રત્નત્રયા આરાધના પંચતે પરમેષ્ઠિન: પ્રતિદિન
કુર્વજુવો મંગલમ્ |
સ્વર મંત્ર
Page #21
--------------------------------------------------------------------------
________________
આ શ્લોકમાં અરિહંત ભગવંતો ઈન્દોને પૂજ્ય છે એમ ઈન્દ્ર મહિતા શબ્દોથી કહેવાયું છે. તો પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરેદેવ એવાં ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ કેમ ન કહેવાયું? એનું કારણ એ છે કે.... તીર્થકરને બાદ કરતાં સર્વાધિક પુણ્યના સ્વામિ ઈન્દ્ર જેવા ઈન્દ્ર જો અરિહંત ભગવંતની પૂજા અભિષેક, વૃષભનું રૂપ લઈને ય કરતાં હોય તો પછી બીજાં એનાથી ઊતરતાં પુણ્યશાળીઓ તેમ કરે એમાં નવાઈ શી?
- આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય અને ભાવ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય. અનાદિકાળથી જીવ માત્ર પોતાના સ્વયંભૂષણથી સ્વ અસ્તિત્વથી સ્વ સત્તાથી, વ્યકિત રૂપે પોતે પોતાને પ્રાપ્ત છે. પરંતુ સ્વ શુદ્ધ ગુણપર્યાયથી, અપ્રાપ્ય છે. એટલે જૈનદર્શનમાં પહેલાં જીવના શુદ્ધ ગુણપર્યાયનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર, સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે. આવાં શુદ્ધ ગુણપર્યાયને જે પ્રાપ્ત કરે તે વ્યકિત પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યકિત છે. એટલે હવે એવી વ્યકિતના સંશોધનનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ પ્રશ્નોનો જવાબ લોગસ્સ-ચતુર્વિશતિસ્તવ-નાસ્તવ સૂત્ર છે, જેમાં વર્તમાન ચોવીસિના ચોવીસેય તીર્થકર ભગવંતનાં નામ નિર્દેશ છે. તેથી લોગસ્સ સૂત્રમાં શુદ્ધ દ્રવ્ય ગુણ અને પયાર્ય ત્રણે ય નો સમાવેશ થાય છે. માટે જ કાઉસગ્ગમાં લોગસ્સનો કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે, જ્યારે નમસ્કાર મહામંત્ર એ મુખ્યત્વે જપ સાધના છે.
પ્રાયઃ પ્રત્યેક મંત્રનો યંત્ર હોય છે તે પ્રમાણે નમસ્કાર મહામંત્રનો યંત્ર છે, જે સિદ્ધચકયંત્ર યા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે. જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે.
એ યંત્ર કમલાકારે હોય છે. કમલના મધ્ય ભાગ કેન્દ્રમાં અરિહંત ભગવંત બિરાજમાન કરવામાં આવે છે. અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠ પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની સ્થાપના અનુક્રમે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય દિશામાં કરવામાં આવે છે.
આ યંત્રમાં રત્નત્રયી અને તત્રયી સમાવિષ્ટ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દેવ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ અને દર્શન, જ્ઞાન, ચારિત્રને ત૫, ધર્મ છે. એમ દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધર્મ છે. જે પાંચ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અહીં અરિહંત અને સિદ્ધ પરમાત્માને વઘુ સહાઓ ધમ્મો એ અર્થમાં ધર્મી કહેલ છે જ્યારે બાકીના ચાર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ગુણ છે અથવા ધર્મ છે. એટલું જ નહિ પણ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સાધ્ય સ્વરૂપ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, સાધક સ્વરૂપ છે. તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ ચાર સ્વરૂપ છે. એ ચાર જીવના શુદ્ધ સ્વરૂપગુણ છે તે અંશ રૂપે અથવા લક્ષણચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા વિશ્વાસ)
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #22
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલ૫ (ઈચ્છા ત૫) રૂપે અસ્તિત્વ ધરાવે છે. જે સ્વમાં સત્તાગત અંશરૂપે પણ હોય તે જ પૂર્ણ સ્વરૂપે અશુદ્ધિ, આવરણ હઠી જતાં પ્રગટે અર્થાત્ પ્રકાશમાં આવે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સત્તામાં રહેલ, આશ્રદ્ધા, બુદ્ધિ, શ્રમ (વર્તન) અને ઈચ્છાને સુધારવાનાં છે. અસ થયેલ છે, વિનાશી (સાદિ સાન્ત) બનેલ છે તેને સદ્-અવિનાશી બનાવવાના છે. સદ્ ઈચ્છા રાખી, બુદ્ધિ વાપરી, સદ્ વર્તન આચરી, સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી, તેમના આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ, સ્વયં પરમાત્મા બનાવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપગુણ દર્શન (કવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂ૫), તપ (પૂર્ણકામ) છે, તેનું પ્રાગટ્ય અશુદ્ધિ-કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ-શ્રમ અને ઈચ્છાને પરમાત્મતત્વ સાથે જોડવાનાં છે અને મોક્ષ લયે સમ્યગ બનાવવાનાં છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર યંત્રની નવપદજીની આરાધના કરવાની છે.
નવપદજીની ઓળી જે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુદ પૂનમ અને આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ દરમિયાન વર્ષમાં બે વાર આવે છે ત્યારે આયંબિલનો તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની, એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એ નવપદની આરાધના, પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના ભાવી શકાય..
અરિહત એવો હું અરિહંત બનવા માટે, અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા, સાકાર પરમાત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કર્યું છે અને વર્તમાને તીર્થકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વ અરિહંત ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક યંત્ર દ્વારા કરતો થયો, તેના ફળ સ્વરૂપ અરિહત પાણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ૐ નમો અરિહંતાdi |
અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે, અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના અત્યંત વિશુદ્ધ એવાં નિરંજન નિરાકાર પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સ્થિત થયાં છે, વર્તમાને ચૌદમાં ગુણસ્થાનકે રહી સિદ્ધ થઈ રહ્યાં છે અને જેઓ હવે સિદ્ધ થનાર છે તે સર્વે સિદ્ધ ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક યંત્ર દ્વારા કરતો થયો, તેના ફળ સ્વરૂપ , અસિદ્ધપણાનો નાશ અને સિદ્ધપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ! | બનો સિદ્ધાપt |
સ્વ૨૫ મંત્ર
Page #23
--------------------------------------------------------------------------
________________
અસદાચારી એવો હું, સદાચારી બનવા માટે, આચાર્ય ભગવંત, જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, પંચાચાર પાળી રહ્યાં છે, પંચાચારની પાલના કરાવી રહ્યાં છે, અરિહંત અને સિદ્ધ બનવામાં નિમિત્તભૂત, સહાયભૂત થઈ રહ્યા છે, એવાં સર્વોચ્ચ સાધક, સર્વ આચાર્ય ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અસદાચારનો નાશ અને સદાચારરૂપ પંચાચારની સર્વથી પ્રાપ્તિ સહ સર્વોચ્ય સાધકપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ।। ॐ णमो आयरियाणं ॥
અજ્ઞાની એવો જ્ઞાની બનવા માટે, અવિનયી એવો વિનયી થવા માટે ઉપાધ્યાય ભગવંતો કે જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્યના માર્ગદર્શન હેઠળ, જ્ઞાન મેળવી રહ્યાં છે અને જ્ઞાન આપી રહ્યાં છે, તેવાં વિનય ગુણથી ઓપતાં, ઉત્તમ સાધક સર્વ ઉપાધ્યાય ભગવંતના દર્શન, વંદન, નમન, પૂજન સન્માન, સત્કાર, બહુમાન, સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો તેનાં ફળ સ્વરૂપ અજ્ઞાનનો નાશ, જ્ઞાનની પ્રાપ્તિ, વિનય ગુણની પ્રાપ્તિ, ઉત્તમ સાધકપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ।। ૐ નમો ૩વાવાળું ।।
દુર્જન એવો સજ્જન બનવા, શઠ એવો સાધુ બનવા, બાધક મટી સાધક થવા માટે, સાધુ ભગવંતો કે જેઓ અરિહન્ત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્ય અને ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ, સાધના કરી રહ્યા છો, સાધના કરનારાને સહાયક થઈ રહ્યાં છો, અને સાધનાનો આદર્શ આપી રહ્યાં છે, એવાં સર્વ સાધુ ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ દુર્જનતાનો નાશ, સજ્જનતા-સાધુતાની પ્રાપ્તિ, સાધકતાની પ્રાપ્તિને હું ઈચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ।। ૐ નમો નોત્ સવ્વસાદુળ ||
કેવલદર્શન કે જે મારા આત્માનો પરમ વિશુદ્દ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે કેવલદર્શનની પ્રાપ્તિ માટે, હું દર્શનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિને ઈચ્છું છું! મને તે પ્રાપ્ત થાઓ !પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલદર્શન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલદર્શનને આપનાર સમ્યગ્દર્શન અને તેને આપનાર સુદેવ, સુગુરુ, સુધર્મના ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોઉત્તર વૃદ્ધિ થાઓ. ।। ૐ णमो दंसणस्स ॥
કેવળજ્ઞાન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુધ્ધ સ્વરૂપ ગુણ છે, તે કેવળજ્ઞાન ની પ્રાપ્તિ માટે હું જ્ઞાન પદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો ઃ તેના ફળ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિને હું ઇચ્છુ છું ! મને તે પ્રાપ્ત થાઓ! પ્રાપ્ત થાઓ! જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવળજ્ઞાનને આપનાર સભ્યજ્ઞાન,
૧૦૦
શ્રી વિજયાનંદ રિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #24
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહામંત્રથી લઈ દ્વાદશાંગી સુધીનું ઉત્તરોત્તર પ્રાપ્ત થાઓ. ।। ૐ નમો નાળR II
વીતરાગ સ્વરૂપ યથાખ્યાત ચારિત્ર, એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિને હું ઈચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ! પ્રાપ્ત થાઓ! જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ, સદવર્તન, સદાચારની મને પ્રાપ્તિ થાઓ !
ચારિત્રને સ્વરૂપ વેદનના અર્થમાં ઘટાવીએ તો તે અપેક્ષાએ નીચે મુજબની ભાવના પણ ભાવી
શકાય.
આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમણતા, સહજાનંદાવસ્થા એ મારા આત્માનો પરમવિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે સહજાનંદીતાની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમમાણતા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિને ઈચ્છું છું તે મને પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ! જ્યાં સુધી સ્વરૂપાવસ્થા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુખ અને દુઃખથી અલિપ્ત રહી, શાતા અને અશાતાથી પર થઈ, સ્વમાં સ્થિર થઈ, સ્વરૂપમાં લીન બની નિજાનંદની મસ્તી માણતો માણતો સહજાનંદી થાઉં! ॥ ૐ નમો ચારિત્રસ્સ ||
નિરિહિતા, આત્મતૃષા, અણાહારિતા, વીતરાગતા, પૂર્ણકામ એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ છે, સહજ શુધ્ધ સ્વરૂપગુણ છે, તે નિરિહિતા, તૃપ્તતા, વીતરાગતા, પૂર્ણકામ અવસ્થાની પ્રાપ્તિ માટે, તપપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અણાહારિપદ, વીતરાગતા, પૂર્ણકામને હું ઈચ્છું છું! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી વીતરાગતા, આગાહારિતા, પૂર્ણકામની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વ સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિમાં હું સદા સર્વદા સંતુષ્ટ રહું. સમભાવમાં વર્તે. ।। ૐ નમો
તવસા
નમસ્કાર મહામંત્રના પંચ પરમેષ્ઠિ પદો, તેઓના તથા પ્રકારના ગુણોને અંગે, સ્વરૂપપદ, ધ્યાનપદ, સમાધિપદ, સમતાપદ, શાંત-પ્રશાંતપ્રદ, યોગપદ, પવિત્રપદ, આનંદપદ આદિ છે. માટે પંચપરમેષ્ઠિ પદને તથા પ્રકારના ભાવથી, ભાવવાથી, પ્રકારના ભાવને પામી શકાય છે. માટે
હે જીવ ! જો તું તારા વિરૂપથી, વિભાવોથી પીડાય છે તો તું પંચપરમેષ્ટિપદને, સ્વરૂપપદે ભાવશે તો તું સ્વરૂપને, સ્વભાવદશાને પામીશ.
