Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 19
________________ -- ઈચ્છારોઘ સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે, વીર. આમ છતાંય સમકિતી દેવ દેવીનું મહાત્મા છે, જેને માટે ચૌદપૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે. મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમો અ, સમ-દિઠી-દેવા દિતું સમાહિં ચ બોહિંચ. આ ગાથા એમ સૂચવે થે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને મૃતધર્મ જેટલાં સહાયક છે તેટલાં જ સમક્તિ દષ્ટિ દેવ દેવીઓ સહાયક છે. એ સમકિત દષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્ત્વની છે કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવાં તીર્થંકર પરમાત્મા, તીર્થકર નામકર્મનો ભોગવટો પ્રધાનપણે દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસનરક્ષા અને શાસન પ્રભાવના માટે દેવોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે. જેમ આપણી લઘુતા, નમ્રતા માટે દાસાનુદાસપણું સ્વીકારીએ છીએ તેમ દેવો પણ દાસાનુદાસપણું સ્વીકારે છે અને નમસ્કાર મંત્રના આરાધકની યથાયોગ્ય અવસરે દષ્ટ અને અદકેરૂપે સહાયતા કરે છે. દેવોના જીવનમાં. તેમની સાધનામાં આ એ વિકાસ વિભાગ છે. કારણ કે તેમના નિકાચિત પુણ્યના ઉદયમાં અને ભોગ સુખમાં આપણી જેમ વિરતિધર્મનું તેઓ પાલન કરી શકતા નથી તેથી જે તે ગાયું છે કે સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂર્વ નો સાર... દેવો સમરે, દાનવ સરે, સમરે રાજા રંક..... એટલું જ નહિ, પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ સમકિતદષ્ટિ દેવોનું મહાત્મ વર્ણવ્યું છે કે, સમકિત દષ્ટિ સુર તાણી આશાતના કરશે જેહ લાલ રે, બોધિ દુર્લભ તે થશે થાણા ભાખ્યું એહ લાલ રે... નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રના સ્વરૂપમાન છે. એ સ્વરૂપનામનું સ્મરણ, નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે તે નામસ્મરણની મહત્તા મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આ રીતે બતાવેલ છે. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25