Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 12
________________ જગતમાં કોઈ ન હણાતું હોય તો તે અર્જુન છે. અર્હમ્ સત્તત્ત્વ છે. અસત્ તત્ત્વ હોય તે જ હણાય. સત્ તત્ત્વ ક્યારેય હણાતું નથી. અર્હમ્નો આશરો લેનારો અર્થાત્ સત્તત્ત્વને આધાર લેનારો હણાતો નથી. જન્મ-મરણ, જીવન હણે છે. જન્મ-મરણનો અંત અર્થાત્ ભવાંત કરનારા પરમાત્મા છે જે અર્હમ્ છે. પ્રથમ પાપવૃત્તિથી અટકી, પાપપ્રવૃત્તિથી વિરમવાનું છે. જેના અંતે પાપપ્રકૃતિનો નાશ કરવાનો પાંચ મહાવ્રતના અંગીકારથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિના નાશની શરૂઆત થાય છે. પરંતુ પાપપ્રકૃતિ-ઘાતિકર્મનો નાશ તો નિર્વિકલ્પ ઉપયોગમાં રહેવાથી થાય છે. માટે જ સવ્વપાવપ્પણાસણો એમ નવકારમંત્રમાં કહેલ છે. વળી પાપથી મુકત થવામાં મુક્તિ છે. પાપબંધ એ અધર્મ છે, તેથી જ અઢારે પ્રકારનાં પાપથી-પાપસ્થાનકોથી વિરમવાનું છે. પુણ્યબંધથી થતાં પુણ્યોદયમાં સુખની ઈચ્છા, સુખની લાલસા, આસક્તિ અને મોહ હોય છે. માટે જ પુણ્યબંધનું લક્ષ્ય રાખવાનું નથી. દુઃખનો મોહ કોઈને નથી. માટે જ ખોટા સુખનો (પરાધીન સુખ) મોહ છોડી નિર્મોહી થવું તે ધર્મ છે. પુણ્યના બંધ અને પુણ્યના ઉદયનો ઉપયોગ, પાપનાશ માટે કરવાનો છે અને નહિ કે નવા પાપબંધ માટે. પાપનાશથી મોક્ષ છે. માત્ર પુણ્યપ્રાપ્તિથી મોક્ષ નથી. હા! પુણ્યપ્રાપ્તિથી દર્દ, દરિદ્રતા અને નર્ક તિર્યંચ ગતિ ટળે છે તેટલા પૂરતી પુણ્યની આવશ્યકતા, પાપનાશ અને મુક્તિપ્રાપ્તિના લક્ષ્ય જરૂરી ખરી. જીવ આવા બંધનથી અટકે એટલે પુણ્યના આગમનનો સવાલ જ રહેતો નથી. શુભ ભાવથી બંધાતું પુણ્ય તે સમયે અમૃતરૂપ છે અને દશ્યરૂપે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો કેવો ઉપયોગ કરે છે તે પ્રમાણે તે વિષ કે અમૃત બને છે. આથી જ ચુલિકામાં સવ્વપાવપ્પણસણો કહ્યું પણ પુણ્યનો કોઈ સંકેત ન કર્યો. અરિહન્ત શબ્દનો લક્ષ્યાર્થ છે અભેદજ્ઞાન. એટલે કે આત્માના ક્ષાયિક સ્વરૂપની પ્રાપ્તિ. જ્યારે શબ્દાર્થ છે ભેદજ્ઞાન અર્થાત્ આત્મા અને દેહ બે ભિન્ન છે તે ક્ષીરનીર રૂપ થઈ ગયા છે એને જુદાં પાડવાનું જ્ઞાન તે ભેદજ્ઞાન. અરિહન્ત શબ્દનો નિશ્ચય અર્થ એ છે કે જેણે રાગ દ્વેષ રૂપી અંતરંગ શત્રુને હણ્યા છે તે અરિહન્ત ! જ્યારે એનો વ્યાવહારિક અર્થ એ છે કે જેણે ઘાતિકર્મોનો નાશ કર્યો છે તે અરિહન્ત છે. તેમ અરિ એટલે દ્રવ્યાનુયોગ અને હન્ત એટલે ચરણકરણાનુયોગ કહી શકાય. અરિહન્ત શબ્દની વિચારણા બાદ હવે નવકારમંત્રની ચુલિકામાંના સવ્વ પાવપ્પણાસણો એ સાતમા પદ વિષે વિચારીશું. ચાર ઘાતિકર્મની બધી પ્રકૃતિ પાપ પ્રકૃતિરૂપ છે. જ્યારે ચાર અઘાતિકર્મમાં પુણ્ય-પાપ ઉભય પ્રકૃતિ છે. પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ અટકે એટલે પાપપ્રકૃતિ નહિ બંધાય. ઘાતિકર્મ, પાપવૃત્તિ અને સ્વરૂપ મંત્ર Jain Education International For Private & Personal Use Only ve www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25