SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલ૫ (ઈચ્છા ત૫) રૂપે અસ્તિત્વ ધરાવે છે. જે સ્વમાં સત્તાગત અંશરૂપે પણ હોય તે જ પૂર્ણ સ્વરૂપે અશુદ્ધિ, આવરણ હઠી જતાં પ્રગટે અર્થાત્ પ્રકાશમાં આવે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સત્તામાં રહેલ, આશ્રદ્ધા, બુદ્ધિ, શ્રમ (વર્તન) અને ઈચ્છાને સુધારવાનાં છે. અસ થયેલ છે, વિનાશી (સાદિ સાન્ત) બનેલ છે તેને સદ્-અવિનાશી બનાવવાના છે. સદ્ ઈચ્છા રાખી, બુદ્ધિ વાપરી, સદ્ વર્તન આચરી, સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી, તેમના આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ, સ્વયં પરમાત્મા બનાવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપગુણ દર્શન (કવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂ૫), તપ (પૂર્ણકામ) છે, તેનું પ્રાગટ્ય અશુદ્ધિ-કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ-શ્રમ અને ઈચ્છાને પરમાત્મતત્વ સાથે જોડવાનાં છે અને મોક્ષ લયે સમ્યગ બનાવવાનાં છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર યંત્રની નવપદજીની આરાધના કરવાની છે. નવપદજીની ઓળી જે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુદ પૂનમ અને આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ દરમિયાન વર્ષમાં બે વાર આવે છે ત્યારે આયંબિલનો તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની, એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ નવપદની આરાધના, પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના ભાવી શકાય.. અરિહત એવો હું અરિહંત બનવા માટે, અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા, સાકાર પરમાત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કર્યું છે અને વર્તમાને તીર્થકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વ અરિહંત ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક યંત્ર દ્વારા કરતો થયો, તેના ફળ સ્વરૂપ અરિહત પાણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ૐ નમો અરિહંતાdi | અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે, અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના અત્યંત વિશુદ્ધ એવાં નિરંજન નિરાકાર પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સ્થિત થયાં છે, વર્તમાને ચૌદમાં ગુણસ્થાનકે રહી સિદ્ધ થઈ રહ્યાં છે અને જેઓ હવે સિદ્ધ થનાર છે તે સર્વે સિદ્ધ ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક યંત્ર દ્વારા કરતો થયો, તેના ફળ સ્વરૂપ , અસિદ્ધપણાનો નાશ અને સિદ્ધપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ! | બનો સિદ્ધાપt | સ્વ૨૫ મંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230276
Book TitleSwarup Mantra
Original Sutra AuthorN/A
AuthorPannalal J Gandhi
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy