Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 18
________________ કરી અભેદ થાય છે, સાધનાકાળે ત્રણે ભિન્ન હોવા છતાં સાધ્ય પ્રાપ્તિ થયે ત્રણે અભેદ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ દેવદેવીના મંત્રની આરાધના-સાધના કરનાર જો સ્વયં તે દેવ કે દેવીના પદની વાંછના રાખે તો કાંઈ એવું ન બને કે તે દેવ-દેવી પદચુત થઈ એમની ગાદી એમનું પદ સાધકને આપી દે. ઊલટા તેવી માગણી કરનાર ઉપર તે કોપાયમાન થાય. જ્યારે અરિહંત અને સિદ્ધ પદનો આરાધક અરિહંત અને સિદ્ધ પદની માગણી કરી શકે અને તે પદ સાધકને પ્રાપ્ત પણ થાય. નવપદજીની ઓળીમાં પ્રત્યેક પદના દુહામાં આજ પ્રકારની માંગ આવે છે. અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈરે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમાં, હોવે સિદ્ધ ગુણખાણી રે વીર. ધ્યાતા આચારજ ભલા. મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા. આચારજ હોય પ્રાણી રે વીર. તપ સજજા રત સદા, દ્વાદ્રશ અંગનો ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. -વીર. અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુડે શું લોચે રે. -વીર. શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ તસ થાય રે, દર્શન તેહી જ આતમાં, શું હોય નામ ધરાવે રે, વીર. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે. તો હૂએ એહીજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે -વીર. જાણ ચારિત્રને આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવી ભમતો રે. વીર. સ્વરૂ૫ મંત્ર ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25