હે જીવ ! તું અશાંત છો ? તો પંચપરમેષ્ટિપદને, શાંત પ્રશાંત પદે ભાવીશ તો શાંત-ઉપશાંતપ્રશાંત ભાવને પામીશ.
સ્વરૂપ મંત્ર
૧૦૧
Page #25
--------------------------------------------------------------------------
________________ હે જીવ! તું મમતાથી મુઝાણો છો ? તો આ પંચ પરમેષ્ઠિ પદોને, સમતાપદે ભાવીશ તો સમતા મેળવીશ. હે જીવ! તું ભોગની ભૂતાવળોથી છૂટવા ઈચ્છે છે? તો યોગની પ્રાપ્તિ થશે. હે જીવ! તું ઉપાધિગ્રસ્ત છો ? તો સમાધિ પદે આ પંચપરમેષ્ઠિને જપીશ તો ઉપાધિ વચ્ચે પણ સમાધીમાં રહી શકીશ. આમ આ પંચપરમેષ્ઠિપદ-નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર-નવકારમંત્રનું દૃઢ ઈચ્છા શકિતથી, પૂર્ણ વિશ્વાસપૂર્વક સ્મરણ કરવામાં આવે, તો તે તથા પ્રકારના ફળને આપનાર કલ્પતરુ એવો ચિંતામણિમંત્ર છે. સ્વરૂપનામ અને સ્વરૂપપદના જાપમંત્રને મેળવવા પુણ્યશાળી એવાં આપણે તે સ્વરૂપનામ-જાપ સ્મરણથી સ્વરૂપપદને પામવા ભાગ્યશાળી થઈએ એવી અભ્યર્થના! અનાદિકાળથી સંસારી જીવ માત્ર મોહ અને અજ્ઞાનવશ, મિથ્યાત્વ, અવિરતિ અને કપાયની વૃત્તિ, પ્રવૃત્તિ કરે છે અને તેને અંગે ચાર ગતિમાં રખડે છે. તેમાં નામકર્મના ઉદયને અંગે જે ગતિના અને ઈન્દ્રિયના ભેદે નામ ઘટે છે, વ્યવહારના અંગે જે નામકરણ કરવામાં આવે છે, તે તો દશ્ય જગતના વ્યવહારિક છે, અને તે ફરતાં જ રહે છે. - પંચપરમેષ્ઠિના યથા નામા તથા ગુણ અનાદિ અનંત છે. તે વિપરીત ભાવને પામતા નથી તેમ આપણા સંસાર ભાવે-મોહ ભાવ અને ચેષ્ટાએ અંદરની દશાએ પંચપરમેષ્ઠિનાં નામોથી વિરુદ્ધનામો સર્વ જીવને સરખાં લાગુ પડે છે. એ જ જીવ માત્રના પાંચ નામ અરિહત, અસિદ્ધ, આચારભ્રષ્ટ, અભાણ-અજ્ઞાની-અબુઝ-ગમાર, અને શઠ છે. આ જીવના સંસારભાવે કલંકિત નામો છે. તેની જ સામે પંચપરમેષ્ઠિનાં નામો આપણને આપણી સાચી દશાનું ભાન કરાવનારા - સાચી દિશામાં લાવનારાં છે માટે વાચકો વિચારે કે આ પંચપરમેષ્ઠિ સ્વરૂપ મંત્રના નામો ક્યા સંપ્રદાયના? કોના ધર્મના? કયા વર્ણના? કઈ જાતિના ? ક્યા દેશના ? સ્વરૂપમંત્રને કહેનારા પાંચ શબ્દોના સ્મરણ અને રટણ વિના ત્રણે કાળમાં કયા ધર્મનો ? કયા સંપ્રદાયનો? કયા વર્ણનો? કઈ જાતિનો? કયા દેશનો? કોના સંસારનો ? ઉદ્ધાર થઈ શકે ? 102 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